- કોરોના મહામારી વચ્ચે હવાના પ્રદૂષણમાં વધારો
- સરકારે પ્રદૂષણ ઘટાડવા લીધા કડક પગલાં
- ફટાકડાના વેપાર અને ફોડવા પર સંપૂર્ણ પ્રતિબંધ
- અમુક રાજ્યોમાં 2 કલાકની છૂટ
નવી દિલ્હી: સતત વધી રહેલા વાયુ પ્રદૂષણને પગલે ગ્રીન ટ્રિબ્યુનલે દેશભરમાં ફટાકડાના વેપાર પર પ્રતિબંધ લગાવી દીધો છે. NGTએ 9 નવેમ્બરથી 30 નવેમ્બર સુધી ફટાકડાના વેચાણ અને ફોડવા પર પ્રતિબંધ મૂક્યો છે.
ફટાકડા પર પ્રતિબંધ
NTG અધ્યક્ષ ન્યાયાધીશ આદર્શ કુમાર ગોયલની અધ્યક્ષતાવાળી બેન્ચે 5 નવેમ્બરના રોજ તમામ પક્ષકારોની દલીલો સાંભળ્યા બાદ ચુકાદો અનામત રાખ્યો હતો.NTGએ જણાવ્યું હતું કે, જે શહેરોની વાયુ પ્રદૂષણની ગુણવત્તા મધ્યમ અથવા નીચી રહેશે. ત્યાં રાજ્ય સરકાર દિવાળીના તહેવાર દરમિયાન ફટાકડા વેચવાની મંજૂરી આપી શકે છે. આ ફટાકડાઓના ઉપયોગ માટે બે કલાકનો સમય નક્કી કરવામાં આવ્યો છે.
4 નવેમ્બરે NGTએ 23 રાજ્યોને નોટિસ ફટકારી હતી. જેમાં આંધ્રપ્રદેશ, આસામ, બિહાર, ચંદીગઢ, છત્તીસગઢ, દિલ્હી, ગુજરાત, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, ઝારખંડ, કર્ણાટક, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, મેઘાલય, નાગાલેન્ડ, ઓડિશા, પંજાબ, રાજસ્થાન , તમિલનાડુ, તેલંગાણા, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને પશ્ચિમનો સમાવેશ થાય છે.