આજના એ સમાચાર, જેના પર તમારી નજર રહેશે...
- જમ્મુ અને કાશ્મીર: વધતી હત્યાઓ વચ્ચે લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા દિલ્હીમાં આજે ગૃહપ્રધાનને મળશે
જમ્મુ અને કાશ્મીરમાં વધતી હત્યાઓ વચ્ચે આજે લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા દિલ્હીમાં આજે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહને મળશે.
- આજે સાંજે આકાશમાં આશ્ચર્યજનક દૃશ્ય જોવા મળશે, ચંદ્ર શુક્રની નજીક આવશે
આજે સાંજે આકાશમાં એક આશ્ચર્યજનક આકાશી ઘટના બનવા જઈ રહી છે. સાંજે પશ્ચિમ આકાશમાં સૂર્યની લાલાશ પછી, હસતો ચંદ્ર અને ચમકતો ગ્રહ શુક્ર એક જોડી બનાવતા જોવા મળશે.
ગઈકાલના એ સમાચાર જે તમને વાંચવા ગમશે...
- અમિત શાહે ગાંધીનગર રેલવે સ્ટેશન પર મહિલા સંચાલિત ટી- સ્ટોલનું ઉદ્દઘાટન કરી મુખ્યપ્રધાન સાથે માણી ચા
ગાંધીનગર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ ખાતે મહિલા સંચાલિત ટી- સ્ટોલનું પણ એક નવું આકર્ષણ ઊભું કરવામાં આવ્યું છે. ગાંધીનગર રેલ્વે સ્ટેશન ખાતે ગઈકાલે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે પ્રજાપતિ સમાજની બહેનો દ્વારા શરૂ કરવામાં આવેલ ટી સ્ટોલનું ઉદ્ઘાટન કર્યું હતું. આ દરમિયાન ઉદ્ઘાટન પ્રસંગે કેન્દ્રીય ગૃહ પ્રધાન અને સહકાર પ્રધાન એવા અમિત શાહ, ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને રાજ્ય ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ ચા પીને બહેનોને શુભેચ્છા સાથે અભિનંદન પાઠવ્યા હતા. click here
- NOBEL PEACE PRIZE 2021: મારિયા રેસા અને ડિમિટ્રી મુરાટોવ નોબેલ પીસ પ્રાઇઝ 2021 જીત્યો
ગઈકાલે મારિયા રેસા અને દિમિત્રી મુરાટોવને 'અભિવ્યક્તિની સ્વતંત્રતાની રક્ષા માટે' તેમના પ્રયાસો માટે 2021 નો નોબલ શાંતિ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. click here
- એર ઇન્ડિયાના નવા 'મહારાજા' ટાટા સન્સ, 18,000 કરોડની બોલી લગાવીને જીતી નીલામી
એર ઇન્ડિયા (Air India)ની માલિકી Tata Sonsની થઈ ગઈ છે. ગઈકાલે કંપનીએ 18,000 કરોડ રૂપિયાની બોલી લગાવીને સરકારી એરલાઇન્સ (Airlines) ખરીદી લીધી હતી. આ સાથે Tata Sonsની પાસે દેશમાં 3 એરલાઇન્સ હશે. ટાટા સન્સે 2,900 કરોડ રૂપિયાથી વધારેના અંતરથી એર ઇન્ડિયાની માલિકીના હક માટે લગાવેલી બોલી જીતી હતી. click here
- રામોજી ફિલ્મ સિટી ખુલી, પહેલા જ દિવસે હજારોની સંખ્યામાં લોકો આવ્યા
ગઈકાલે 8 ઓક્ટોબરથી રામોજી ફિલ્મ સિટી ખુલી ગઈ છે. પહેલા જ દિવસે હજારો લોકોનો મેળાવડો જામ્યો હતો.
- exclusive:
જ્યોતિ મહિલા મંડળ હર હંમેશ પાટનગરમાં વિવિધ સેવાકીય પ્રવૃતિઓ કરતું આવ્યું છે: ડૉ. ચેતના બૂચ
આજે નવરાત્રીનો બીજો દિવસ છે, ત્યારે વિવિધ પ્રકારની સેવાકીય પ્રવૃતિ સાથે જોડાયેલા ગાંધીનગરના ડૉ. ચેતના બૂચે Etv Bharat સાથે નારી શક્તિના આ પાવન પર્વએ કેટલીક જરૂરી વાત જણાવી હતી. જેઓ એક મહિલા તરીકે અનેક માટે પ્રેરણારૂપ રહ્યા છે. તેમને તેમના કરેલા કાર્યો વિશે નારી શક્તિના આ પર્વ નિમિતે લોકોએ કોરોનામાં કયાં પ્રકારની તકેદારી રાખવી તે વિશે પણ જણાવ્યું હતું. click here
- sukhibhava:
સુખીભવ: Eating disorder: સામાન્ય સમસ્યા નથી
ઇટીંગ ડિસઓર્ડર (Eating disorder) એ ખાવાની વિકૃતિ છે જેમાં પીડિત ન ઇચ્છવા છતાં તેની જરૂરિયાત કરતા વધારે ખાય છે અથવા એટલો ઓછો ખોરાક લે છે કે તેના સ્વાસ્થ્ય પર અસર થવા લાગે છે. નિષ્ણાતો માને છે કે જો આ ડિસઓર્ડરને નજરઅંદાજ ન કરવામાં આવે અન્યથા તે ઘણા રોગોનું કારણ બની શકે છે. જો સ્થિતિ ગંભીર બની જાય તો દર્દીનું મૃત્યુ પણ થઈ શકે છે. click here