વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તેમના ડ્રિમ પ્રોજેક્ટનું કરશે ઉદ્ઘાટન
![વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તેમના ડ્રિમ પ્રોજેક્ટનું કરશે ઉદ્ઘાટન](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12473697_modi.jpg)
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 16 જુલાઈએ તેમના ડ્રિમ પ્રોજેક્ટ ગાંધીનગર રેલવે સ્ટેશન અને અમદાવાદ સાયન્સ સિટીનું ઉદ્ઘાટન કરશે, તેઓ દિલ્હીથી વર્ચ્યુલી માધ્યમથી જોડાશે.
આજે કાવંડ યાત્રા કેસમાં સુપ્રીમ કોર્ટમાં સુનાવણી
![આજે કાવંડ યાત્રા કેસમાં સુપ્રીમ કોર્ટમાં સુનાવણી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12473697_kvd.jpg)
સુપ્રીમ કોર્ટમાં આજે કાવંડ યાત્રાને લઈને સુનાવણી થશે. સુપ્રીમ કોર્ટે સુ-મોટુ સંજ્ઞાન લેતા, ઉત્તર પ્રદેશમાં કાવંડ યાત્રાને સંગઠન સામે વાંધા નોંધાવતી વખતે સરકાર પાસેથી જવાબ માંગ્યો છે. 25 જુલાઈથી કાવંડ યાત્રાને શરુ કરવા આયોજન કરાયુ છે.
ગુજરાત હાઇકોર્ટ ગુજરાત વોટર સપ્લાય એન્ડ સેવરેજ બોર્ડના રિટાયરમેન્ટ અંગે સુનાવણીની શકયતા
![ગુજરાત હાઇકોર્ટ ગુજરાત વોટર સપ્લાય એન્ડ સેવરેજ બોર્ડના રિટાયરમેન્ટ અંગે સુનાવણીની શકયતા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12473697_gj.jpg)
ગુજરાત હાઇકોર્ટ આજે 16 જુલાઈએ ગુજરાત વોટર સપ્લાય એન્ડ સેવરેજ બોર્ડના રિટાયરમેન્ટ અને પેન્શનને લઇ ચાલેલી મેટર ઉપર જજમેન્ટ આપી શકે તેવી શક્યતા છે.
યુપી ભાજપ રાજ્ય કાર્યકારી સમિતિની આજે બેઠક યોજાશે
![યુપી ભાજપ રાજ્ય કાર્યકારી સમિતિની આજે બેઠક યોજાશે](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12473697_bj.jpg)
ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીની તૈયારીમાં ભારતીય જનતા પાર્ટી સત્તાવાર રીતે પોતાનું મિશન -2022 શરૂ કરશે. રાજ્ય કાર્યકારી સમિતિની બેઠક આજે પ્રસ્તાવિત છે. માનવામાં આવી રહ્યું છે કે, પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પણ આ બેઠકમાં ભાગ લઈ શકે છે.
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીની આજે લખનઉની મુલાકાતે
![કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીની આજે લખનઉની મુલાકાતે](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12473697_pk.jpg)
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી આજે લખનઉ પ્રવાસ પર હશે. પ્રિયંકા ગાંધીની ત્રણ દિવસીય લખનઉ મુલાકાત અગાઉ 14 જુલાઈથી ગોઠવવામાં આવી હતી.
નવા આઈટી નિયમો વિરુદ્ધ અરજીઓ અંગે સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી
![નવા આઈટી નિયમો વિરુદ્ધ અરજીઓ અંગે સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12473697_supreme.jpg)
નવા આઈટી નિયમો વિરુદ્ધ અરજીઓની સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે. સુપ્રીમ કોર્ટે આમાં કેન્દ્ર સરકારની અરજીને પણ ટેગ કરી છે. આઇટી નિયમો અંગે હાઈકોર્ટમાં દાખલ કરેલી અરજીઓને સ્થાનાંતરિત કરવા કેન્દ્ર સરકાર સુપ્રીમ કોર્ટમાં પહોંચી છે.
કર્નાટકના મુખ્યપ્રધાન યેદીયુરપ્પા આજે દિલ્હીની મુલાકાતે
![કર્નાટકના મુખ્યપ્રધાન યેદીયુરપ્પા આજે દિલ્હીની મુલાકાતે](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12473697_ydd.jpg)
કર્નાટકના મુખ્યપ્રધાન યેદીયુરપ્પા આજે 16 જુલાઈએ દિલ્હીની મુલાકાતે આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વર્ચયુઅલી માધ્યમથી સંવાદ કરશે.
નવનિયુક્ત ભાજપ તમિલનાડુના વડા કે અન્નમલાઇએ આજે શપથ લેશે
![ભાજપ તમિલનાડુના વડા કે અન્નમલાઇએ આજે શપથ લેશે](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12473697_kt.jpg)
નવનિયુક્ત ભાજપ તમિલનાડુના વડા કે અન્નમલાઇએ આજે શપથ લેશે. આજે 16 જુલાઈએ પાર્ટી અધ્યક્ષ પદના શપથ લેતા પહેલા કોઇમ્બતુરથી ચેન્નાઈ જતા રોડથી એક રોડ શો યોજશે.
સિંગર રાહુલ અને દિશા આજે બંધાશે લગ્ન ગ્રંથીમાં
![સિંગર રાહુલ અને દિશા આજે બંધાશે લગ્ન ગ્રંથીમાં](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12473697_rahul.jpg)
સિંગર રાહુલ વૈદ્ય અને ટેલિવિઝન અભિનેત્રી દિશા પરમાર આજે 16 જુલાઈએ લગ્ન ગ્રંથીમાં બંધાવા જઈ રહ્યા છે. આ બંન્નેના લગ્ન ટોક ઓફ ધ ટાઉન બન્યા છે.
2018માં આવેલી KGFની સિક્વલ ફિલ્મ KGF 2 આજે થશે રિલીઝ
![2018માં આવેલી KGFની સિક્વલ ફિલ્મ KGF 2 આજે થશે રિલીઝ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12473697_kgf.jpg)
2018માં આવેલી KGFની સિક્વલ ફિલ્મ KGF 2 આજે રિલીઝ થશે. પ્રશાંત નીલ નિર્દેશિત આ ફિલ્મમાં અભિનેતા સંજય દત્ત અધીરાનું પાત્ર નિભાવશે, રવિના ટંડન, પ્રકાશ રાજ, શ્રીનિધિ શેટ્ટી તમામ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.