આજે ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળશે કેબિનેટ બેઠક

આજે મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં બેઠક મળશે. જેમાં ધોરણ 10ના રિપિટર વિધાર્થીઓને માસ પ્રમોશન, કેન્દ્ર સરકાર દ્વારા 21 જૂનથી મફતમાં વેક્સિન આપશે તે બાબતનું આયોજન કરાયું છે. વાવાઝોડાના સર્વેની કામગીરી, ચોમાસાની સીઝનમાં વરસાદને લઈને રાજ્ય સરકારની કામગીરી બાબતે ચર્ચા કરવામાં આવશે.
આજે દેશની પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા ઇરમાં દ્વારા નવા કોર્સની શરૂઆત કરાશે

આજે ઇરમાં દ્વારા મિલ્ક મેન ઓફ ઇન્ડિયા ડો વર્ગીસ કુરિયનના જન્મના 100 વર્ષની ઉજવણીના ભાગરૂપે નવા કોર્સની શરૂઆત કરવામાં આવશે. જે CSR (કોર્પોરેટ સોસિયલ રિસ્પોનસબ્લીટી) સાથે સંકળાયેલા લોકોને સમાજની જરૂરિયાત મુજબની વ્યવસ્થાને ઓળખી તે દિશામાં કામ કરવા પ્રેરિત કરશે.
આજે ગુજરાતના કેટલાક શહેરોમાં વરસાદ પડવાની શક્યતા છે

હાલ કોરોનાની મહામારીમાં લોકો હેરાન થઇ રહ્યા છે. ત્યારે ગુજરાતમાં વરસાદની સિઝન પણ ચાલુ થઇ ગઇ છે. ગુજરાતના દાહોદ, પંચમહાલ, સુરત, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા છે.
આજથી 18થી 44ની વયજૂથના લોકોનું વેક્સિનેશન કરવામાં આવશે

આજથી રાજ્યના 1200 રસીકરણ કેન્દ્રો પર 18થી 44ની વયજૂથના લોકોનું વેક્સિનેશન કરવામાં આવશે. કોરોનાની મહામારીમાં વેક્સિનેશન પણ મહત્વનું છે. ત્યારે વેક્સિનેશન અભિયાન કેટલાય સમયથી શરૂ કરવામાં આવ્યું છે. જેમાં કેટલાય લોકોએ વેક્સિન મૂકાવી પણ દીધી છે. ત્યારે આજે 1200 રસીકરણ કેન્દ્રો પર ફરી રસીકરણ પ્રક્રિયા શરૂ કરાઇ છે.
આજે ભગવાન બિરસા મુંડાની પુણ્યતિથિ છે

આજે એટલે કે 9 જૂને ભગવાન બિરસા મુંડાની પુણ્યતિથિ ઉજવવામાં આવે છે. જ્યારે તે જેલમાં મૃત્યુ પામ્યો ત્યારે, બ્રિટિશરોએ તેના મૃતદેહને કોકર અને લાલપુર વચ્ચેના ડિસ્ટલરી પુલ નજીક દફનાવી દીધા હતા. જ્યાં તેનું દફન સ્થળ પણ છે. શું રાજ્યપાલ અને મુખ્યપ્રધાન કોરોનાના સંક્રમણમાં તેમની સમાધિ પર પહોંચશે? ધરતી આબાને કઈ રીતે શ્રદ્ધાંજલિ અપાશે? શું સમાધિ સ્થળને કોઈ વિશેષ ધ્યાન મળશે?
આજે સિંધિયા ભોપાલમાં મુખ્યપ્રધાન શિવરાજ સિંહ સાથે સંગઠનના લોકોને મળશે

આજે સિંધિયા ભોપાલમાં મુખ્યપ્રધાન સાથે સંગઠનના લોકોને મળીને વિગતવાર ચર્ચા કરશે. ત્યારબાદ ભોપાલ રાત્રે આરામ કરશે.
આજે સિદ્ધ અને આયુર્વેદ કોવિડ સેન્ટરનું ઉદ્ઘાટન કોઈમ્બતુરમાં કરવામાં આવશે

આજે એટલે કે 9 જૂને સિદ્ધ અને આયુર્વેદ કોવિડ સેન્ટરનું કોઇમ્બતુરમાં ઉદ્ઘાટન કરવામાં આવશે. આ કોવિડ સેન્ટરમાં તમામ પ્રકારની સુવિધા ઉભી કરવામાં આવી છે. કોરોનાના કહેરના કારણે આ કોવિડ સેન્ટર ઉભુ કરવામાં આવ્યું છે. જેથી તમામને ઝડપી સારવાર મળી રહે.
આજથી નોઇડામાં મેટ્રો સેવા શરૂ થશે

આજથી એટલે કે 9 જૂને નોઇડામાં મેટ્રો સેવા શરૂ કરવામાં આવશે. સપ્તાહના કરફ્યૂ પર સેવા બંધ રહેશે. કોરોનાના કહેર વચ્ચે બસ સેવા, મેટ્રો સેવા બંધ કરવામાં આવે છે. જેથી કરીને કોરોનાના સંક્રમણથી બચી શકાય. ત્યારે લોકોને આવન-જાવનમાં પણ ઘણી તક્લીફ પડતી હોય છે. ત્યારે નોઇડામાં આજે મેટ્રો સેવા ફરી શરૂ કરવામાં આવી છે.
આજથી યુપીના અનેક જિલ્લાઓથી ટ્રેન શરૂ થશે

ભારતીય રેલ્વે આજે યુપીના અનેક જિલ્લાઓથી ટ્રેનો શરૂ કરવામાં આવશે. કોરોનાના કહેર વચ્ચે મેટ્રો, બસ અને ટ્રેન જેવી સેવા બંધ કરવામાં આવી હતી. ત્યારે હવે કોરોનાના કેસમાં ઘટાડો નોંધાતા બસ સેવા , મેટ્રો સેવા અને ટ્રેન સેવા પણ ધીરે-ધીરે શરૂ કરવામાં આવી રહી છે.
આજે એટલે કે 9 જૂન અભિનેત્રી સોનમ કપૂરનો જન્મ દિવસ છે

આજે અભિનેત્રી સોનમ કપૂરનો જન્મ દિવસ છે. સોનમ કપૂર એક ભારતીય ફિલ્મ અભિનેત્રી છે જેનો જન્મ 9 જૂન 1985 ના રોજ મુંબઇ, મહારાષ્ટ્રમાં થયો હતો. અભિનેતા અનિલ કપૂર અને સુનિતા કપૂરની પુત્રી છે. તે ત્રણ બાળકોમાં સૌથી મોટી છે. સોનમ કપૂર આહુજા એક ભારતીય અભિનેત્રી છે જે હિન્દી ફિલ્મોમાં કામ કરે છે. તેણીને રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર અને ફિલ્મફેર એવોર્ડ મળ્યો છે, અને 2012–2016થી તે તેની આવક અને લોકપ્રિયતાના આધારે ફોર્બ્સ ઇન્ડિયાની સેલિબ્રિટી 100ની સૂચિમાં હાજર થઈ છે.