મુખ્યપ્રધાન વિજય રૂપાણી વધતા જતા કોરોના સંક્રમણ માટે જૂનાગઢની મુલાકાતે આવશે
આજે મુખ્યપ્રધાન વિજય રૂપાણી કોરોના સંક્રમણને લઈને જૂનાગઢ જિલ્લાની મુલાકાતે આવશે. 11:00 વાગ્યે અધિકારીઓ સાથે બંધ બારણે બેઠક યોજશે.
પૂર્વ આર્મી જવાનો આજથી જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં સેવા આપશે
આજે સવારથી જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં પૂર્વ આર્મી જવાનો દ્વારા હોસ્પિટલની સુરક્ષા સંભાળવાના સેવા કાર્યનો પ્રારંભ કરશે.
અમદાવાદ: આજે 45 વર્ષથી ઉપરની વયના અને ફ્રન્ટલાઈન વોરિયર્સનું વેક્સિનેશન બંધ
અમદાવાદમાં આજે 45 વર્ષથી ઉપરની વયના અને ફ્રન્ટલાઈન વોરિયર્સનું વેક્સિનેશન બંધ કરવામાં આવશે તેમજ આજથી 18થી 44 વર્ષના લોકોને રસી આપવામાં આવશે.
ગુજરાત હાઈકોર્ટ ઓનલાઈન સુનાવણી કરશે
કોરોનાની સુઓમોટો PIL પર ગુજરાત હાઈકોર્ટ ઓનલાઈન સુનાવણી કરશે. જેમાં ઈન્જેક્શન-ઓક્સિમીટરની કાળાબજારી મુખ્ય મુદ્દો રહેશે.
GTU દ્વારા આજે ઓનલાઇન પરીક્ષા યોજાશે
GTU દ્વારા BE સેમેસ્ટર-1 અને રીમિડીયલ તથા BE સેમેસ્ટર-2ની ફાઈનલ પરીક્ષા ઓનલાઇન લેવામાં આવશે.
હિમાચલ પ્રદેશ: મુખ્યપ્રધાન જયરામ ઠાકુર મંગળવારે કાંગરા જિલ્લામાં કોવિડ કેર સેન્ટરનું નિરીક્ષણ કરશે
મુખ્યપ્રધાન જયરામ ઠાકુર મંગળવારે કાંગરા જિલ્લાના પ્રવાસે આવશે. આ દરમિયાન તે કોવિડ સેન્ટરની ખબર લેશે. તે પછી મુખ્યપ્રધાન જયરામ કૃષિ યુનિવર્સિટી પાલમપુર જશે.
મધ્યપ્રદેશ : આજે મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણ જન કલ્યાણ સંબલ યોજના હેઠળ મજૂરોના બેન્ક ખાતામાં 379 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરશે
4 મેના રોજ મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણ જન કલ્યાણ સંબલ યોજના હેઠળ આશરે 17 હજાર અસંગઠિત મજૂરોના બેન્ક ખાતામાં એક જ ક્લિક દ્વારા 379 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરશે. સહાય વિતરણના આ વર્ચુઅલ કાર્યક્રમમાં શ્રમ પ્રધાન શ્રી બ્રિજેન્દ્ર પ્રતાપસિંહ પણ ઉપસ્થિત રહેશે.
ભોપાલ: મુખ્યપ્રધાન શિવરાજની થશે કોરોના સમીક્ષા બેઠક
આજે મુખ્યપ્રધાન શિવરાજની કોરોના સમીક્ષા બેઠક થશે. મુખ્યપ્રધાન આ બેઠકમાં કોવિડ રસીકરણને લઈને આવતા પ્રશ્નોની સમીક્ષા કરશે.
બંગાળમાં આજે ચૂંટણીની હિંસા સામે ભાજપ વિરોધ પ્રદર્શન કરશે, નડ્ડા આજે કોલકાતા જશે
પશ્ચિમ બંગાળની ચૂંટણીનાં પરિણામો બાદ ભાજપે ત્યાં થયેલી હિંસા અંગે વિરોધ શરૂ કર્યો છે. ભાજપ દ્વારા દેશવ્યાપી વિરોધ પ્રદર્શન યોજવામાં આવશે. આ માટે પાર્ટી દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ હિંસા માટે ભાજપ અધ્યક્ષ આજે બંગાળ જઈ રહ્યા છે.
IPL: આજે સન રાઈડર્સ હૈદરાબાદ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે જામશે જંગ
IPLની 14મી સિઝનની 31મી મેચ દિલ્હીમાં અરૂણ જેટલી સ્ટેડિયમમાં સન રાઈડર્સ હૈદરાબાદ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાશે.