આઇસોલેશન સેન્ટર ફરી શરૂ થયા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સાથે થશે ચર્ચા
![આઇસોલેશન સેન્ટર ફરી શરૂ થયા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સાથે થશે ચર્ચા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11538398_123-5.jpg)
રાજ્યમાં ફેસિલિટી આઇસોલેશન સેન્ટર ફરી શરૂ થાય કરવા પર કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ચર્ચા કરશે. આ ફેસિલિટી આઇસોલેશન સેન્ટરની શરૂઆત વહેલી તકે થાય તે માટે ચર્ચા કરાશે.
ગુજરાતમાં સોમવારથી અનેક વિસ્તારોમાં હિટવેવ તો કેટલીક જગ્યાએ વરસાદની આગાહી
![ગુજરાતમાં સોમવારથી અનેક વિસ્તારોમાં હિટવેવ તો કેટલીક જગ્યાએ વરસાદની આગાહી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11538398_123-2.jpg)
ગુજરામાં એક સપ્તાહથી કેટલાક વિસ્તારોના વાતાવરણ પલટા સાથે સામાન્ય વરસાદ થઈ રહ્યો છે. રાજ્યમાં પવનની દિશા વારંવાર બદલાય રહી છે. જેના કારણે, તાપમાનમાં પણ બદલાવ જોવા મળ્યો છે. જેના કારણે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સોમવારથી હિટવેવની આગાહી હવામાન વિભાગે કરી છે. સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં સામાન્ય વરસાદની પણ હવામાન વિભાગનું અનુમાન છે.
બંગાળની ચૂંટણીમાં આજે સોમવારે 7માં તબક્કાનું મતદાન
![બંગાળની ચૂંટણીમાં આજે સોમવારે 7માં તબક્કાનું મતદાન](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11538398_123-8.jpg)
7માં તબક્કામાં, દરેકની નજર મમતા બેનર્જીના વતન બબનીપુર પર છે. મમતા બેનર્જી પણ અહીંની રહેવાસી છે અને હાલમાં અહીંના ધારાસભ્ય છે. પરંતુ, આ વખતે તે નંદિગ્રામથી ચૂંટણી લડી રહ્યા છે.
યુપીમાં પંચાયતની ચૂંટણીમાં 20 જિલ્લામાં આજે સોમવારે 3જા તબક્કાના મતદાન
![યુપીમાં પંચાયતની ચૂંટણીમાં 20 જિલ્લામાં આજે સોમવારે 3જા તબક્કાના મતદાન](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11538398_123-6.jpg)
3જા તબક્કાની પંચાયતની ચૂંટણી માટે સોમવારે 20 જિલ્લામાં મતદાન થશે. આ તબક્કામાં લગભગ 3.5 લાખ ઉમેદવારોના ભાવિને બેલેટબોક્સમાં સીલ કરવામાં આવશે. આ સમયગાળા દરમિયાન, 3,05,71,613 મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે.
આજે સોમવારે પંજાબ કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ આમને-સામને
![આજે સોમવારે પંજાબ કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ આમને-સામને](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11538398_123-10.jpg)
આજે સોમવારે ટુર્નામેન્ટની 19મી મેચ IPLની 14મી સીઝનમાં મુંબઇના વાનખેડે સ્ટેડિયમ ખાતે પંજાબ કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાશે.
ઋષિકેશ અને દહેરાદૂનમાં આજથી કર્ફ્યુ લાદવામાં આવ્યું
![ઋષિકેશ અને દહેરાદૂનમાં આજથી કર્ફ્યુ લાદવામાં આવ્યું](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11538398_123-9.jpg)
ઋષિકેશ અને દહેરાદૂનમાં આજથી એક સપ્તાહનો કર્ફ્યુ લાદવામાં આવ્યું છે. કોરોના કેસને ધ્યાનમાં રાખીને લેવામાં નિર્ણય આવ્યો છે.
મિઝોરમમાં 6 દિવસીય લોકડાઉનનો આજે સોમવારે છેલ્લો દિવસ
![મિઝોરમમાં 6 દિવસીય લોકડાઉનનો આજે સોમવારે છેલ્લો દિવસ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11538398_123-7.jpg)
સરકારે રાજ્યમાં કોરોનાના વધતા કેસોને ધ્યાને લઈને 20 એપ્રિલે 6 દિવસનું લોકડાઉન લગાવ્યું હતું. આ લોકડાઉન આજે 26 એપ્રિલના રોજ 4 વાગ્યા સુધી અમલમાં રહેશે છે.
સોમવારથી સરદાર પટેલ કોવિડ કેર સેન્ટર ખુલશે
![સોમવારથી સરદાર પટેલ કોવિડ કેર સેન્ટર ખુલશે](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11538398_123-4.jpg)
છત્રપુર સ્થિત સરદાર પટેલ COVID કેર સેન્ટર ફરી આજે સોમવારે સવારે 10 વાગ્યાથી કાર્યરત થશે. અહીં જિલ્લા નિરીક્ષણ અધિકારી (DSO) દ્વારા નિયુક્ત દર્દીઓને દાખલ કરવામાં આવશે.
26 એપ્રિલના રોજ સિક્કિમ ભારતનું 22મું રાજ્ય બન્યું હતું
![26 એપ્રિલના રોજ સિક્કિમ ભારતનું 22મું રાજ્ય બન્યું હતું](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11538398_123-3.jpg)
ભારત માટે 26 એપ્રિલનો દિવસ ખૂબ મહત્વનો છે. આ દિવસે સિક્કિમને ભારતના 22માં રાજ્ય તરીકે શામેલ કરવામાં આવ્યું હતું.
આજના દિવસે દેશમાં કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યા 26 હજારે પહોંચી હતી
![આજના દિવસે દેશમાં કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યા 26 હજારે પહોંચી હતી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11538398_123-1.jpg)
2020માં આજના દિવસે દેશમાં કોવિડ મહામારીથી સંક્રમિત લોકોની સંખ્યા 26 હજારને વટાવી ગઈ હતી. રાજ્યોએ કેટલીક દુકાનો ખોલવાની મંજૂરી આપીને લોકડાઉનની સ્થિતિમાં રાહતનો પ્રારંભ કર્યો.