- અફઘાનિસ્તાનમાં પ્રમુખ મીડિયા સંસ્થા ટોલો ન્યૂઝના પત્રકારની હત્યા થયાના સમાચાર ખોટા નીકળ્યા
- પત્રકાર જિયાર યાદ ખાને (ziar yaad khan) પોતે ટ્વિટ કરી કહ્યું, મને તાલિબાનીઓએ ઢોર માર માર્યો, પરંતુ હું જીવતો છું
- જિયાર યાદ ખાન (ziar yaad khan) કાબુલમાં બેરોજગારી અને ગરીબી અંગે રિપોર્ટિંગ કરતો હતો ત્યારે તેને માર મરાયો હતો
નવી દિલ્હીઃ અફઘાનિસ્તાનમાં એક પત્રકારની હત્યા થવાના સમાચાર અંગે શંકા ઉભી થઈ છે. પહેલા અફઘાનિસ્તાનની પ્રમુખ મીડિયા સંસ્થા ટોલો ન્યૂઝે સમાચાર આપ્યા હતા કે, તાલિબાનીઓએ પત્રકાર જિયાર યાદ ખાન (ziar yaad khan)ની હત્યા કરી નાખી છે. મીડિયા સંસ્થાએ કહ્યું હતું કે, જિયાર યાદ ખાન (ziar yaad khan) કાબુલમાં બેરોજગારી અને ગરીબી અંગે રિપોર્ટિંગ કરી રહ્યો હતો. તે દરમિયાન તે તાલિબાનનો શિકાર બન્યો હતો. તેના કેમેરામેનને ઢોર માર મારવામાં આવ્યો હતો. ટોલો ન્યૂઝે જિયાર યાદ ખાનની (ziar yaad khan) હત્યા થઈ હોવા અંગે ટ્વિટ પણ કર્યું હતું, પરંતુ ટોલો ન્યૂઝના આ સમાચાર ખોટા નીકળ્યા. કારણ કે, પત્રકાર જિયાર યાદ ખાને પોતે ટ્વિટ કરી જણાવ્યું હતું કે, તેના મોતના સમાચાર ખોટા છે અને તે જીવતો છે.
આ પણ વાંચો- કાબુલ એરપોર્ટ પર ભૂખ્યા-તરસ્યા લોકો, એરપોર્ટ પર પાણીની એક બોટલની કિંમત 3,000 રૂપિયા
પત્રકારે પોતે ટ્વિટ કરી કહ્યું, હું જીવતો છું
પત્રકાર જિયાર યાદ ખાને (ziar yaad khan) ટ્વિટ કરી જણાવ્યું હતું કે, કાબુલની ન્યૂ સિટીમાં તાલિબાને ગન પોઈન્ટ પર રાખી મને ખૂબ માર માર્યો હતો. કેમેરા, ટેક્નિકલ સાધનો અને મારો મોબાઈલ પણ ઝૂંટવી લીધો હતો. કેટલાક લોકોએ મારા મોતના સમાચાર ફેલાવ્યા છે, જે તદ્દન ખોટા છે.
આ પણ વાંચો- અફઘાનિસ્તાનમાં તાલિબાન સંકટ પર ભારતનું શું વલણ રહેશે? સર્વપક્ષીય બેઠકમાં ચર્ચા
આ પહેલા ભારતીય ફોટો પત્રકાર દાનિશ સિદ્દિકીની પણ હત્યા થઈ હતી
ઉલ્લેખનીય છે કે, આ પહેલા પુલિત્ઝર પુરસ્કાર વિજેતા ભારતીય ફોટો પત્રકાર દાનિશ સિદ્દિકી (Pulitzer Prize-winning Indian photojournalist Danish Siddiqui)ની અફઘાનિસ્તાનમાં હત્યા થઈ હતી. અમેરિકાની એક પત્રિકાએ પ્રકાશિત કરેલા એક રિપોર્ટમાં દાવો કર્યો હતો કે, તાલિબાન દ્વારા તેની ઓળખની પુષ્ટિ કર્યા પછી ક્રુરતાથી હત્યા કરવામાં આવી હતી. સિદ્દિકી (38) અફઘાનિસ્તાનમાં એસાઈન્મેન્ટ પર હતા ત્યારે તેમની હત્યા થઈ હતી.