નવી દિલ્હીઃ બપોરના સમયે 12 વાગ્યાથી બીજા તબક્કાની શરૂઆત થશે. જેની શરૂઆતમાં રાષ્ટ્રગીત ગવાશે. એ પછી સમગ્ર પ્રસંગને અનુરૂપ ડૉક્યુમેન્ટ્રી ફિલ્મ દર્શાવાશે. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનો સંદેશ રાજ્યસભાના ઉપસભાપતિ વાંચશે. લોકસભા સ્પીકર ઓમ બિરલા ભાષણ આપશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બપોરે 1 વાગ્યે ખાસ સિક્કો અને સીલ જાહેર કરીને દેશવાસીઓને સમર્પિત કરશે. નાણામંત્રાલય તરફથી 75 રૂપિયાનો સિક્કો ડિઝાઈન કરવામાં આવ્યો છે. નવી સંસદના નિર્માણમાં દેશના મોટાભાગના રાજ્યોમાંથી લાવવામાં આવેલી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
ક્યાંથી શું આવ્યુંઃ આમાં મહારાષ્ટ્રના નાગપુરથી લાવેલા સાગના લાકડાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. રાજસ્થાનના સરમથુરાથી લાવવામાં આવેલ સેન્ડસ્ટોન લગાવવામાં આવ્યા છે. આ પથ્થરનો ઉપયોગ લાલ કિલ્લા અને હુમાયુના મકબરામાં કરવામાં આવ્યો હતો. યુપીના મિર્ઝાપુરથી લાવેલી કાર્પેટ બિછાવી દેવામાં આવી છે. ત્રિપુરામાંથી મળેલા વાંસના લાકડાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. રાજસ્થાનના રાજનગર અને યુપીના નોઈડામાંથી પથ્થર બનાવટી કામો મંગાવવામાં આવ્યા છે. નવી સંસદમાં સ્થાપિત રાષ્ટ્રીય પ્રતીક અશોક સ્તંભમાં વપરાયેલી વસ્તુઓ મહારાષ્ટ્રના ઔરંગાબાદ અને રાજસ્થાનના જયપુરથી લાવવામાં આવી હતી. સંસદ માટે તૈયાર કરવામાં આવેલી ખાસ પ્રકારની ઈંટ ઉત્તર પ્રદેશથી આવી છે.
ગ્રેનાઈટ રાજસ્થાનથીઃ અંદરની તરફ લગાવવામાં આવેલા લાલ પથ્થર રાજસ્થાનની લાવવામાં આવ્યા છે. જ્યારે બીજા સેક્શનમાં મૂકવામાં આવેલા ગ્રેનાઈન્ટ્સ અને કેસરી પથ્થર અજમેરથી લાવવામાં આવ્યા છે. કેસરી પથ્થર માટે ખાસ ઉદેપુર જિલ્લાની પસંદગી કરાઈ હતી. જ્યારે સફેદ પથ્થર માટે સારમથુરામાં ખાસ ઓર્ડર અપાયો હતો.
મુંબઈમાંથી ઈન્ટિરિયરઃ અંદર જોવા મળતું તમામ પ્રકારનું ઈન્ટિરિયર મુંબઈમાંથી તૈયાર કરવામાં આવ્યું છે. જુદા જુદા સેક્શનમાં બેન્ચથી લઈને ડોર સુધીની તમામ લાકડાની વસ્તુઓ મુંબઈથી આવી છે. જોકે, હાલમાં તમામ સેક્શન શરૂ કરાયા નથી. આવનારા સમયમાં એ તમામ સેક્શન શરૂ કરીને વિધિસર શરૂઆત કરવામાં આવશે. આ ઉપરાંત વડપ્રધાન મોદીએ સેંગોલની સ્થાપના કરી હતી. વડાપ્રધાન મોદી સાથે લોકસભા સ્પીકર ઓમ પ્રકાશ બિરલા પણ હાજર રહ્યા છે.
ગુજરાત ક્નેક્શનઃ લોકસભા અને રાજ્યસભાની છત પર લાગેલા સિલિંગ સ્ટીલ દમણ અને દીવથી આવેલું છે. જ્યારે અશોકસ્તંભ બનાવવા માટેની તમામ સામગ્રી મહારાષ્ટ્રના ઔરંગાબાદથી આવેલી છે. જ્યારે દિવાલ પર બનેલી તમામ કલાકૃતિઓ ઈન્દૌરથી લાવાવમાં આવી છે.