- બિમાર અને અત્યંત આવશ્યક કામ માટે જનારા વાહનોને પણ છૂટ મળશે
- નેપાળ જનારા ભારતીયોએ કોરોના રિપોર્ટ રજૂ કરવો પડશે અથવા તો કરાવવો પડશે
- નેપાળ બોર્ડર પર ગડ્ડા ચોકી ખાતે ફોર્મ ભરવુ પડશે, જેમાં નેપાળની સુરક્ષા એજન્સી લોકોની મદદ કરશે
ચંપાાવત (ઉત્તરાખંડ): 11 મહિના બાદ ભારત-નેપાળ સરહદ કેટલીક શરતો સાથે ખુલ્લી મુકવામાં આવી છે. જેના કારણે કામથી નેપાળ જનારા ભારતીય નાગરિકોએ રાહતનાં શ્વાસ લીધા છે. નેપાળ વહીવટીતંત્રે કેટલીક શરતો સાથે સરહદ ખોલી દીધી છે. પરંતુ આ તમામ શરતોનું પાલન કરવું સામાન્ય ભારતીય નાગરિક માટે ખૂબ જ જટિલ લાગે છે. નેપાળ સરકારે ભારતીયોને પ્રવેશવા માટે શરતો આધીન મંજૂરી તો આપી છે, પરંતુ હજુ સુધી ભારતીય નાગરિકોનાં ખાનગી વાહનોને નેપાળમાં પ્રવેશવાની મંજૂરી આપી નથી.
સિદ્ધનાથ બાબાના દર્શન કરવા ગયેલા ભક્તોને કોરોના ટેસ્ટ કર્યા વગર જવાની મંજૂરી
SDM હિમાંશુ કફલ્ટિયાએ જણાવ્યું હતું કે, તેમણે નેપાળના ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ સાથે વાતચીત કરી હતી. જેના પર તેમણે કહ્યું કે, નેપાળ વહીવટીતંત્રે સરહદ ખોલવાની વાત કરી છે અને નેપાળ વહીવટીતંત્ર દ્વારા બનાબાસા અને તનકપુર સરહદ ખોલવામાં આવી છે, પરંતુ નેપાળ સરકારે પણ સરહદમાં પ્રવેશ માટે કેટલીક શરતો મૂકી છે. નિર્ણય લેવામાં આવ્યો છે કે, ભારતીય ખાનગી વાહનોનાં નેપાળ પ્રવેશ પર પ્રતિબંધ રહેશે. ફક્ત પરિવહન અથવા જરૂરિયાતનો સામાન વહન કરતા વાહનોને જવાની મંજૂરી આપવામાં આવશે. વધુમાં જણાવ્યું હતું કે, નેપાળનાં ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટે પૂર્ણાગિરિ મેળા દરમિયાન બ્રહ્મદેવ સ્થિત સિદ્ધનાથ બાબાના દર્શન કરવા ગયેલા ભક્તોને કોરોના ટેસ્ટ કર્યા વગર જવાની મંજૂરી આપવામાં આવશે. તેઓએ મંદિરની મુલાકાત લઈને પરત ભારત આવવું પડશે.