ETV Bharat / bharat

મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવાર્ડ: ગોલ્ડન બોય નીરજ ચોપરા,લોવલિના બોર્ગોહેન સહીત 11 ખેલાડીઓની ભલામણ

author img

By

Published : Oct 28, 2021, 10:04 AM IST

Khel ratna awards announcement: પસંદગી સમિતિએ મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવાર્ડ માટે ગોલ્ડન બોય નીરજ ચોપરા સહીત ટોક્યો ઓલિમ્પિક્સની બ્રોન્ઝ મેડલ વિજેતા બોક્સર લોવલિના બોર્ગોહેન, અનુભવી હોકી ગોલકીપર પીઆર શ્રીજેશ અને મહિલા ક્રિકેટ ટેસ્ટ કેપ્ટન મિતાલી રાજની પણ ભલામણ કરી છે.

મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવાર્ડ:
મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવાર્ડ:

નવી દિલ્હી: ટોક્યો ગેમ્સમાં વ્યક્તિગત ઓલિમ્પિક ગોલ્ડ જીતનાર માત્ર બીજા ભારતીય ભાલા ફેંકના ખેલાડી એવા ગોલ્ડન બોય નીરજ ચોપરા અને સિલ્વર મેડલ વિજેતા કુસ્તીબાજ રવિ દહિયાની ખેલ રત્ન માટે ભલામણ (Khel ratna awards announcement) કરવામાં આવી છે. આ સાથે, આ સર્વોચ્ચ સન્માન પ્રાપ્ત કરવા માટે વધુ 11 ખેલાડીઓની ભલામણ (11 recommended for Khel Ratna) કરવામાં આવી છે.

મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ માટે ભલામણ

પસંદગી સમિતિએ મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ માટે ટોક્યો ઓલિમ્પિક્સની બ્રોન્ઝ મેડલ વિજેતા બોક્સર લોવલિના બોર્ગોહેન, અનુભવી હોકી ગોલકીપર પીઆર શ્રીજેશ અને મહિલા ક્રિકેટ ટેસ્ટ કેપ્ટન મિતાલી રાજની પણ ભલામણ કરી છે. આ ઉપરાંત પ્રતિષ્ઠિત ભારતીય ફૂટબોલ ટીમના કેપ્ટન સુનીલ છેત્રી આ સન્માન માટે પસંદ થનાર દેશના પ્રથમ ફૂટબોલર બન્યા છે.

ગત વર્ષે પાંચ ખેલાડીઓની પસંદગી થઇ હતી

ગત વર્ષે આ એવોર્ડ માટે પાંચ ખેલાડીઓની પસંદગી કરવામાં આવી હતી, જ્યારે ચારની પસંદગી 2016ની રિયો ગેમ્સ બાદ કરવામાં આવી હતી. આ વખતે આ પુરસ્કારોની જાહેરાતમાં વિલંબનું કારણ ટોક્યો પેરાલિમ્પિક્સ (24 ઓગસ્ટથી 5 સપ્ટેમ્બર) હતું જેમાં સમિતિએ પેરા-એથ્લેટ્સના પ્રદર્શન પર વિચાર કરવા માટે થોડો સમય વિરામ લેવાનું નક્કી કર્યું હતું.

જેમણે ટોક્યો પેરાલિમ્પિક્સમાં એક-એક ગોલ્ડ જીત્યો

તેથી આ વખતે શૂટર્સ અવની લેખારા અને મનીષ નરવાલ, ભાલા ફેંકનાર સુમિત અંતિલ, શટલર પ્રમોદ ભગત અને કૃષ્ણા નાગર (જેમણે ટોક્યો પેરાલિમ્પિક્સમાં એક-એક ગોલ્ડ જીત્યો છે)ની ખેલ રત્ન માટે ભલામણ કરવામાં આવી છે. સમિતિએ અર્જુન પુરસ્કાર માટે 35 એથ્લેટ્સને શોર્ટલિસ્ટ કર્યા હતા, જે ગયા વર્ષે એવોર્ડ મેળવનારાઓની સંખ્યા કરતા આઠ વધુ છે. જેમાં ક્રિકેટર શિખર ધવન, પેરા ટીટી પ્લેયર ભાવના પટેલ, પેરા શટલર સુહાસ યથિરાજ અને હાઈ જમ્પર નિષાદ કુમારને અર્જુન એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા છે.

હોકી ટીમના સભ્યોને પણ અર્જુન એવોર્ડ

આ ઉપરાંત ઓલિમ્પિકમાં ઐતિહાસિક બ્રોન્ઝ મેડલ જીતનાર મેન્સ હોકી ટીમના સભ્યોને પણ અર્જુન એવોર્ડ આપવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.