ETV Bharat / bharat

Neeraj Chopra car accident: ગોલ્ડન બોય તરીકે જાણીતા નીરજ ચોપરાની કારને પાનીપતમાં નડ્યો અકસ્માત - Neeraj Chopra Uncle

ગોલ્ડન બોય તરીકે જાણીતા નીરજ ચોપરાની કારનો પાનીપતમાં અકસ્માત થયો છે (Neeraj Chopra car accident). હરિયાણા રોડવેઝની પંચકુલા ડેપોની બસે નીરજ ચોપરાની કારને ટક્કર મારી હતી. કારમાં નીરજ ચોપરાના કાકા ભીમ ચોપરા હતા.

Neeraj Chopra car accident: ગોલ્ડન બાય તરીકે જાણીતા નીરજ ચોપરાની કારને પાનીપતમાં નડ્યો અકસ્માત

author img

By

Published : May 6, 2022, 6:35 PM IST

Updated : May 6, 2022, 7:05 PM IST

પાનીપત: ગોલ્ડન બોય તરીકે જાણીતા નીરજ ચોપરાના વાહનને પાનીપતમાં અકસ્માત નડ્યો છે (Neeraj Chopra car accident). હરિયાણા રોડવેઝની બસે નીરજ ચોપરાની કારને ટક્કર મારી હતી. કારમાં નીરજ ચોપરાના કાકા ભીમ ચોપરા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે, બસ ડ્રાઈવરની બેદરકારીના કારણે આ અકસ્માત થયો હતો. સદનસીબે આ અથડામણમાં નીરજ ચોપરાના કાકાનો આબાદ બચાવ થયો હતો અને અકસ્માત (panipat Neeraj Chopra car accident )માં કોઈ મોટું નુકસાન થયું ન હતું.

આ પણ વાંચો: કોલકાતામાં શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો બીજેપી કાર્યકરનો મૃતદેહ, પીડિત પરિવારને મળવા જશે શાહ

આ અકસ્માતમાં ગોલ્ડ મેડલ વિજેતા નીરજ ચોપરાની XUV 700ને નુકસાન થયું હતું. નીરજ ચોપરાની કારમાં તેમના કાકા (Neeraj Chopra Uncle) ભીમ ચોપરા પોતે કાર ચલાવી રહ્યા હતા. તે જ સમયે, અકસ્માત પછી, ભીમ ચોપરા અને રોડવેઝ ડ્રાઇવર વચ્ચે બોલાચાલી થઈ હતી. આ દરમિયાન રોડવેઝના ડ્રાઈવર અને ઓપરેટરે પણ કહ્યું કે, તેઓનુ હરિયાણાના સીએમ મનોહર લાલ ખટ્ટર દ્વારા પણ કઇ બગાડવામાં ન આવે. ભીમ ચોપરા પણ આ બાબતને લઈને ગુસ્સે થઈ ગયા અને એસપીને સ્થળ પર બોલાવ્યા.

આ પણ વાંચો: 13 સર્જરી અને હાડકાંમાં 100 ફ્રેક્ચર હોવા છતાં, કાશીની આ દીકરી કરી રહી છે કમાલ

જ્યારે ડ્રાઇવર અને ઓપરેટરને મામલાની ગંભીરતા સમજાઈ, ત્યારે બંનેએ ભીમ ચોપરાની હાથ જોડીને માફી માંગી. બંનેની આ હૃદયસ્પર્શી અપીલ સાંભળ્યા બાદ ભીમ ચોપરાએ તેમને માફ કરી દીધા, ભવિષ્ય માટે ચેતવણી આપી અને તેમને જવા દીધા. નીરજ ચોપરાના કાકા ભીમ ચોપરાએ જણાવ્યું કે, તે યમુના એન્ક્લેવથી જીટી રોડ પર દિલ્હી લેન્ડ તરફ જઈ રહ્યા હતા. તેમની સાથે હરિયાણા રોડવેઝની બસ પણ દોડતી હતી. બંને પોતપોતાની બાજુએ હતા, પરંતુ આ દરમિયાન હરિયાણા રોડવેઝના ડ્રાઈવરે બેદરકારી દાખવી અને તેની કારને સાઈડથી ટક્કર મારી.

Last Updated : May 6, 2022, 7:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.