ETV Bharat / bharat

Vice President Election 2022 : ખેડૂત પરિવારમાં જન્મેલા ધનખર મમતા સાથેના સંઘર્ષને લઈને રહ્યા હેડલાઈન્સમાં - જગદીપ ધનખડ કોણ છે

NDAએ 6 ઓગસ્ટે યોજાનારી ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી (vice president election 2022) માટે પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખરને (NDA Candidate Jagdeep Dhankhar) તેના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. ખેડૂત પરિવારમાં જન્મેલા ધનખર પહેલીવાર ઝુંઝુનુથી સાંસદ તરીકે ચૂંટાયા હતા. ચાલો જાણીએ તેમની રાજકીય સફર વિશે...

ખેડૂત પરિવારમાં જન્મેલા ધનખર મમતા સાથેના સંઘર્ષને લઈને રહ્યા હેડલાઈન્સમાં

author img

By

Published : Jul 17, 2022, 7:29 AM IST

હૈદરાબાદ: પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી (vice president election 2022) માટે NDAના ઉમેદવાર (NDA Candidate Jagdeep Dhankhar) હશે. ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ પાર્ટી હેડક્વાર્ટર ખાતે સંસદીય બોર્ડની બેઠક બાદ NDAના ઉમેદવાર તરીકે ધનખરની જાહેરાત કરી હતી. ધનખર અને બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જી જુલાઈ 2019 માં રાજ્યપાલ તરીકેનો પદભાર સંભાળ્યા ત્યારથી જ વિવાદમાં છે. તેમણે રાજ્ય સરકાર પર "અતિશય તુષ્ટિકરણ, સાંપ્રદાયિક સમર્થન અને માફિયા સિન્ડિકેટ વસૂલી" નો આરોપ મૂક્યો હતો.

આ પણ વાંચો : ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે NDAના ઉમેદવાર જાહેર, જાણો કોણ છે ધનખર

ચિત્તોડગઢની સૈનિક સ્કૂલમાંથી પ્રાથમિક શિક્ષણઃ 18 મે, 1951ના રોજ રાજસ્થાનના ઝુનઝુનુ જિલ્લાના અંતરિયાળ ગામ કિથાના (આદિવાસી વિસ્તાર)માં ગોકુલચંદ ધનખરના ગામમાં જન્મેલા ધનખરે ગામમાંથી પાંચમા ધોરણ સુધી અભ્યાસ કર્યા બાદ ગાર્ધનાની સરકારી માધ્યમિક શાળામાં પ્રવેશ મેળવ્યો હતો. આ બાદ, ચિત્તોડગઢની સૈનિક સ્કૂલમાંથી સ્કૂલનો અભ્યાસ પૂરો કર્યો હતો. જાટ સમુદાયમાંથી આવતા, ધનખરે ભૌતિકશાસ્ત્રમાં સ્નાતક પૂર્ણ કર્યા પછી રાજસ્થાન યુનિવર્સિટીમાંથી LLB કર્યું. જે પરિવારમાં પહેલા કોઈ વકીલ નહોતા, ત્યારે તે સમયે તેમણે વકીલાતમાં ઘણું નામ કમાયું હતું. તેમણે 1977થી રાજસ્થાન હાઈકોર્ટમાં પ્રેક્ટિસ શરૂ કરી હતી. 1986 માં, 35 વર્ષની ઉંમરે, ધનખર રાજસ્થાન હાઈકોર્ટ બાર એસોસિએશનના પ્રમુખ બન્યા હતા. તેઓ બાર કાઉન્સિલના સભ્ય પણ રહી ચૂક્યા છે. ધનખરે રાજસ્થાન હાઈકોર્ટ અને ભારતની સર્વોચ્ચ અદાલત બન્નેમાં પ્રેક્ટિસ કરી હતી. ( Who Is Jagdeep Dhankhar)

પ્રથમ વખત ઝુંઝુનુથી સાંસદ તરીકે ચૂંટાયાઃ 1989ની લોકસભા ચૂંટણીમાં તેઓ જનતા દળના ઉમેદવાર તરીકે ઝુનઝુનુથી સાંસદ તરીકે ચૂંટાયા હતા. આ પછી તેઓ 1990માં વીપી સિંહની સરકારમાં સંસદીય બાબતોના રાજ્યકક્ષાના પ્રધાન તરીકે પણ રહ્યા હતા. 1991માં તેઓ જનતા દળ છોડીને કોંગ્રેસમાં જોડાયા હતા. 1991માં તેમણે કોંગ્રેસની ટિકિટ પર અજમેરથી લોકસભાની ચૂંટણી લડી હતી, પરંતુ ભાજપના રસા સિંહ રાવત સામે તેઓ હારી ગયા હતા. 1993માં ધનખર અજમેર જિલ્લાના કિશનગઢ મતવિસ્તારમાંથી રાજસ્થાન વિધાનસભામાં ચૂંટાયા હતા. 2003 માં તેઓ કોંગ્રેસમાંથી મોહભંગ ગુમાવ્યા અને વસુંધરા રાજેના પ્રદેશ અધ્યક્ષ બન્યા પછી ભાજપમાં જોડાયા હતા. તેઓ લોકસભા અને રાજસ્થાન વિધાનસભા બન્નેમાં મહત્વપૂર્ણ સમિતિઓનો ભાગ હતા. તેઓ રાજસ્થાન ઓલિમ્પિક એસોસિએશન અને રાજસ્થાન ટેનિસ એસોસિએશનના પ્રમુખ પણ હતા. બાદમાં જુલાઈ 2019 માં તેમને પશ્ચિમ બંગાળના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : Presidential Election 2022 : મુર્મુ માત્ર 'નામથી જ રાષ્ટ્રપતિ' ન રહે : યશવંત સિંહા

મમતા સાથે હંમેશા તકરાર : પશ્ચિમ બંગાળના રાજ્યપાલ બન્યા બાદથી તેઓ મમતા સાથેના મુકાબલાને લઈને હેડલાઈન્સમાં રહ્યા છે. ધનખરે બંગાળની ચૂંટણી બાદ રાજ્યમાં થયેલી રાજકીય હિંસા માટે મમતા સરકારને સીધો જવાબદાર ઠેરાવી હતી. ધનખરે ભાજપના કાર્યકર્તાઓ પર હુમલા માટે રાજ્યની મમતા સરકાર પર નિશાન સાધ્યું હતું અને કહ્યું હતું કે, 'તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે કે તેમની કામ કરવાની શૈલી એવી છે કે મને દબાણ કરવામાં આવે છે. મને આશા છે કે તે બંધારણની ભાવનાને સમજશે અને સાચા માર્ગ પર આવશે. મને આશા છે કે તેમની સરકાર તેને પ્રથમ પ્રાથમિકતા આપશે અને મારા પર દબાણ નહીં કરે." ધનખરને મમતા સાથે એટલો સંઘર્ષ થયો કે, TMCએ રાષ્ટ્રપતિને પણ મળીને તેમને રાજ્યપાલ પદેથી હટાવવાની ભલામણ કરી હતી. ઉલ્લેખનીય છે કે, ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ 19 જુલાઈ છે અને ચૂંટણી 6 ઓગસ્ટે યોજાવાની છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.