ETV Bharat / bharat

હાઈડ્રોજન બોમ્બ: નવાબ મલિકે કહ્યું- ફડણવીસના સંરક્ષણમાં નકલી નોટોની રમત - નવાબ મલિકની પ્રેસ કોન્ફરન્સ

જમીનના સોદા, 'અંડરવર્લ્ડ' સાથેના સંબંધો પર દેવેન્દ્ર ફડણવીસ અને નવાબ મલિક સામસામે છે. મહારાષ્ટ્રના પ્રધાન નવાબ મલિકની પ્રેસ કોન્ફરન્સ ચાલી રહી છે. ગઈકાલે ફડણવીસે કરેલા સવાલોનો નવાબ મલિકે જવાબ આપ્યો હતો, ત્યારે મહારાષ્ટ્રના પ્રધાન અને NCPના નેતા નવાબ મલિકે આજે બુધવારે પૂર્વ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ દ્વારા કરવામાં આવેલા આરોપોનો જવાબ આપ્યો હતો. નવાબ મલિકે પત્રકાર પરિષદમાં કહ્યું કે, દેવેન્દ્ર ફડણવીસ હજારો કરોડની ખંડણીમાં સામેલ છે. નકલી નોટોનું કામ ફડણવીસના સંરક્ષણમાં ચાલી રહ્યું હતું.

NAWAB MALIK
NAWAB MALIK
author img

By

Published : Nov 10, 2021, 10:36 AM IST

Updated : Nov 10, 2021, 11:49 AM IST

  • પ્રધાન અને NCP નેતા નવાબ મલિકે દેવેન્દ્ર ફડણવીસ સામે ફોડ્યો હાઈડ્રોજન બોમ્બ
  • દેવેન્દ્ર ફડણવીસ હજારો કરોડની ખંડણીમાં સામેલ છે : નવાબ મલિક
  • દેવેન્દ્ર ફડણવીસના આશ્રય હેઠળ નકલી નોટોનું કામ ચાલી રહ્યું હોવાનો આરોપ

મુંબઈ મહારાષ્ટ્ર : પ્રધાન અને NCP નેતા નવાબ મલિકે આજે બુધવારે પૂર્વ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ દ્વારા કરવામાં આવેલા આરોપોનો જવાબ આપ્યો હતો. નવાબ મલિકે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, દેવેન્દ્ર ફડણવીસ હજારો કરોડની ખંડણીમાં સામેલ છે અને મુખ્યપ્રધાન રહીને તેમણે અંડરવર્લ્ડના લોકોને મોટા હોદ્દા પર બેસાડ્યા હતા. મલિકે કહ્યું કે, દેશમાં પાંચ વર્ષ પહેલા નોટબંધી થઈ હતી. દેશમાં 2000 અને 500ની નકલી નોટો પકડાવા લાગી, પરંતુ મહારાષ્ટ્રમાં એક વર્ષમાં નકલી નોટનો એક પણ કેસ નોંધાયો નથી, કારણ કે દેવેન્દ્ર ફડણવીસના આશ્રય હેઠળ નકલી નોટોનું કામ ચાલી રહ્યું હતું.

નકલી નોટો ચલાવનારાઓને તત્કાલિન સરકારનું રક્ષણ

તેમણે કહ્યું કે 8 ઓક્ટોબર, 2017ના રોજ ડિરેક્ટોરેટ ઑફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI) એ BKC (બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ) પર દરોડા પાડ્યા હતા, જેમાં 14.56 કરોડ રૂપિયાની નકલી નોટો પકડાઈ હતી, પરંતુ જપ્તીમાં 8.80 લાખ રૂપિયા બતાવવામાં આવ્યા હતા. દેવેન્દ્ર ફડણવીસે મામલો થાળે પાડ્યો હતો. નકલી નોટો ચલાવનારાઓને તત્કાલિન સરકારનું રક્ષણ હતું. મલિકે કહ્યું કે, નકલી ચલણનો કારોબાર બાંગ્લાદેશમાં ISI-પાકિસ્તાન-દાઉદ દ્વારા ફેલાયેલો છે.

ફડણવીસના અને સમીર વાનખેડે સાથે સારા સંબંધો

તેમણે કહ્યું કે, ફડણવીસના NCB ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડે સાથે સારા સંબંધો છે, તેથી તેઓ તેમને બચાવવા માટે કામ કરી રહ્યા છે. નવાબ મલિકે કહ્યું કે, મુખ્યપ્રધાનના કાર્યકાળ દરમિયાન દેવેન્દ્ર ફડણવીસે અંડરવર્લ્ડના ઘણા લોકોને પદો પર મૂક્યા છે. મલિકે પૂછ્યું, 'તમે નાગપુરના ગુંડા મુન્ના યાદવને આ પદ કેમ આપ્યું ? બાંગ્લાદેશી હૈદર આઝમને ભારતીય નાગરિક બનાવવાનું કામ ફડણવીસે કર્યું અને તેમને પદ આપ્યું. વધુમાં મલિકે પૂછ્યું કે, 'તમારા કહેવા પર આખા મહારાષ્ટ્રમાં વસૂલીનું કામ થઈ રહ્યું હતું કે નહીં ? શું તે બિલ્ડરો પાસેથી વસૂલાત હતી કે નહીં ?'

હાજી અરાફાતના ભાઈને બચાવવાનું કામ કર્યું છે: નવાબ

આ ક્રમમાં નવાબ મલિકે કહ્યું કે, 'દેવેન્દ્ર ફડણવીસ, કહો રિયાઝ ભાટી કોણ છે? તે નકલી પાસપોર્ટ સાથે ઝડપાયો હતો. રિયાઝ બધા પ્રોગ્રામમાં તમારી સાથે કેમ દેખાય છે ? દેશના વડાપ્રધાનના કાર્યક્રમમાં કેવી રીતે હાજરી આપી ? રિયાઝ ભાટીએ વડાપ્રધાન સાથે ફોટો પડાવ્યો હતો. તેમણે કહ્યું, 'ફડણવીસે નકલી ચલણના કેસને હળવો કરવાનું અને હાજી અરાફાતના ભાઈને બચાવવાનું કામ કર્યું છે.'

રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલો મુદ્દો

દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે, આ રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલો મુદ્દો છે. મુંબઈ બ્લાસ્ટના આરોપી શાહ વલી ખાન જેલમાં છે. સલીમ પટેલ દાઉદનો માણસ છે. કુર્લામાં લગભગ 3 એકર જમીન 20 લાખમાં વેચાઈ હતી. નવાબ મલિકના પરિવારે આ જમીન અંડરવર્લ્ડ પાસેથી ખરીદી છે. દાઉદના નજીકના મિત્રો પાસેથી જમીન ખરીદી હતી. સવાલ એ થાય છે કે, નવાબ મલિકે મુંબઈ બ્લાસ્ટના ગુનેગારો પાસેથી જમીન શા માટે ખરીદી ?

અંડરવર્લ્ડ સાથે કનેક્શન

તેમણે કહ્યું હતું કે, નવાબ મલિકની ચાર પ્રોપર્ટીના અંડરવર્લ્ડ સાથે કનેક્શન છે. અંડરવર્લ્ડ સાથે તેનું કનેક્શન દેખાઈ રહ્યું છે. તેણે વધુમાં કહ્યું કે, અંડરવર્લ્ડે મુંબઈને હચમચાવી નાખવાનું ષડયંત્ર રચ્યું હતું અને નવાબ મલિકે તેમની સાથે લેવડ-દેવડ કરી હતી.

મલિકના જમાઈના ઘરેથી ગાંજો: ફડણવિસ

ઉલ્લેખનીય છે કે, નવાબ મલિકે કહ્યું હતું કે, 'સોમવારે દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે નવાબ મલિકના જમાઈના ઘરેથી ગાંજો મળી આવ્યો છે. દેવેન્દ્ર જી તમારા સૌથી નજીકના વાનખેડે (NCB અધિકારી) છે, પંચનામું મંગાવી લો. નવાબ મલિકના જમાઈના ઘરેથી કોઈ વાંધાજનક વસ્તુ મળી નથી, તેનું પંચનામું છે.

દેવેન્દ્ર ફડવીસનો બોમ્બ તો ફૂટ્યો જ નહીં: મલિક

મંગળવારે નવાબ મલિકે કહ્યું હતું કે, "દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે, દિવાળી પછી ફટાકડા ફૂટશે." નવાબ મલિકે કહ્યું કે, "મારા પર 62 વર્ષના જીવનમાં અથવા જનપ્રતિનિધિ તરીકે ક્યારેય કોઈએ આક્ષેપો કર્યા નથી. તમને (દેવેન્દ્ર ફડણવીસ) માહિતી આપતા લોકો કાચા ખેલાડીઓ છો. આવતીકાલે સવારે 10 વાગ્યે દેવેન્દ્રની અંડરવર્લ્ડની રમત શું છે તેની માહિતી આપીશ. દેવેન્દ્ર, તારો બોમ્બ તો ફૂટ્યો જ નથી. હવે નવાબ મલિક બોમ્બ નહીં, હાઈડ્રોજન બોમ્બ ફેંકશે. આવતીકાલ સુધી રાહ જુઓ."

બોમ્બ વિસ્ફોટના આરોપીઓ સાથે સંબંધ હોવાનું વાતાવરણ ઉભું કરવામાં આવ્યું: મલિક

તેમણે કહ્યું કે, નવાબ મલિકના બોમ્બ વિસ્ફોટોના આરોપીઓ સાથે સંબંધ હોવાનું વાતાવરણ ઉભું કરવામાં આવ્યું હતું. આજે એક જગ્યાને લઇને તમે લોકોની સામે કેટલાક કાગળો રાખ્યા કે, અમે 1.5 લાખ ફૂટ જમીન મફતના ભાવે માફિયાઓ મારફતે ખરીદી."

Last Updated : Nov 10, 2021, 11:49 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.