ETV Bharat / bharat

Salim Durrani Passed Away: દર્શકોની ડિમાન્ડ પર સિક્સર મારતા ક્રિકેટર સલીમ દુરાનીએ કહ્યુ અલવિદા...

જામનગરના રહીશ અને ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર સલીમ દુરાનીનું 86 વર્ષની વયે આજે નિધન થયું છે. તેઓની તબિયત ઘણાં સમયથી નાદુરસ્ત રહેતી હતી. ભારતના સર્વ પ્રથમ અર્જુન એવોર્ડ જીતનાર ક્રિકેટર સલીમ દુરાની છે. આજે સવારે તેમના નિવાસસ્થાને સલીમ દુરાનીએ અંતિમ શ્વાસ લીધા છે. તેમના દુઃખદ અવસાનથી ક્રિકેટ રસિકોમાં ભારે દુઃખની લાગણી ફેલાઈ છે.

Salim Durrani Passed Away: દર્શકોની ડિમાન્ડ પર સિક્સર મારતા ક્રિકેટર સલીમ દુરાનીએ કહ્યુ અલવિદા...
Salim Durrani Passed Away: દર્શકોની ડિમાન્ડ પર સિક્સર મારતા ક્રિકેટર સલીમ દુરાનીએ કહ્યુ અલવિદા...
author img

By

Published : Apr 2, 2023, 10:50 AM IST

જામનગર: જામનગરએ ક્રિકેટરોની ભૂમિ છે. જામનગરને ક્રિકેટનું કાશી કહેવામાં આવે છે. અહીંથી વિનુ માકડ સલીમ દુરાની જેમના નામે રણજી ટ્રોફી રમાય છે, તેવા જામ રણજીતસિંહ. ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કપ્તાન અજય જાડેજા અને હાલના વિશ્વના નંબર વન ઓલ રાઉન્ડર રવિન્દ્ર જાડેજા પણ જામનગરની ભૂમિ પર ક્રિકેટ રમી રહ્યા છે. સિક્સરના બેતાજ બાદશાહ ગણાતા હતા ક્રિકેટર સલીમ દુરાની છેલ્લા 3 મહિનાથી પગના ફ્રેક્ચરના ઓપરેશન બાદ એમની તબિયત નાજુક રહેતી હતી. સલીમ દુરાની દર્શકોની ડિમાન્ડ પર સિક્સર મારવામાં માહેર હતા. તેઓ ઇંગ્લેડમાં ટેસ્ટ મેચ દરમિયાન દર્શકોએ સમગ્ર મેદાનમાં સિક્સર સિક્સરના નારા લાગ્યા ત્યારે એક એક બોલ પર સિક્સ મારી સૌને આચાર્યમાં મૂકી દીધા હતા.

ક્રિકેટની દુનિયામાં વિખ્યાત નામ: વાતચીતવિતેલી પેઢીના એક એવા ખ્યાતનામ ક્રિકેટર સલીમ દુરાની જામનગરમાં રહેતા અને ક્રિકેટની દુનિયામાં વિખ્યાત નામ ધરાવતાં અને આજના યુવા ક્રિકેટરો માટે પણ દ્રષ્ટાંત રૂપ અને સિકસરના શહેનશાહ ગણાવાયેલા સલીમ દુરાની જામનગર ખાતે ગેલેકસી ટોકીઝ સામે ધણશેરીની ખાડમાં રહે છે. સમયાંતરે અચુક તેઓ ક્રિકેટ બંગલાની મુલાકાતે જાય છે. આજે પણ જયારે નવ લોહીયા ક્રિકેટરો દુરાની સાહેબને જુએે છે. ત્યારે એમની પાસે દોડી જાય છે અને અત્યંત માયાળુ સ્વભાવના કારણે તેઓ ખાસી એવી લોકપ્રિયતા પણ ધરાવે છે. સલીમ દુરાની વિતેલી પેઢીના એક એવા ખ્યાતનામ ક્રિકેટર છે કે, જેમણે પોતાના કાળમાં સીકસરના શહેનશાહ તરીકેનું બિરૂદ મેળવ્યું હતું.

અફઘાનિસ્તાનના કાબુલમાં જન્મ: 11 ડીસેમ્બર 1934ના રોજ અફઘાનિસ્તાનના કાબુલમાં જન્મેલા સલીમ દુરાનીને બે દિવસ બાદ જ એમના જન્મદિન નિમિતે 85 વર્ષ પૂર્ણ થશે અને 86 વર્ષમાં તેઓ પ્રવેશ કરશે. આમ તો સલીમ દુરાનીએ પોતાના ક્રિકેટ કાળમાં અનેક ઇતિહાસ રચ્યા છે. 13 વર્ષ સુધી તેઓ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમ્યા હતાં અને 1964માં એમણે ભારતના પ્રથમ ક્રિકેટર તરીકે અર્જુન એવોર્ડ મેળવ્યો હતો.અર્જુન એવોર્ડથી સન્માનિત થયા છે દુરાનીવિશ્વ વિખ્યાત પૂર્વ ભારતીય ક્રિકેટર અને જામનગરના ઘરેણા સમાન સલીમ દુરાની ભારતીય ક્રિકેટ ટીમ વતી 29 ટેસ્ટ મેચ રમી ચૂક્યા છે. ક્રિકેટ ઉપરાંત તેઓએ હિન્દી ફિલ્મોમાં પણ અભિનય કર્યો હતો. તેમની સફળ ક્રિકેટ કારર્કીદી બદલ ભારત સરકાર દ્વારા તેઓને અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

Arijit Touched Dhoni Feet: અરિજિત સિંહે મહેન્દ્ર સિંહ ધોનીના ચરણ સ્પર્શ કરતા સર્જાયો અદભૂત નજારો

ક્રિકેટર પિતાના પુત્રએ સિક્સરના શહેનશાહ તરીકે બિરુદ મેળવ્યું: અફઘાનિસ્તાનમાં જન્મેલા જામનગરના પનોતા પુત્ર સલીમ દુરાનીના પિતાજી અઝીઝ દુરાની પોતે પણ એક ક્રિકેટર હતા. ભારત પાકિસ્તાનના ભાગલા થતા ઘણા લોકો સ્થળાંતર થયા તેમાં તેઓ પણ પાકિસ્તાન ચાલ્યા ગયા હતા. જોકે, પુત્ર સલીમ દુરાનીને જામનગર ખાતે રાખવામાં આવ્યા હતા. અહીં 11 વર્ષની ઉંમરે જ સલીમ દુરાનીએ ક્રિકેટમાં ડંકો વગાડ્યો હતો. બાદમાં સલીમ દુરાનીના પિતાએ પાકિસ્તાનમાં ક્રિકેટરો તૈયાર કરવાનું બીડું ઝડપ્યું હતું. અનેક નવલોહિયા યુવકોને અજીઝ દુરાનીએ ક્રિકેટર બનાવ્યા છે. પાકિસ્તાની ક્રિકેટર મોહમ્મદ હફીઝની શોધ અજીઝ દુરાનીએ કરી હતી. તેઓ પાકિસ્તાનમાં માસ્ટર દુરાની તરીકે પ્રખ્યાત થયા હતા.

NO દુરાની NO ટેસ્ટના લાગ્યા હતા પોસ્ટર: દુરાનીએ 25 જેટલા ટેસ્ટ રમ્યા છે. જેમાં 1200 થી વધુ રન બનાવ્યા છે અને 85 જેટલી વિકેટ ઝડપી છે. લાંબી સિક્સર મારવી એ દુરાનીનો પહેલેથી જ શોખ હતો. ટેસ્ટ મેચમાં તેઓ ધૂંઆધાર બેટિંગ કરતા હતા. જેના કારણે દર્શકો પણ સલીમ દુરાનીના ચાહક બની ગયા હતા. એક વખત દુરાનીને ટીમમાંથી પડતા મૂકવામાં આવ્યા હતા. ત્યારે સ્ટેડિયમની બહાર લોકો પોસ્ટર લગાવી સલીમ દુરાનીને ફરી ટીમમાં લેવા માટે માંગણી કરતા જોવા મળી રહ્યા હતા.

IPL 2023 PBKS vs KKR : પંજાબ ડકવર્થ-લુઈસના નિયમ હેઠળ 7 રનથી મેચ જીત્યું

સલીમ દુરાનીના મિત્રએ કહી અનસુની કહાની: જામનગરના વામનભાઈ જાનીએ રણજી ટ્રોફી રમેલા પ્લેયર છે. તેમને જામનગરના રાજવીઓએ અભ્યાસ અર્થે ઇંગ્લેન્ડ મોકલ્યા હતા. અહીં પણ તેમણે બેસ્ટ ક્રિકેટ રમ્યું હતું. તેઓ સલીમભાઈ સાથે નાનપણથી જોડાયેલા છે. તેઓ જણાવી રહ્યા છે કે, સલીમભાઈ દુરાનીના વખતે પુરતા સાધનો પણ મળતા ન હતા. આજના યુગમાં જે પ્રકારની ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તેઓ ઉપયોગ ત્યારે થતો નહોતો. પણ સલીમ દુરાની સમગ્ર ભારતના તેમજ દેશ-વિદેશમાં બેસ્ટ ક્રિકેટ રમી પ્રખ્યાત થયા છે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.