- કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ ખોવાયેલ છે
- NSUIના રાષ્ટ્રીય મહાસચિવ નાગેશ કરિયપ્પાએ નોંધાવી ફરિયાદ
- દેશની જનતાએ ચૂંટેલા નેતાની સૌથી વધુ જરૂરત છે, ત્યારે જ નેતા ગાયબ છે
નવી દિલ્હી : કોરોના કહેર વચ્ચે પણ રાજકારાણ કરવાનું શરુ થઇ ગયું છે. કોંગ્રેસનું વિદ્યાર્થી પાંખ એટલે કે નેશનલ સ્ટુડન્ટ યુનિયન ઓફ ઇન્ડિયા(NSUI)ના રાષ્ટ્રીય મહાસચિવ નાગેશ કરિયપ્પાએ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ ખોવાઇ ગયા હોવા અંગેની ફરિયાદ દિલ્હી પોલીસમાં નોંધાવી છે.
આ પણ વાંચો - NASAએ વડાપ્રધાન મોદી સહિત 3 રાજકીય આગેવાનોના નામ મંગળ ગ્રહ પર મોકલ્યા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ જલ્દી મળી જશે
આ અંગે નાગેશ કરિયપ્પાએ જણાવ્યું હતું કે, કોરોના કાળમાં લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે, ત્યારે જનતાને તેમના નેતાની જરૂરત હોય છે તેવા સમયે જ નેતા ગાયબ થઇ જતા હોય છે. આવા સમયે તેમને આશા છે કે, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ જલ્દી મળી જશે, જે બાદ તેમને તેમની જવાબદારીથી અવગત કરાવવામાં આવશે.
આ પણ વાંચો - GMDCમાં બનાવવામાં આવેલી ધન્વંતરી કોવિડ હોસ્પિટલનું કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે નિરીક્ષણ કર્યું
જનતાએ ચૂંટેલા નેતાની સૌથી વધુ જરૂરત છે, ત્યારે જ નેતા ગાયબ છે
આ સાથે નાગેશ કરિયપ્પાએ જણાવ્યું હતું કે, સમગ્ર દેશ કોરોના સંક્રમણ સામે લડી રહ્યો છે, દેશનો દરેક નાગરિક મુશ્કેલમાં છે, તેવામાં રાજનેતાનું કર્તવ્ય છે કે, આવા સમયે પાર્ટી વિશેષ ન બની, સમગ્ર દેશ પ્રત્યે પોતાની જવાબદારી સમજીને આગળ આવે, પરંતુ હાલ જ્યારે દેશની જનતાએ ચૂંટેલા નેતાની સૌથી વધુ જરૂરત છે, ત્યારે જ નેતા ગાયબ છે.
આ પણ વાંચો - ગૃહપ્રધાન અમિત શાહ દ્વારા કોલવડા આયુર્વેદિક હોસ્પિટલ ખાતે ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ
અમિત શાહ દેશના ગૃહ પ્રધાન છો કે, ફક્ત રાજનૈતિક પાર્ટીના?
NSUIના રાષ્ટ્રીય અધ્યક્ષે જણાવ્યું હતું કે, નેતા જનતાના પ્રતિનિધિ છે, જો રાષ્ટ્રની સેવા કરવા માટે હોય છે, સંકટના સમયમાં ભાગવા માટે નહીં. આવા સમયે તેમને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને સવાલ કર્યો હતો કે, અમિત શાહ દેશના ગૃહ પ્રધાન છો કે, ફક્ત રાજનૈતિક પાર્ટીના?
આ પણ વાંચો - કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આર્યુવેદીક કોલેજમાં ઓક્સિજન પ્લાન્ટનું કર્યુ લોકાર્પણ