- આજે રાષ્ટ્રીય સાગર ખેડૂ દિવસ
- દેશમાં 2.8 કરોડથી વધુ માછીમારો
- 1957થી આ દિવસ મનાવવામાં આવે છે
હૈદરાબાદ : દર વર્ષે 10 જૂલાઈએ રાષ્ટ્રીય સાગર ખેડૂત દિવસ મનાવવામાં આવે છે. આ દિવસે મત્સ્યપાલન ક્ષેત્રથી જોડાયેલા શ્રેષ્ઠ ખેડૂતો અને માછીમારોને આ ક્ષેત્રના વિકાશમાં તેમના વિકાસમાં તેમના યોગદાન માટે માન્યતા આપવામાં આવે છે. મત્સ્ય ક્ષેત્રમાં 2.8 કરોડથી વધારે માછીમારો અને તેમને કડીથી જોડાયેલા કેટલાય લોકોને આજીવિકા આપે છે. આપણા દેશમાં કુલ કૃષિ નિર્યાતના 17 ટરા મત્સ્ય પાલન અને ફિશ પ્રોડેક્ટસથી થાય છે. દેશમા સમુદ્ર કિનારાનો મોટો ભાગ જે લગભગ 8,118 કિલોમીટર થશે. આ EEZ (Exclusive Economic Zone)માં આવે છે. EEZ એ સીમા છે જે દેશોને તેમની સરહદની અંદરના પાણીમાં રહેલા કુદરતી સંસાધનોને મત્સ્યઉદ્યોગ અને મત્સ્યઉદ્યોગ ઉદ્યોગો માટે નિયમન કરવાની મંજૂરી આપે છે.
રાષ્ટ્રીય મત્સ્ય કિશાન દિવસ
10 જૂલાઈ 1957ના દિવસે ઓરીસ્સાના કટક માં CIFRIના પૂર્વવર્તી પોંડ કલ્ચર ડિવિઝન (Pond Culture Division)માં કાર્પ (એક પ્રકારની માછલી) માં પ્રેરીત પ્રજનન તકનીક (Hypophysation) નુ સફળતા પૂર્વક પ્રદર્શન કર્યું હતું. મહાન વૈજ્ઞાનિક હીરા લાલ ચૌધરી અને ડો.અલીખુનીએ આ સફળતા મેળવી હતી. આ કાર્યક્રમનો ઉદ્દેશ મત્સ્યને સ્તત સ્ટોક અને સ્વસ્થ પરીવેશને સુનિશ્ચિત કરવા માટે દેશના મત્સ્યપાલન સંસાધનોને પ્રબંધિત કરવા માટેના રસ્તા બદલવામાં પર ધ્યાન કેન્દ્રીત કરવાનું છે.
આ પણ વાંચો : રાજ્યકક્ષાના મત્સ્ય પ્રધાન પરસોત્તમ સોલંકીની નારાજગી બાદ સરકારે માછીમારી સહાય બાબતનો હિસાબ જાહેર કર્યો
દેશને આત્મનિર્ભર બનાવવાનો પ્રયાસ
પ્રેરિત પ્રજનન તકનીરએ દેશને માછલી બીજ ઉત્પાદનમાં આત્મનિર્ભર બનાવ્યું છે. પ્રેરિત પ્રજનનની પહેલી સફળતાના ઉત્સવ માટે, ભારત સરકારે દર વર્ષે 10 જૂલાઈએ રાષ્ટ્રીય મત્સ્ય ખેડૂ દિવસના રૂપમાં ઉજવવાની ઘોષણા કરી છે. પ્રોફેસર હિરાલાલને આ તકનીકમાં પોતાના પ્રયત્નો અને રીસર્ચ કરવા માટે દેશમાં પ્રેરિત પ્રજનનના પિતા માનવામાં આવે છે. જેમણે ભારતમાં પહેલી વાદળી ક્રાતિના પ્રેરક માનવામાં આવે છે.
આ પણ વાંચો : નર્મદામાં તૌકતે વાવાઝોડાના કારણે મત્સ્ય ઉછેર કરતી મંડળીઓને લાખોનું નુકસાન, સરકાર પાસે વળતરની કરી માગ
રાષ્ટ્રીય મત્સ્ય ખેડૂ દિવસ મનાવવાનો ઉદ્દેશ
- આ આયોજનનો ઉદ્દેશ સ્થાયી સ્ટોક અને સ્વસ્થ ઇકોસિસ્ટમને સુનિશ્ચિત કરવા માટે, દેશના મત્સ્ય સાંસધનોના પ્રબંધનના રસ્તાને બદલવા પર ધ્યાન કેન્દ્રીત કરવું
- દેશમાં માત્સ્યિકી ક્ષેત્રના વિકાશ માટે સાગર ખેડૂ, જલ ઉદ્યમી, અને માછીમારોની ઉપલબ્ધીઓ અને યોગદાનને માન્યતા આપવાનું છે.