- અમેરિકાએ મંગળ ગ્રહ પર રોવર મોકલી મેળવી સફળતા
- અત્યાર સુધીના રોવરમાંથી આ સૌથી મોટું અને સર્વાધિક ઉન્નત રોવર
- મંગળ પર રોવરના ઉતરાણને લઈને એક ટીમ બનાવવામાં આવી છે
અમેરિકાઃ અમેરિકાની સ્પેસ એજન્સી નાસાએ એક મોટી સફળતા મેળવી છે. નાસાએ માર્સ એટલે કે મંગળ ગ્રહની પહેલી ઓડિયો રેકોર્ડિંગ ક્લિપ જાહેર કરી છે. આ સાથે જ નાસાએ લાલ ગ્રહ પર પર્સિવરેન્સ રોવરની લેન્ડિંગનો એક વીડિયો પણ જાહેર કર્યો છે. આ રોવરે ગુરુવારે મંગળ ગ્રહ પર લેન્ડિંગ કર્યું હતું. નાસાના મતે, આ અવાજ તેના પર્સિવરેન્સ રોવર ઉતર્યા બાદ ત્યાં રહેલી ધૂળ અને માટી પર પડેલા દબાણના કારણે ઉત્પન્ન થયો હતો. એન્ટ્રી એન્ડ ડિસેન્ટ કેમેરા ટીમના પ્રમુખ ડેવ ગૂલે કહ્યું હતું કે, જ્યારે પણ આને જોઉં છું તો મારા રુંવાડા ઊભા થઈ જાય છે. પર્સિવિયરન્સ રોવર પૂરાતન સુક્ષ્મ જીવનના સંકેતની તપાસ કરશે અને એક દાયકામાં ધરતી પર લાલ ગ્રહ પરથી પ્રમાણિક નમૂનાઓ લાવવાનો પ્રયાસ કરશે. નાસાનું રોવર પર્સિવરેન્સ શુક્રવારે મંગળની ધરા પર ઊતર્યું હતું. આ જેજોરો ક્રેટરમાં ઉતર્યું છે. આ નાસા દ્વારા અત્યાર સુધી મોકલાયેલા રોવરમાંથી સૌથી મોટું સર્વાધિક ઉન્નત રોવર છે.
નાસાએ આ કાર્ય માટે અવકાશ યાનમાં 25 કેમેરા ગોઠવ્યા
મંગળ પર રોવરના ઉતરાણને લઈને એક ટીમ બનાવવામાં આવી છે. આ ટીમના પ્રમુખ એન. ચેને કહ્યું હતું કે, આ વીડિયો અને તસવીર અમારા સપનાનો એક હિસ્સો છે. આ પહેલા નાસાએ મંગળ ગ્રહ પર ઉતરતા જ રોવરની પહેલી તસવીર જાહેર કરી હતી. નાસાએ આ કાર્ય માટે અવકાશ યાનમાં 25 કેમેરા ગોઠવ્યા છે. નાસાએ જાહેર કરેલા વીડિયોમાં પર્સિવિયરન્સ રોવર લાલ અને સફેદ રંગના પેરાશૂટના સહારાથી ધરા પર ઉતરતું નજરે જોવા મળ્યું હતું. આ વીડિયો 3 મિનિટ 25 સેકન્ડનો હતો. વીડિયોમાં ધૂળના ઢગલા વચ્ચે રોવર લેન્ડ કરતું જોવા મળ્યું હતું. આ પહેલા લાલ ગ્રહની ધરપતી પર ઉતરવાના 24 કલાકથી પણ ઓછા સમયમાં નાસાના રોવરે પહેલી તસવીર મોકલી દીધી હતી.
મંગળ પર લેન્ડિંગ વખતે પર્સિવિયરન્સનું માઈક્રોફોન બંધ થયું હતું
નાસાએ આપેલી માહિતી મુજબ, ગુરુવારે જ્યારે પર્સિવિયરન્સે મંગળ પર લેન્ડિંગ કર્યું હતું. તે દરમિયાન તેનું માઈક્રોફોન અચાનક જ બંધ થઈ ગયું હતું, પરંતુ કેટલીક વાર પછી માઈક્રોફોન ફરી શરૂ થયું અને ત્યારબાદ પહેલી ક્લિપ નાસાને મોકલી હતી.