ETV Bharat / bharat

બિલાડી બની પુત્રના મોતનું કારણ, સગાબાપે જ ખેલ પાડી દીધો - narsinghpur angry father killed cat

નરસિંહપુરમાં એક પિતાએ પોતાના પુત્રની હત્યા કરી હતી. બિલાડીને ભગાડવા માટે પિતાએ પુત્રને કહ્યુ હતુ, (narsinghpur father killed son )જેના પર પુત્રએ તે વાત ન સ્વીકારી અને પોતાનું કામ કરવા લાગ્યો હતો, નારાજ પિતાએ પહેલા બિલાડીને મારી અને પછી પુત્રને મારી નાખ્યો હતો.

એક બિલાડીને કારણે પિતાએ કરી પુત્રની ઘાતકી હત્યા

author img

By

Published : Oct 29, 2022, 7:15 AM IST

Updated : Oct 29, 2022, 7:46 AM IST

નરસિંહપુર(મધ્યપ્રદેશ): નરસિંહપુરથી એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં એક પિતાએ પુત્રની હત્યા કરી નાખી હતી. તમને સાંભળીને નવાઈ લાગશે કે(narsinghpur father killed son ) બિલાડીના કારણે એક પિતાએ પોતાના પુત્રનું ગળું કાપીને હત્યા કરી નાખી છે. આ મામલો મધ્યપ્રદેશના નરસિંહપુર જિલ્લામાં સ્થિત ગોટેગાંવનો છે.

ગળામાં ચાકુ મારી દીધું: નરસિંહપુરના ગોટેગાંવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા કેદાર પટેલ ભાઈદૂજની રાત્રે પોતાના ઘરમાં ભોજન કરી રહ્યા હતા ત્યારે તેમની સામેથી એક બિલાડી પસાર થઈ હતી. આ જોઈને તેણે તેના 18 વર્ષના પુત્ર અભિષેક પટેલને બિલાડીને ભગાડવા કહ્યું, પરંતુ પુત્રએ સાંભળ્યું નહીં. (narsinghpur crime news)પિતાને આ વાત પર એટલો ગુસ્સો આવ્યો કે પહેલા તો તેણે બિલાડીને પકડીને મારી નાખી અને પછી તે જ તીક્ષ્ણ હથિયારથી ગુસ્સામાં આવીને પિતાએ પુત્રના ગળામાં ચાકુ મારી દીધું. જેના કારણે કિશોરનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

આરોપીની ધરપકડ: આ ઘટના બાદથી વિસ્તારમાં ભયનો માહોલ છે. માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને આરોપી પિતાની ધરપકડ કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપ્યો હતો. નરસિંહપુરના એએસપી સુનિલ કુમાર શિવહરેના જણાવ્યા અનુસાર, "પિતાનો તાત્કાલિક ગુસ્સો હત્યાનું કારણ બન્યો અને આરોપી પિતા પોલીસની કસ્ટડીમાં છે."

Last Updated : Oct 29, 2022, 7:46 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.