- નરેન્દ્રગિરિ પર તેમના જ શિષ્ય આનંદગિરિએ લગાવ્યા આક્ષેપ
- આનંદગિરિએ જીવનું જોખમ હોવાનું કહી સરકાર પાસે સુરક્ષા માગી
- આનંદગિરિએ વડાપ્રધાન, ગૃહપ્રધાનને લખ્યો પત્ર
પ્રયાગરાજઃ અખિલ ભારતીય અખાડા પરિષદના અધ્યક્ષ પર અખાડા અને મઠની જમીન વેચવાનો આરોપ લાગ્યો છે. મહંત નરેન્દ્રગિરિ પર આ તમામ આરોપ તેમના જ પ્રિય શિષ્ય આનંદગિરિએ લગાવ્યા છે. આનંદગિરિને બાઘંબરી મઠથી નીકાળવામાં આવ્યા ત્યારબાદ આ તમામ આરોપ લગાવ્યા છે. આનંદગિરિએ પોતાને જીવનું જોખમ હોવાનું કહી વડાપ્રધાન, ગૃહપ્રધાનની સાથે ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડના મુખ્યપ્રધાનને પત્ર લખી તપાસની માગ કરી છે. આ સાથે જ તેમણે પોતાની સુરક્ષાની પણ માગ કરી છે. જ્યારે મહંત નરેન્દ્રગિરિએ આનંદગિરિના તમામ આરોપ પાયાવિહોણા બતાવ્યા હતા.
આ પણ વાંચો- ટૂલકિટ વિવાદ કેસમાં ભાજપના જેપી નડ્ડા, સ્મૃતિ ઇરાની, સંબિત પાત્રા અને બી.એલ. સંતોષ વિરુદ્ધ કેસ નોંધાયો
ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડના મુખ્યપ્રધાનને લખ્યો પત્ર
આનંદગિરિએ વડાપ્રધાન, ગૃહપ્રધાનની સાથે સાથે ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડના મુખ્યપ્રધાનને પણ પત્ર લખ્યો છે, જેમાં અખાડા અને મઠ સાથે જોડાયેલી સંપત્તિઓ વેચવાનો આરોપ લગાવ્યો છે. પત્ર દ્વારા મહંત નરેન્દ્રગિરિ પર વર્ષ 2005માં સૌથી પહેલા જમીન વેચવાનો આરોપ છે. ત્યારબાદ વર્ષ 2012માં મઠની જમીન 40 કરોડ રૂપિયામાં વેચવાનો આરોપ છે. જ્યારે વર્ષ 2018માં મહંત નરેન્દ્રગિરિએ મઠની 80-120 વર્ગ ગજ જમીન તેમના નામ પર લીઝ પર કરી દીધી હતી અને તેના પર પેટ્રોલ પંપ ખોલવાની વાત કહી હતી.
આ પણ વાંચો- સુરતના મોટા વરાછાની મોની ઇન્ટરનેશનલ સ્કૂલમાં ફીને લઈને વિવાદ સર્જાયો
નરેન્દ્રગિરિએ કહ્યું, તપાસ કરનારી ટીમનો સહયોગ કરીશું
મહંત નરેન્દ્રગિરિએ કહ્યું હતું કે, આનંદગિરિએ તેમની સાથે દગો કરી તેમનો સાથ છોડી દીધો હતો. આનંદગિરિએ તપાસની જે માગ ઉઠાવી છે, તેમાં તેઓ તપાસ કરનારી ટીમનો સહયોગ કરશે, જેનાથી તમામ આરોપોની સચ્ચાઈ સામે આવી શકે. અખાડાના સચિવ રહેલા આશિષગિરિની મોત મામલામાં પણ મહંત નરેન્દ્રગિરિએ જણાવ્યું કે, પોલીસે સમગ્ર મામલાની તપાસ કરી હતી અને તેને આત્મહત્યા ગણાવી હતી, જેને હવે આનંદગિરિ ષડયંત્ર ગણાવે છે.