ETV Bharat / bharat

વાહ.. ઈન્ડિયા ગેટ પર નેતાજીની પ્રતિમા, મૈસુરના શિલ્પકારને મળશે આ સન્માન - મૈસુરના શિલ્પકાર નેતાજીની પ્રતિમા

5 એપ્રિલે મોદીએ યોગીરાજ પાસેથી નેતાજી સુભાષ ચંદ્ર બોઝનું શિલ્પ (Netajis statue India Gate) મેળવ્યું હતું. વડા પ્રધાને ટ્વિટ કર્યું હતું કે: "આજે @yogiraj_arun ને મળીને આનંદ થયો. નેતાજી બોઝનું આ અસાધારણ શિલ્પ શેર કરવા બદલ તેમનો આભાર."

વાહ.. ઈન્ડિયા ગેટ પર નેતાજીની પ્રતિમા, મૈસુરના શિલ્પકારને મળશે આ સન્માન

author img

By

Published : Jun 1, 2022, 3:40 PM IST

મૈસુર (કર્ણાટક): સુભાષ ચંદ્ર બોઝની પ્રતિમા, જે ઈન્ડિયા ગેટ (Netajis statue India Gate) પર ભવ્ય કેનોપી હેઠળ સ્થાપિત કરવામાં આવશે, તે મૈસુર સ્થિત શિલ્પકાર અરુણ યોગીરાજ (Mysore Sculptor Arun Yogiraj) દ્વારા કોતરવામાં આવશે. જાન્યુઆરી 2022માં, નેતાજીની 125મી જન્મજયંતિ (Netaji Birth Anniversary) પહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી હતી કે, ઇન્ડિયા ગેટ પર ગ્રેનાઈટથી બનેલી નેતાજીની ભવ્ય પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે.

"એવા સમયે જ્યારે સમગ્ર રાષ્ટ્ર નેતાજી સુભાષ ચંદ્ર બોઝની 125મી જન્મજયંતિની ઉજવણી કરી રહ્યું છે, મને એ જણાવતા આનંદ થાય છે કે ગ્રેનાઈટથી બનેલી તેમની ભવ્ય પ્રતિમા ઈન્ડિયા ગેટ પર સ્થાપિત કરવામાં આવશે. આ તેમના પ્રત્યે ભારતના ઋણનું પ્રતિક હશે, " મોદીએ કહ્યું હતું.

આ પણ વાંચો: રેલવેની બેદરકારીને કારણે સરકારી ચોખાની હજારો બોરીઓ બગડી

વડાપ્રધાને ઉમેર્યું, "જ્યાં સુધી નેતાજી બોઝની ભવ્ય પ્રતિમા પૂર્ણ ન થાય ત્યાં સુધી તેમની હોલોગ્રામ પ્રતિમા (Netaji hologram idol) તે જ જગ્યાએ હાજર રહેશે. હું 23 જાન્યુઆરીએ હોલોગ્રામ પ્રતિમાનું અનાવરણ કરીશ, જે નેતાજીની જન્મજયંતિ છે." 5 એપ્રિલે મોદીએ યોગીરાજ પાસેથી નેતાજી સુભાષ ચંદ્ર બોઝનું શિલ્પ મેળવ્યું હતું. વડા પ્રધાને ટ્વિટ કર્યું હતું કે: "આજે @yogiraj_arun ને મળીને આનંદ થયો. નેતાજી બોઝનું આ અસાધારણ શિલ્પ શેર કરવા બદલ તેમનો આભાર."

વાહ.. ઈન્ડિયા ગેટ પર નેતાજીની પ્રતિમા, મૈસુરના શિલ્પકારને મળશે આ સન્માન
વાહ.. ઈન્ડિયા ગેટ પર નેતાજીની પ્રતિમા, મૈસુરના શિલ્પકારને મળશે આ સન્માન

આ પણ વાંચો: Top News: 2 જૂને પટેલનું ભાજપમાં 'હાર્દિક' સ્વાગત, આ સહિતાના અન્ય તમામ મહત્વપૂર્ણ સમાચાર વાંચો માત્ર એક ક્લિકમાં...

અગાઉ, યોગીરાજે કેદારનાથ ખાતે આદિ શંકરાચાર્યની 12 ફૂટની પ્રતિમાનું પણ કોતરકામ કર્યું છે, જેનું વડાપ્રધાન દ્વારા 2021માં અનાવરણ કરવામાં આવ્યું હતું. આ પ્રતિમા અગાઉની અમર જવાન જ્યોતિની પાછળના ભવ્ય છત્ર હેઠળ સ્થાપિત કરવામાં આવશે. અગાઉ, કેનોપીમાં રાજા જ્યોર્જ પંચમની પ્રતિમા હતી, જેને 1968માં હટાવી દેવામાં આવી હતી. પ્રતિમા માટે તેલંગાણાથી એક મોટો ગ્રેનાઈટ પથ્થર પસંદ કરવામાં આવ્યો છે અને તેને દિલ્હી લાવવામાં આવ્યો છે જ્યાં કામ કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.