ETV Bharat / bharat

મારપીટ બાદ પ્રાઈવેટ પાર્ટમાં દારૂની બોટલ નાખી, તબીબો પણ ચોંક્યા - વકીલના પ્રાઈવેટ પાર્ટમાં દારૂની બોટલ નાખી

મુઝફ્ફરપુર જિલ્લામાં જમીન વિવાદ દરમિયાન યુવકના ગુદામાં દારુની બોટલ નાખવાનો મામલો સામે આવ્યો છે.(liquor bottle inserted in lawyers anus ) પીડિત યુવકને લઈને જ્યારે સ્વજનો હોસ્પિટલ પહોંચ્યા ત્યારે હોસ્પિટલના ડોક્ટરો પણ આ મામલો જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા. આ મામલે બંને પક્ષો વતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદો કરવામાં આવી હતી.

મારપીટ બાદ વકીલના પ્રાઈવેટ પાર્ટમાં દારૂની બોટલ નાખી, હાલત નાજુક

author img

By

Published : Nov 3, 2022, 8:58 AM IST

મુઝફ્ફરપુર(બિહાર): જિલ્લાના મુસહરી બ્લોકના બિંદા ગામમાં જમીન વિવાદમાં થયેલી લડાઈ પછી, એક પક્ષના લોકોએ કથિત રીતે યુવકના ગુદામાં દારૂની બોટલ દાખલ કરી હતી. યુવકની હાલત કફોડી છે. (liquor bottle inserted in lawyers anus )જ્યારે તેની તબિયત બગડવા લાગી તો તેને સદર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તબીબોએ પ્રાથમિક સારવાર બાદ SKMCH રીફર કર્યો છે. ઘટના બાદ આરોપીઓ ફરાર છે. યુવકનું નામ સુશીલ હોવાનું કહેવાય છે. તેઓ વકીલ છે.

ડૉક્ટરો પણ આશ્ચર્યચકિતઃ આ કિસ્સો જોઈને હોસ્પિટલના ડૉક્ટરો પણ આશ્ચર્યચકિત થઈ ગયા. તેના ગુદામાં કાચનો ટુકડો અટવાઈ ગયો છે. ડોક્ટરના જણાવ્યા અનુસાર તેને ઓપરેશન દ્વારા દૂર કરવામાં આવશે. ઈમરજન્સી રૂમમાં ફરજ બજાવતા તબીબે પ્રાથમિક સારવાર કરી તેને એક્સ-રે રૂમમાં મોકલી આપ્યો હતો. એક્સ-રે કરાવ્યા બાદ કેસની પુષ્ટિ થઈ હતી. પીડિતાના ગુદામાંથી કાચની બોટલનો ટુકડો મળી આવ્યો હતો.

પોલીસ તપાસ કરી રહી છેઃ પીડિતા સુશીલે જણાવ્યું કે, "પાડોશી સાથે પ્લોટને લઈને ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. છઠમાં તેઓના બધા સંબધીઓ આવી ગયા હતા. તેઓ તેની જમીન કબજે કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ના પાડવા પર તેની સાથે મારપીટ કરી અને તેના ગુદામાં દારૂની બોટલ નાખી દીધી હતી." પરિવારના સભ્યો તેને તાકીદે સદર હોસ્પિટલ લઈ ગયા હતા. જે બાદ ડોક્ટરે પ્રાથમિક સારવાર આપ્યા બાદ પીડિતાને એસકેએમસીએચમાં રીફર કર્યો હતો. આ મામલે બંને પક્ષે પોલીસ સ્ટેશનમાં ફરિયાદો કરવામાં આવી છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.