- દેશમાં કોરોનાના કેસ ઘટતા મસુરીમાં પ્રવાસીઓની સંખ્યા વધી
- મસુરીમાં કેમ્પટી ફોલમાં પ્રવાસીઓએ સોશિયલ ડિસ્ટન્સના ઉડાવ્યા ધજાગરા
- કેમ્પટી હોલમાં અત્યારે 50 પ્રવાસીઓને જ આવવાની પરવાનગી
- મસુરી આવવા માટે પ્રવાસીઓનો RT-PCR રિપોર્ટ નેગેટિવ હોવો ફરજિયાત
દહેરાદૂનઃ દેશમાં કોરોનાના કેસ ઘટતા મસુરી સહિત આસપાસના પ્રવાસન સ્થળોમાં હવે પ્રવાસીઓની સંખ્યા વધી રહી છે. તે દરમિયાન સોશિયલ ડિસ્ટન્સ (Social Distance) સહિતના નિયમોના ધજાગરા ઉડી રહ્યા છે. કોરોનાની સંભવિત ત્રીજી લહેરને (Corona Third Wave) ધ્યાનમાં રાખી પોલીસ તંત્રએ પણ સમગ્ર તૈયારી પૂર્ણ કરી છે. તેમ જ મસુરી આવનારા પ્રવાસીઓ માટે હવે RT-PCR રિપોર્ટ નેગેટિવ હોવો ફરજિયાત કરવામાં આવ્યો છે. મસુરીના પ્રવાસન સ્થળ કેમ્પટી ફોલ (Kempty Falls)માં અત્યારે 50 પ્રવાસીઓને જ આવવાની પરવાનગી આપવામાં આવી છે. આ સાથે જ પ્રવાસીઓનો કોરોના રિપોર્ટ પણ જોવામાં આવી રહ્યો છે. કોરોના સંક્રમણને જોતા જિલ્લા તંત્રએ આ વ્યવસ્થા કરી છે અને હૂટર વાગતા જ પ્રવાસીઓએ ત્યાંથી નીકળી જવું પડશે.
આ પણ વાંચો- જામનગર: બાલા હનુમાન મંદિર ખુલ્યું, મંદિરમાં કોવિડ ગાઈડલાઈન પ્રમાણે અપાશે પ્રવેશ
કેમ્પટી ફોલ પાસે એક ચેકપોસ્ટ બનાવવાની સાથે હૂટર અને બેનર લગાવાયા
તો આ તરફ તંત્રએ કેમ્પટી ફોલમાં (Kempty Falls) પ્રવાસીઓ દ્વારા કોરોના ગાઈડલાઈનના (Corona Guidelines) પાલન ન કરવાની ફરિયાદ મળતી હતી. ત્યારબાદ તંત્રએ કોરોના સંક્રમણને જોતા આ નિર્ણય લીધો છે. જિલ્લાધિકારી ઈવા આશિષ શ્રીવાસ્તવે આદેશ જાહેર કર્યા પછી કેમ્પટી ફોલમાં જોવા નથી મળ્યા. કોરોનાના કેસ ઘટતાં જ મસુરીમાં પ્રવાસીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. મોટા ભાગના પ્રવાસીઓ કેમ્પટી ફોલ (Kempty Falls) તરફ જ જઈ રહ્યા છે, જેને જોતા પોલીસ તંત્રએ પણ હવે કડકાઈ શરૂ કરી છે. કોરોનાના કારણે કેમ્પટી ફોલ પાસે એક ચેકપોસ્ટ બનાવવાની સાથે હૂટર અને બેનર પણ લગાવાયા છે.
આ પણ વાંચો- Rathyatra 2021: ડાકોરમાં રવિવારે રથયાત્રા યોજાશે, રૂટ પર કર્ફ્યૂ અને મંદિર પ્રવેશ બંધ રહેશે
પર્યટકોને કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવા નિર્દેશ
દહેરાદૂન જિલ્લાધિકારી આશિષ કુમાર શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, ઉત્તરાખંડ તંત્ર દ્વારા રાજ્યના પ્રવાસન સ્થળો પર પર્યટકોને કોરોનાની ગાઈડલાઈનનું (Corona Guidelines) પાલન કરવા નિર્દેશ કરાયો છે. આ સાથે જ તંત્રના નિર્દેશાનુસાર, મસુરીમાં માત્ર તે જ પ્રવાસીઓને જવાની પરવાનગી હશે, જેમની પાસે દહેરાદૂન સ્માર્ટ સિટી પોર્ટલ પર ઓનલાઈન રજિસ્ટ્રેશન અને 72 કલાક પહેલાનો કોરોના નેગેટિવ રિપોર્ટ હશે. આ સાથે જ બુકિંગની તમામ જાણકારી કરાવવી પડશે.