ETV Bharat / bharat

કાશ્મીરી પંડિત અને મુસ્લિમ સમુદાયની એક અનોખી વાત, કરવામાં આવ્યું આ કામ - પરસ્પર સૌહાર્દનું ઉદાહરણ

જમ્મુ અને કાશ્મીરના ગાંદરબલમાં, મુસ્લિમ સમુદાયના લોકોએ (Muslim host Kashmiri Pandit women wedding) કાશ્મીર પંડિત મીનુ કુમારીના લગ્નમાં હાજરી આપી હતી અને જાનૈયાઓની મેહમાન નવાઝી કરી હતી. આ ઘટના હવે ચર્ચાનો વિષય બની છે.

કાશ્મીરી પંડિતના લગ્નનું આયોજન કર્યું
કાશ્મીરી પંડિતના લગ્નનું આયોજન કર્યું
author img

By

Published : Jun 28, 2022, 2:10 PM IST

જમ્મુ-કાશ્મીર: ગાંદરબલ જિલ્લામાં પરસ્પર સૌહાર્દનું ઉદાહરણ જોવા મળ્યું. ખીણમાં સદીઓ જૂની ધાર્મિક સહિષ્ણુતા અને ભાઈચારાને પ્રતિબિંબિત કરતા, મુસ્લિમ સમુદાયના સભ્યોએ (Kashmiri Pandit women wedding jammu kashmir) સોમવારે સ્થાનિક કાશ્મીરી પંડિત મહિલાના લગ્ન સમારોહમાં હાજરી આપી હતી. તેમણે સ્વ.પંડિત મોહનલાલ પંડિતની પુત્રી મીનુ કુમારીના લગ્ન સમારોહમાં હાજરી (muslims host kashmiri pandit girls marriage) આપી એટલું જ નહીં, પરંપરાગત રીતે યજમાનની ફરજો પણ નિભાવી હતી.

કાશ્મીરી પંડિતના લગ્નનું આયોજન કર્યું
કાશ્મીરી પંડિતના લગ્નનું આયોજન કર્યું

આ પણ વાંચો: Bombay HC on Relationship : રિલેશનશીપમાં રહેતા લોકોને HCએ આપ્યો ફટકો

ભાઈચારાનું વર્ષો જૂનું ઉદાહરણ: ETV ભારત સાથે વાત કરતા કાશ્મીરી પંડિતોએ કહ્યું કે, ધાર્મિક સૌહાર્દ અને ભાઈચારાનું વર્ષો જૂનું ઉદાહરણ આજે પણ અહીં મોજૂદ છે. અહીં મુસ્લિમો અને હિન્દુઓ એકબીજા સાથે સુમેળમાં રહે છે. કાશ્મીરમાં જ્યાં પણ લગ્નો અથવા અન્ય ઉજવણીઓ થાય છે, ત્યાં સ્થાનિક મુસ્લિમો અને પંડિતો આવી ઉજવણીમાં માત્ર એકસાથે હાજરી આપતા નથી, પરંતુ એક જ ટેબલ પર ભોજન પણ કરે છે.

કાશ્મીરી પંડિતના લગ્નનું આયોજન કર્યું
કાશ્મીરી પંડિતના લગ્નનું આયોજન કર્યું

આ પણ વાંચો: વીડિયો વાયરલ થયા જ લોકોએ કહ્યું, "આ મહાન યોદ્ધાને 21 તોપોની સલામી"

મીનાને અનાથ મહેસૂસ થવા દીધી નથી: ETV ભારત સાથે વાત કરતી વખતે સ્થાનિક મુસ્લિમોએ કહ્યું કે, 'અમે ક્યારેય મીનાને અનાથ મહેસૂસ થવા દીધી નથી.' તેણે આગળ કહ્યું, 'આજે અમે મીના કુમારીના લગ્ન સમારોહમાં એ જ રીતે હાજરી આપી હતી જે રીતે અમે અમારા ઘરના લગ્ન સમારોહમાં હાજરી આપી હતી.' ત્રણ દાયકા પહેલા, કાશ્મીર ખીણમાં પ્રતિકૂળ પરિસ્થિતિઓને કારણે, મોટાભાગના કાશ્મીરી પંડિતો જમ્મુ સહિત અન્ય શહેરોમાં સ્થાયી થયા હતા. જો કે, ઘણા પંડિત પરિવારો, આજે પણ, મુસ્લિમ સમુદાયના લોકો સાથે સુમેળમાં રહે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.