ETV Bharat / bharat

મુસ્લિમ દંપતીએ તિરુમાલા મંદિરને 1.02 કરોડ રૂપિયા દાનમાં આપ્યા - તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ

ચેન્નાઈના એક મુસ્લિમ દંપતીએ (Muslim Couple From Chennai Donate) તિરુમાલા શ્રીવરાને (Tirumala Srivara) મોટું દાન આપ્યું છે. આ મુસ્લિમ પરિવાર તમિલનાડુંના મહાનગર ચેન્નઈના રહેવાસી છે. જેનું નામ સુબીના બાનુ અને અબ્દુલ ગની છે. બાળકો સાથે મળીને મંગળવારે રૂપિયા 1.02 કરોડનું દાન (Muslim Couple Donate Rs 1.02 Crore) આપ્યું હતું. આ પહેલા મુકેશ અંબાણીએ (Mukesh Ambani) તિરુમાલા મંદિરમાં 1.5 કરોડ રૂપિયાનું દાન આપ્યું હતું.

મુસ્લિમ દંપતીએ તિરુમાલા મંદિરને 1.02 કરોડ રૂપિયા દાનમાં આપ્યા

author img

By

Published : Sep 21, 2022, 7:25 PM IST

તીરૂપતી (આન્ધ્ર પ્રદેશ): કોઈ પણ ભક્ત જ્યારે પણ તિરૂપતિ મંદિરે દર્શન કરવા માટે આવે છે ત્યારે પોતાની યથાશક્તિ દાન કરે છે. પણ અસાધારણ કહી શકાય એવો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક મુસ્લિમ દંપતિ તિરૂપતિ પ્રભુમાં આસ્થા જોઈને મંદિરને મસમટું દાન આપ્યું છે. જેની રકમ કરોડોમાં છે. સુબીના બાનુ અને અબ્દુલ ગની દંપતીએ મંગળવારે તિરૂપતિ દેવસ્થાન ટ્રસ્ટને રૂપિયા 1.02 કરોડનું (Muslim Couple Donate Rs 1.02 Crore) દાન આપ્યું છે.

ચેક આપ્યોઃ આ દંપતિએ મંદિર ટ્ર્સ્ટને એક ચેક આપીને આ મોટી રાશી દાનમાં આપી દીધી છે. દાનમાંથી નવા બંધાયેલા પદ્માવતી રેસ્ટ હાઉસ માટે રૂપિયા 87 લાખની કિંમતનું ફર્નિચર અને વાસણો અને અન્નપ્રસાદમ ટ્રસ્ટને 15 લાખની રકમ વપરાશે. આ માટે DD પણ કરાવી લેવાયો છે.

પહેલો કેસ નથીઃ આ પહેલીવાર નથી, જ્યારે અબ્દુલ ગની નામના ઉદ્યોગપતિએ બાલાજી મંદિર તરીકે ઓળખાતા મંદિરમાં દાન આપ્યું હતું. 2020 માં તેમણે કોવિડ-19 રોગચાળા દરમિયાન મંદિરના પરિસરમાં જંતુનાશકોનો છંટકાવ કરવા માટે, કોવિડ સંબંધીત સેનિટાઈઝર મશીનનું દાન કર્યું હતું. જ્યારે શાકભાજીના પરિવહન માટે મંદિરને રૂપિયા 35 લાખની એક એવી ટ્રક દાનમાં આપી જેમાં સતત શાકભાજી ફ્રેશ રહે અને ફ્રીજ જેવી સર્વિસ આપે.

પ્રખર ભક્ત અંબાણી: આ પહેલા શુક્રવારે, રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ તિરુમાલા મંદિરમાં (Tirumala temple) 1.5 કરોડ રૂપિયાનું (Mukesh Ambani donates 1.5 crore rupees to Tirumala temple) દાન આપ્યું હતું. અગાઉ, ભગવાન વેંકટેશ્વરના પ્રખર ભક્ત અંબાણીએ, 2010માં તિરુમાલા મંદિરને 5 કરોડ રૂપિયાનું દાન આપ્યું હતું. મંદિર માટે TTDના ચાલી રહેલા રૂપિયા 100 કરોડના ગોલ્ડ પ્લેટિંગ પ્રોજેક્ટને પહોંચી વળવા માટે આ દાન આપવામાં આવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.