અમદાવાદ: નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ની વિશેષ કોર્ટે (NIA on Mundra Port Heroin Case) મંગળવારે ગુજરાતના મુન્દ્રા પોર્ટના હેરોઈન કેસમાં (Mundra Port Heroin Case) ધરપકડ કરાયેલી મહિલાની નિયમિત જામીન અરજી ફગાવી દીધી હતી. મહિલા અને તેના પતિની આ વર્ષે સપ્ટેમ્બરમાં ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI) દ્વારા ગુજરાતના કચ્છ જિલ્લાના મુન્દ્રા બંદરેથી ધરપકડ કરવામાં આવી હતી.
આ પણ વાંચો- કચ્છના મુન્દ્રા પોર્ટ પર પકડાયેલો હેરોઈનનો જંગી જથ્થો, તાલિબાની કનેક્શનની શક્યતાઓ
આરોપીને જામીન આપવાથી તપાસની પ્રક્રિયામાં અવરોધ આવશેઃ કોર્ટ
મહિલા અને તેના પતિ પર 2988.2 કિલો હેરોઈનની આયાતમાં સામેલ (Mundra Port Heroin Case) હોવાનો આરોપ છે. સ્પેશિયલ જજ શુભદા બક્ષીની કોર્ટે પ્રથમ નજરે જોયું કે, ચેન્નઈની આશિ ટ્રેડિંગ કંપનીના સહ-માલિક વૈશાલી ગોવિંદરાજુ આ કેસમાં સામેલ છે. કોર્ટે કહ્યું કે, વૈશાલી આશરે 21,000 કરોડ રૂપિયાના હેરોઈનની આયાતમાં સામેલ હોવાનું જણાયું હતું અને તેથી જામીન આપવાથી કેસની (Mundra Port Heroin Case) તપાસની પ્રક્રિયામાં અવરોધ આવશે.
આ પણ વાંચો- મુન્દ્રા કેસમાં ચેન્નાઈના દંપતીની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરાયા
વૈશાલીની જામીન અરજીનો સરકારી વકીલે વિરોધ કર્યો
વૈશાલીની જામીન અરજીનો વિરોધ કરતા NIAના વિશેષ સરકારી વકીલ અમિત નાયરે કોર્ટને જણાવ્યું હતું કે, એજન્સી નશીલા પદાર્થની એક અન્ય પૂરવઠાની માગની તપાસ કરી રહી છે, જેને આવી જ રીતે ભારત લાવવામાં આવ્યો હતો.