- ભારતમાં તાલિબાન માટે સોફ્ટ કોર્નર ધરાવતા લોકોની સંખ્યા વધી
- પ્રખ્યાત કવિ મુનાવ્વર રાણાએ આપ્યું તાલિબાનીઓને સમર્થન
- અફઘાનિસ્તાન પર વિશ્વાસ કરી શકાય છે. તેઓ છેતરનારા નથી : રાણા
લખનઉ: ઉત્તરપ્રદેશમાં તાલિબાન માટે સોફ્ટ કોર્નર ધરાવતા લોકોની સંખ્યા વધી રહી છે. સપા સાંસદ, AIMPLB ના પ્રવક્તા અને ભૂતપૂર્વ પ્રધાન મૌસાના મસૂદ મદની બાદ, હવે પ્રખ્યાત કવિ મુનાવ્વર રાણાએ પણ તાલિબાની આતંકવાદીઓનું સમર્થન(Munawwar Rana Support Taliban) કર્યું છે. તેમનું કહેવું છે કે, તાલિબાન ખરાબ લોકો નથી. સંજોગોને કારણે તે આવા થઈ ગયા છે. આ સાથે, પ્રખ્યાત કવિ કહે છે કે, તેના પર વિશ્વાસ કરી શકાય છે.
તાલિબાનીઓ સાથે 20 વર્ષથી દમન
અફઘાનિસ્તાનની હાલની સ્થિતિ પર મુનાવ્વર રાણા કહ્યું હતું કે, તાલિબાનીઓ સાથે 20 વર્ષથી દમન કરવામાં આવી રહ્યો છે, આથી પહેલાથી જ આવી જ રીતે બીજ વાવવામાં આવ્યું છે, ત્યાં કોઈ ભગવાનનો જન્મ કેવી રીતે થશે ? આવા બીજમાંથી મખમલ બહાર આવી શકતું નથી. વધુમાં તેમણે કહ્યું હતું કે, અફઘાનિસ્તાન દેશ હંમેશા ભારતનો મિત્ર રહ્યો છે. ત્યાંના લોકોને ભારત પ્રત્યે ખાસ લગાવ છે, તેથી જ તેઓ અહીં આવવાનું પસંદ કરે છે.
ભારતે અફઘાનિસ્તાનમાં વિકાસ કર્યો
અફઘાનિસ્તાનમાં મહિલાઓ પર થતા અત્યાચાર પર પડદો મુકીને મુનાવ્વર રાણાએ કહ્યું હતું કે, સાઉદી અરેબિયામાં પણ આવી જ સ્થિતિ છે. આ મુદ્દે સમગ્ર યુગની વાત થવી જોઈએ. આ સાથે, પ્રખ્યાત કવિએ કહ્યું કે, તાલિબાન પાગલ નથી. જો ભારતે અફઘાનિસ્તાનમાં વિકાસ કર્યો છે, તો તે તેને બગાડે નહીં. તેમણે કહ્યું કે, અફઘાનિસ્તાન પર વિશ્વાસ કરી શકાય છે. તેઓ છેતરનારા નથી. તેમણે વધુમાં કહ્યું હતું કે, હાલના અફઘાનિસ્તાનથી ભારતને કોઈ નુકસાન નથી, માત્ર ફાયદો થશે.
આ પણ વાંચો: તાલિબાને ભારત સાથે વેપાર પર લગાવ્યો પ્રતિબંધ, ડ્રાયફ્રૂટ્સ મોંઘા થવાની શક્યતા
તાલિબાનીઓની મહર્ષિ વાલ્મીકિ સાથે સરખામણી
મુનાવ્વર રાણાએ કહ્યું હતું કે, ભારતે અફઘાનિસ્તાનથી નહીં, પાકિસ્તાનથી ડરવાની જરૂર છે. તાલિબાનને કાશ્મીર સાથે કોઈ લેવાદેવા નથી. તેમણે તાલિબાન આતંકવાદીઓની સરખામણી મહર્ષિ વાલ્મીકિ સાથે કરી કહ્યું કે, વાલ્મિકીજી પહેલા શું હતા અને પછી શું બન્યા. તાલિબાન પહેલેથી જ બદલાઈ ગયું છે. હવે વાતાવરણ પહેલા જેવું નથી રહ્યું.