- કોરોનાની ત્રીજી લહેરને ધ્યાનમાં રાખી શરૂ કરાયું બાળ ચિકિત્સા કોવિડ સેન્ટર
- મુંબઈના ગોરેગાંવના નેસ્કોમાં દેશનું પહેલું બાળ ચિકિત્સા કોવિડ સેન્ટર શરૂ કરાયું
- બાળકો માટે શરૂ થયેલા કોવિડ સેન્ટરમાં 400 બેડની વ્યવસ્થા કરવામાં આવી
મુંબઈઃ દેશમાં કોરોનાની બીજી લહેર ચાલી રહી છે. આવા સમયે હોસ્પિટલ્સમાં બેડની અછત સર્જાઈ રહી છે. ત્યારે અનેક જગ્યાએ કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે. જોકે, મુંબઈમાં ગોરેગાંવના નેસ્કોમાં દેશનું પહેલું બાળ ચિકિત્સા કોવિડ કેર સેન્ટર બનવા જઈ રહ્યું છે. અહીં 400 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે, જે એક મહિનાની અંદર તૈયાર થઈ જશે.
આ પણ વાંચોઃ ભાવનગરના 20 ટકાથી વધુ લોકો કોરોના સંક્રમિત થતાં 5 ગામને કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરાયા
ત્રીજી લહેરમાં બાળકોમાં કોરોનાના કેસ વધશે, જેના કારણે સેન્ટર શરૂ કરાયું
આ અંગે મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના એડિશનલ કમિશનર સુરેશ કાકાનીએ જણાવ્યું હતું કે, પહેલું સ્વતંત્ર બાળ ચિકિત્સા વોર્ડ મુંબઈના તમામ કોવિડ કેન્દ્રમાં નગરપાલિકા હોસ્પિટલના વિસ્તારમાં બનાવવામાં આવશે. આ ઉપરાંત NESCOમાં 400 બેડનું બાળ ચિકિત્સા કેન્દ્ર તૈયાર થશે. આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે, નિષ્ણાતોનું માનવું છે કે કોરોનાની ત્રીજી લહેર વધુ ઘાતક હશે, જેમાં બાળકોને પણ કોરોનાનો ચેપ લાગશે. જોકે, કોરોનાની પહેલી લહેરમાં વરિષ્ઠ નાગરિક અને બીજી લહેરમાં સૌથી વધારે યુવાઓ અસરગ્રસ્ત થયા હતા.
આ પણ વાંચોઃ જામનગરમાં પટેલ સમાજની વાડીમાં પટેલ સમાજ દ્વારા 50 બેડનું કોવિડ સેન્ટર શરૂ કરાયું
મુંબઈમાં 18થી ઓછી વયના લોકોને વેક્સિન નહીં અપાય
મુંબઈમાં કોરોનાથી બચવા માટે તમામ લોકોનું વેક્સનેશન થઈ રહ્યું છે. જ્યારે 18 વર્ષથી ઓછી વયના લોકોનું વેક્સિનેશન નહીં થાય, જેના કારણે 18થી ઓછી વયના લોકો વધુ અસરગ્રસ્ત થવાની સંભાવના છે. આ તમામની વચ્ચે મુંબઈમાં 4 મે સુધી નગરપાલિકાના ઔપચારિક આંકડા અનુસાર, 10 વર્ષ સુધીના 11,144 બાળકો કોરોના સંક્રમિત થયા હતા, જેમાંથી 55 ટકા બાળકો અને 45 ટકા બાળકીઓ શામેલ હતી.