નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ આવતીકાલે એટલે કે ગુરુવારે 31 માર્ચથી શરૂ થઈ રહી છે. આ પહેલા મુંબઈ ઈન્ડિયન્સને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. કેપ્ટન રોહિત શર્મા IPLની કેટલીક મેચોમાંથી બહાર થઈ શકે છે. ફ્રેન્ચાઈઝી માટે આ કોઈ મોટા ફટકાથી ઓછું નથી. એવી અટકળો છે કે, રોહિત શર્મા WTC ફાઈનલના વર્કલોડને કારણે કેટલીક મેચોમાંથી આરામ લઈ શકે છે, પરંતુ હવે સવાલ એ ઊભો થાય છે કે રોહિતની ગેરહાજરીમાં ટીમનું નેતૃત્વ કોણ કરશે. ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવ રોહિત શર્માની ગેરહાજરીમાં મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશીપ કરી શકે છે.
-
🚨 PRESS CONFERENCE TIME!
— Mumbai Indians (@mipaltan) March 29, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Paltan, watch Captain RO & Head Coach Mark Boucher address the media & answer your questions!
Watch LIVE 👉 https://t.co/sVWqBEE6hA#OneFamily #MumbaiMeriJaan #MumbaiIndians #IPL2023 #TATAIPL @ImRo45 @markb46 pic.twitter.com/dMHjdHgwY8
">🚨 PRESS CONFERENCE TIME!
— Mumbai Indians (@mipaltan) March 29, 2023
Paltan, watch Captain RO & Head Coach Mark Boucher address the media & answer your questions!
Watch LIVE 👉 https://t.co/sVWqBEE6hA#OneFamily #MumbaiMeriJaan #MumbaiIndians #IPL2023 #TATAIPL @ImRo45 @markb46 pic.twitter.com/dMHjdHgwY8🚨 PRESS CONFERENCE TIME!
— Mumbai Indians (@mipaltan) March 29, 2023
Paltan, watch Captain RO & Head Coach Mark Boucher address the media & answer your questions!
Watch LIVE 👉 https://t.co/sVWqBEE6hA#OneFamily #MumbaiMeriJaan #MumbaiIndians #IPL2023 #TATAIPL @ImRo45 @markb46 pic.twitter.com/dMHjdHgwY8
રોહિત શર્મા અને મુખ્ય કોચ માર્ક બાઉચરે પ્રેસ કોન્ફરન્સ કરી: બુધવાર, 29 માર્ચે મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્મા અને મુખ્ય કોચ માર્ક બાઉચરે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ PC માં, રોહિત શર્માએ કહ્યું હતું કે, 'ફ્રેન્ચાઇઝીએ તેને પોતાને એક અલગ અવતારમાં બતાવવાની તક આપી છે'. IPL 2023માં રોહિત મુંબઈની કમાન સંભાળતા 10 વર્ષ પૂરા કરશે. પાંચ IPL ટાઇટલ સાથે, તે ટૂર્નામેન્ટનો સૌથી સફળ કેપ્ટન છે. રોહિત શર્માના નેતૃત્વમાં મુંબઈ ઈન્ડિયન્સે પાંચ વખત આઈપીએલનો ખિતાબ જીત્યો છે. IPL 2023 ની 16મી સીઝનની શરૂઆત પહેલા, રોહિત શર્માએ ફ્રેન્ચાઇઝી સાથેના તેમના લાંબા જોડાણ વિશે વાત કરી અને કહ્યું કે તે પ્રવાસની દરેક ક્ષણને પ્રેમ કરી રહ્યો છે.
Arjun Tendulkar Debut: સચિન તેંડુલકરના પુત્ર અર્જન તેંડુલકરે હજુ સુધી IPLમાં પદાર્પણ કર્યું નથી
તેણે IPLમાં ક્યારે ડેબ્યૂ કર્યું? આ ટીમનું નેતૃત્વ કરતી વખતે રોહિતે મુંબઈને પાંચ વખત જીત અપાવી હતી. 2013 માં, રોહિતે મુંબઈની કપ્તાની સંભાળી અને તેની કેપ્ટનશિપના પ્રથમ વર્ષમાં, તેણે મુંબઈને ખિતાબ અપાવ્યો. તેણે કહ્યું કે 'અમે વર્ષોથી સારું ક્રિકેટ રમ્યા છીએ. ટીમ સાથે મારો અનુભવ શાનદાર રહ્યો છે. આ ટીમે મને પહેલા એક ખેલાડી તરીકે અને પછી કેપ્ટન તરીકે અભિવ્યક્ત કરવાનો સમય આપ્યો છે. મુંબઈએ મને એક અલગ અવતારમાં અભિવ્યક્ત કરવાનો મોકો આપ્યો છે.
AB de Villiers on Virat Kohli: વિરાટ કોહલીને પહેલી મીટિંગમાં ઘમંડી જ સમજ્યો હતો
ટીમે સત્ર માટે ઘણી તૈયારી કરી: IPL 2023 વિશે રોહિતે કહ્યું કે મોટાભાગના ડોમેસ્ટિક ભારતીય ખેલાડીઓ પ્રી-સીઝન કેમ્પનો ભાગ છે. પરંતુ છેલ્લા કેટલાક દિવસોમાં વિદેશી અને ભારતીય રાષ્ટ્રીય ખેલાડીઓ ટીમ સાથે જોડાયા છે. પ્રથમ વખત ટીમનું કોચિંગ સંભાળી રહેલા માર્ક બાઉચરે કહ્યું કે જ્યારે તમામ ખેલાડીઓ ટીમની સાથે હશે તો ટીમ એક કે બે પ્રેક્ટિસ મેચ રમશે. તેમણે કહ્યું કે ટીમે સત્ર માટે ઘણી તૈયારી કરી છે. મુંબઈની ટીમ તેના છેલ્લા વર્ષના પ્રદર્શનથી આગળ વધવાનો પ્રયાસ કરશે. 2022ની IPL સિઝનમાં મુંબઈ પોઈન્ટ ટેબલમાં છેલ્લા સ્થાને હતું. IPL 2023માં, મુંબઈ તેની પ્રથમ મેચ 2 એપ્રિલે ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે રમશે. આ વખતે પણ મુંબઈનું લક્ષ્ય ટ્રોફી જીતવાનું રહેશે.