મુંબઈ: મહારાષ્ટ્રમાં લાલબાગના પેરુ કમ્પાઉન્ડ વિસ્તારમાં આવેલી ચાલીમાં મુંબઈની એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. આ કેસમાં પોલીસે જણાવ્યું છે કે 55 વર્ષીય મહિલા વીણા જૈનની તેની જ પુત્રી દ્વારા હત્યા કરવામાં આવી હતી અને શરીરના પાંચ ટુકડા કરવામાં આવ્યા હતા. પોલીસ જણાવ્યા અનુસાર મહિલાની હત્યા લગભગ બે-ત્રણ મહિના પહેલા થઈ હતી.
પુત્રીએ કરી માતાની હત્યા: પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર આરોપી પુત્રીએ પહેલા માતાની હત્યા કરી અને પછી ધારદાર હથિયારથી તેના હાથ-પગ કાપી નાખ્યા. તપાસ દરમિયાન પોલીસને ચાલીના એક ઘરમાંથી હત્યામાં વપરાયેલ હથિયાર મળી આવ્યું હતું. આરોપી પુત્રીએ તેના બંને હાથ અને પગ પાણીની ટાંકીમાં સંતાડી દીધા હતા. પોલીસે જણાવ્યું કે શરીરનો બીજો ભાગ કબાટમાં રાખવામાં આવ્યો હતો. આ ઘટનાના ઘટસ્ફોટથી લાલબાગ વિસ્તારમાં સનસનાટી મચી ગઈ હતી.
આ પણ વાંચો: દિલ્હીમાં શ્રદ્ધા હત્યા જેવી ઘટના, માતાએ પુત્ર સાથે મળીને પતિના 10 ટુકડા કરી ફ્રીઝમાં રાખ્યા
2 થી 3 મહિના પહેલા હત્યાને આપ્યો અંજામ: આ મામલામાં ડેપ્યુટી પોલીસ કમિશ્નર પ્રવીણ મુંડેએ જણાવ્યું કે આરોપી યુવતી રિમ્પલ જૈન 12મા સુધી ભણી છે, ત્યારબાદ તેણે કોલેજ છોડી દીધી છે. તેના ચાર કાકા અને ત્રણ કાકી છે. તેના પિતા હયાત નથી અને રિમ્પલ તેની માતા સાથે રહેતી હતી. તેણે કહ્યું કે ખાસ વાત એ છે કે શરીરના ટુકડા કર્યા પછી પણ રિમ્પલ છેલ્લા બે મહિનાથી એક જ ઘરમાં એકલી રહેતી હતી. ગઈ કાલે રાત્રે આઠ વાગ્યાની આસપાસ રિમ્પલના મામા અને રિમ્પલ ગુમ થયાની ફરિયાદ નોંધાવવા કાલાચોકી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. જે બાદ પોલીસે તેની ટીમ ઈબ્રાહિમ કાસકર ચાલીને ઘરની તપાસ માટે મોકલી હતી. જ્યારે પોલીસ ઘરે પહોંચી તો તેમને ઘરમાંથી દુર્ગંધ આવી. તપાસ બાદ ત્યાંથી મહિલાના શરીરના ટુકડા મળી આવ્યા.
આ પણ વાંચો: Youth killed girlfriend: પ્રેમીએ પ્રેમિકાની હત્યા, પછી લાશના ટુકડા કર્યા
સડી ગયેલી હાલતમાં મળ્યો મૃતદેહ: ડો. પ્રવીણ મુંડેના જણાવ્યા અનુસાર પુત્રી રિમ્પલ જૈને લાલબાગના પેરુ કમ્પાઉન્ડ વિસ્તારમાં તેની 55 વર્ષીય માતા વીણા પ્રકાશ જૈનની ઈલેક્ટ્રીક માર્બલ કટર, કોયતા અને છરી વડે તેના શરીરના ટુકડા કરવાના ઈરાદાથી હત્યા કરી હતી. હાથ-પગ ઉપરાંત અન્ય અવયવોના ટુકડા કરી લાશને પ્લાસ્ટિકની થેલીમાં નાખી લોખંડના કબાટમાં રાખવામાં આવી હતી. જ્યારે હાથ-પગ સ્ટીલની ટાંકીમાં પ્લાસ્ટિકની કોથળીમાં રાખવામાં આવ્યા હતા. આ ઘટના છેલ્લા બે-ત્રણ મહિનામાં બની હોવાનું અનુમાન છે. મૃતદેહ સડી ગયેલી હાલતમાં મળી આવ્યો હતો.