ETV Bharat / bharat

મુંબઈ કોવિડ-19ની વેક્સિનના 1 કરોડથી વધારે ડોઝ આપનારો પહેલો જિલ્લો: BMC

મુંબઈમાં એક કરોડ લોકોનું રસીકરણ કરવામાં આવી ચૂક્યું છે. BMCનો દાવો છે કે મુંબઈ આખા ભારતમાં કોવિડ-19 રસીના 1 કરોડથી વધારે ડોઝ આપનારો પહેલો જિલ્લો બન્યો છે.

ઉદ્ધવ ઠાકરેએ કોરોના સામે લડવામાં ડોક્ટરોના યોગદાનની પ્રશંસા કરી

author img

By

Published : Sep 4, 2021, 8:39 PM IST

  • મુંબઈમાં એક કરોડ લોકોનું રસીકરણ કરવામાં આવી ચૂક્યું છે: BMC
  • 1 કરોડથી વધુ ડોઝ આપનારો પ્રથમ જિલ્લો બન્યો મુંબઈ
  • ઉદ્ધવ ઠાકરેએ કોરોના ડોક્ટરોના યોગદાનની પ્રશંસા કરી

મુંબઈ: બીએમસીનું કહેવું છે કે મુંબઈ સમગ્ર ભારતમાં કોવિડ -19 રસીના 1 કરોડથી વધુ ડોઝ આપનારો પ્રથમ જિલ્લો બની ગયો છે. બીજી તરફ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ કોરોના સામે લડવામાં ડોક્ટરોના યોગદાનની પ્રશંસા કરી છે.

ઉદ્ધવ ઠાકરેની મોટી જાહેરાત

ઉદ્ધવ ઠાકરેએ શનિવારે મુંબઈમાં ટોપીવાલા નેશનલ મેડિકલ કોલેજ અને બીવાયએલ નાયર હૉસ્પિટલની શતાબ્દી નિમિત્તે સંસ્થાને 100 કરોડનું અનુદાન આપવાની જાહેરાત કરી હતી. ડિજિટલ માધ્યમથી હૉસ્પિટલના શતાબ્દી મહોત્સવમાં હાજરી આપતી વખતે ઠાકરેએ આ જાહેરાત કરી હતી. મુખ્યમંત્રીએ અસરકારક રીતે આરોગ્ય સેવાઓ પૂરી પાડવા સાથે આધુનિક ટેકનોલોજીનો સમાવેશ કરવા માટે સંસ્થાની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે, "કોવિડ -19 રોગચાળો અનપેક્ષિત હતો. ડૉક્ટરો નિ:સ્વાર્થપણે દર્દીઓના જીવન બચાવવામાં રોકાયેલા છે. તેમના કારણે જ રોગચાળો નિયંત્રણમાં છે."

કોરોનાને રોકવા માટે લેવાયેલા પગલાંઓનું દસ્તાવેજીકરણ કરવાની જરૂર

ઠાકરેએ કહ્યું કે, "100 વર્ષ પહેલા સર્જાયેલી સ્પેનિશ ફ્લૂ રોગચાળાની ભયાનકતા વિશે આજે બહુ ઓછી માહિતી ઉપલબ્ધ છે." તેમણે કહ્યું કે, "આજે કોરોના વાયરસનો સામનો કરવા માટે લેવામાં આવેલા પગલાંઓની દસ્તાવેજીકરણ કરવાની જરૂર છે અને ભવિષ્યમાં રોગચાળો આવે તો તેની સામે શું કરવું જોઈએ એ માટે આ માહિતી આગામી 50થી 100 વર્ષ સુધી સાચવી રાખવી જોઈએ."

મહારાષ્ટ્ર અને મુંબઈમાં કોરોનાની સ્થિતિ

નોંધપાત્ર વાત એ છે કે શનિવારે મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના 4130 નવા કેસ નોંધાયા છે, 64 લોકોના મોત થયા છે. કુલ સક્રિય કેસ 52,025 છે. અત્યાર સુધીમાં મૃત્યુઆંક 1,37,707 પર પહોંચી ગયો છે. મુંબઈમાં 952 કેસની પુષ્ટિ થઈ છે, જ્યારે ફક્ત મુંબઈ શહેરની વાત કરીએ તો 423 નવા કેસ આવ્યા છે.

વધુ વાંચો: ત્રીજી લહેરના ભણકારા: પટના એઈમ્સમાં કોરોના પોઝિટિવ બાળકીનું મોત, બે દાખલ

વધુ વાંચો: છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 42,618 કેસ નોંધાયા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.