- મુંબઈના શિવાજી નગરમાં બની અકસ્માતની ઘટના
- બિલ્ડિંગ ધરાશાયી થતાં 4 લોકોનાં મોત
- 10 લોકો ઘાયલ થયા
મુંબઈ: શિવાજી નગરમાં એક મોટી અકસ્માતની ઘટના બની છે. અહીં એક બિલ્ડિંગ ધરાશાયી થતાં 4 લોકોનાં મોત નિપજ્યા છે જ્યારે 10 લોકો ઘાયલ થયા છે. આ માહિતી મુંબઈ પોલીસ દ્વારા આપવામાં આવી છે. જણાવવમાં આવી રહ્યું છે કે, વહેલી સવારે પાંચ વાગ્યાની આસપાસ શિવાજી નગરના ગોવંડી વિસ્તારમાં બિલ્ડિંગ અચાનક ધરાશાયી થઈ હતી. આ બિલ્ડિંગમાં 13 લોકો રહેતા હતા. ઘાયલ થયેલા 10 લોકોમાંથી કેટલાકની હાલત ગંભીર હોવાનું જણાવા મળી રહ્યું છે.
આ પણ વાંચો: રાયગઢ મકાન દુ્ર્ઘટનામાં અત્યાર સુધી 14 લોકોના મોત, જાણો ઓગસ્ટમાં ગુજરાતમાં આટલા મકાન ઘરાશાયી થયાં
મુંબઈના શિવાજી નગરમાં ધરાશાયની ઘટના બની
જોકે આજે મુંબઈમાં વરસાદ નથી. પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ બિલ્ડિંગ ખૂબ જ જર્જરિત હતી. જેના કારણે બિલ્ડિંગ ધરાશાયની ઘટના બની હતી. આ વિસ્તારમાં ખુબ મોટી સંખ્યામાં વસ્તી જોવા મળે છે.
આ પણ વાંચો: દિલ્હીમાં ભારે વરસાદ, મકાન ધરાશાયી થતા પરિવારના ત્રણ સભ્યો ઇજાગ્રસ્ત
મુંબઈના કેટલાક વિસ્તારોમાં થોડા સમય માટે લોકલ ટ્રેન સેવાઓને પણ અસર
મુંબઇ અને આસપસાના વિસ્તારોમાં છેલ્લા 5 દિવસમાં ખુબ વર્ષાદ પડ્યો હતો. અવિરત વરસાદને લીધે જનજીવન ખોરવાયું હતુ. વહીવટીતંત્રને પણ અનેક જગ્યાએ પાણી ભરાવાની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. ગુરુવારે મુંબઈના કેટલાક વિસ્તારોમાં થોડા સમય માટે લોકલ ટ્રેન સેવાઓને પણ અસર થઈ હતી. જો કે, થોડા સમય પછી પરિસ્થિતિ સામાન્ય બની હતી.