નવી દિલ્હી/ગાઝિયાબાદ: ગાઝિયાબાદમાં (Accident In Ghaziabad) એક દર્દનાક અકસ્માત થયો છે. નિર્માણાધીન ગટરની દિવાલ ધરાશાયી થઈ હતી, જેમાં 5 મજૂરો દટાયા હતા. પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને તમામ મજૂરોને બચાવીને હોસ્પિટલ લઈ લઈ જવામાં આવ્યા છે. અકસ્માતમાં 2 મજૂરોના મોતના સમાચાર છે. જો કે, અધિકારીઓએ હજુ સુધી મૃત્યુની પુષ્ટિ કરી નથી. પોલીસના જણાવ્યા અનુસાર બચાવ કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી છે.
આ પણ વાંચો: ગાઝિયાબાદમાં ઈકોસ્પોર્ટ ગાડીએ અડફેટે લેતાં 3ના મોત
ગાઝિયાબાદમાં થયો દર્દનાક અકસ્માત : અકસ્માત ગાઝિયાબાદના વિજયનગર વિસ્તારમાંથી સામે આવ્યો છે. જ્યાં ડીએવી ચોક પાસે ગટર બનાવવામાં આવી રહી હતી. બપોરના 2 વાગ્યાના સુમારે સમાચાર આવ્યા કે નિર્માણાધીન ગટરની દિવાલ અચાનક ધરાશાયી થઈ ગઈ છે. અહીં લગભગ 16 મજૂરો કામ કરી રહ્યા હતા, જેમાંથી 5 મજૂરો દિવાલના કાટમાળ નીચે દટાયા હતા. ઉતાવળમાં બાકીના કામદારોએ તેમને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો અને પોલીસને જાણ કરી હતી. પોલીસ અને એમ્બ્યુલન્સ ઉપરાંત ફાયર વિભાગની ટીમે બચાવ કામગીરી શરૂ કરી હતી. જ્યારે ઈજાગ્રસ્તોને બહાર કાઢવામાં આવ્યા, ત્યારે તેમાંથી 3ની હાલત અત્યંત નાજુક હતી, જ્યારે 2 મજૂરોના મોતના સમાચાર સામે આવ્યા છે. બાકીના કામદારોને પણ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. અકસ્માતના કારણની તપાસ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: ગાઝિયાબાદમાં ખાનગી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત, 10-12 લોકો ઘાયલ
અકસ્માતની ગંભીરતાથી તપાસ કરવામાં આવશે : તમામ ઈજાગ્રસ્ત મજૂરો વિશે માહિતી મળી છે કે, તેઓ બિહારના રહેવાસી છે. ગટરના બાંધકામને વેગવંતુ બનાવવા માટે રાત્રીના સમયે પણ કામગીરી કરવામાં આવી રહ્યું હતું. નજીકમાં એક જેસીબી મશીન પણ કામ કરી રહ્યું હતું. તમામ ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ મામલાની ગંભીરતાથી તપાસ કરવામાં આવશે, ત્યારબાદ જ સ્પષ્ટ થશે કે અકસ્માત પાછળનું નક્કર કારણ શું હતું.