લખનઉઃ હાઈકોર્ટની લખનૌ બેંચે મુખ્તાર અંસારીને પણ ગેંગસ્ટર એક્ટ હેઠળ 23 વર્ષ જૂના કેસમાં દોષિત (Mukhtar Ansari sentenced to five years ) ઠેરવ્યો છે. કોર્ટે તેને પાંચ વર્ષની કેદ અને પચાસ હજાર રૂપિયાનો દંડ (Mukhtar Ansari fined fifty thousand rupees ) ફટકાર્યો હતો. જસ્ટિસ દિનેશ કુમાર સિંહની સિંગલ બેન્ચે રાજ્ય સરકારની અપીલ પર આ નિર્ણય સંભળાવ્યો છે. સરકારી વકીલ રાવ નરેન્દ્ર સિંહના જણાવ્યા અનુસાર, રાજ્ય સરકારે ગેંગસ્ટર કેસમાં મુખ્તારને નિર્દોષ જાહેર કરવાના ટ્રાયલ કોર્ટના આદેશને પડકાર્યો હતો. આ કેસની FIR વર્ષ 1999માં હઝરતગંજ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી હતી.
4 સ્થળોએ દરોડાઃ મુખ્તાર અંસારી અને તેના નજીકના લોકોની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. અગાઊ ગાઝીપુરમાં ભારે બળ સાથે EDએ મુખ્તાર અંસારીના પરિવાર અને તેના નજીકના મિત્રોને 4 સ્થળોએ દરોડા પાડ્યા હતા. સદર કોતવાલી વિસ્તારના 3 સ્થળો, રૌઝા સ્થિત ગણેશ દત્ત મિશ્રા, મુસ્તાક ખાન, ટાઉન હોલના સરાઈગલી વિસ્તારમાં ખાન બસ માલિક અને મિશ્રા બજારમાં સોનાના વેપારી બિક્રમ અગ્રહરીના ઘર પર EDના દરોડા ચાલુ છે.