- મુકેશ અંબાણીના લંડનમાં રહેવા સંબંધિત અટકળો
- અટકળો વચ્ચે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિ. (RIL) એ કરી સ્પષ્ટતા
- અંબાણીની લંડન અથવા વિશ્વમાં બીજે ક્યાંય સ્થાયી થવાની કોઈ યોજના નથી: રિલાયન્સ
નવી દિલ્હીઃ મુકેશ અંબાણી (Mukesh Ambani) ના મુંબઈ તેમજ લંડનમાં રહેવા સંબંધિત અટકળો વચ્ચે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિ. (RIL) એ શુક્રવારે જણાવ્યું હતું કે, અંબાણીની લંડન અથવા વિશ્વમાં બીજે ક્યાંય સ્થાયી થવાની કે રહેવાની કોઈ યોજના નથી.
આ પણ વાંચો: ચીને અરૂણાચલ પ્રદેશની સાથે આવેલા વિવાદિત ક્ષેત્રમાં વસાવ્યું ગામઃ અમેરિકા
કંપનીએ બધી વિગતોને "ખોટી અને પાયાવિહોણી અટકળો" ગણાવી
કંપનીએ અંબાણી પરિવારના બકિંગહામ શાયરના સ્ટોક પાર્ક વિસ્તારમાં 300 એકરના કન્ટ્રી ક્લબને તેમનું મુખ્ય ઘર બનાવવાના અહેવાલોને "ખોટી અને પાયાવિહોણી અટકળો" ગણાવી હતી. કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (Reliance) સ્પષ્ટ કરવા માંગે છે કે ચેરમેન (અંબાણી) અને તેમના પરિવારની લંડન અથવા વિશ્વમાં બીજે ક્યાંય સ્થાયી થવાની કે રહેવાની કોઈ યોજના નથી.
આ પણ વાંચો: NDA શાસિત રાજ્યોમાં પેટ્રો પ્રોડક્ટ્સ પર ટેક્સ કાપ, કોંગ્રેસ શાસિત રાજ્યોમાં હજુ પણ જોવાઈ રહી છે રાહ
અંબાણી હાલ મુંબઈ સ્થિત તેમના ઘક 'એન્ટીલિયા'માં રહે છે
રિલાયન્સે (Reliance) લંડનમાં રૂપિયા 592 કરોડમાં મિલકત ખરીદ્યા બાદ અંબાણી અને તેમના પરિવારની વિદેશ યાત્રાને સ્ટોક પાર્ક એસ્ટેટને તેમનું બીજું ઘર બનાવવા સાથે જોડવામાં આવી રહી છે. તે મુંબઈમાં 4,00,000 ચોરસ ફૂટના ઘરમાં રહે છે. તેમનું ઘર 'એન્ટીલિયા' શહેરના અલ્ટામાઉન્ટ રોડ પર આવેલું છે. નિવેદન અનુસાર, “RIL ગ્રૂપની કંપની, RIIHL, જેણે તાજેતરમાં સ્ટોક પાર્ક એસ્ટેટ હસ્તગત કરી છે, તે સ્પષ્ટ કરવા માગે છે કે આ ‘હેરિટેજ’ મિલકતના સંપાદનનો હેતુ આયોજન, માર્ગદર્શિકા અને સ્થાનિક નિયમોનું સંપૂર્ણ પાલન કરાવીને તેને મુખ્ય ગોલ્ફિંગ અને સ્પોર્ટિંગ રિસોર્ટ બનાવવાનો છે. તેણે અંબાણીની વારંવારની વિદેશ યાત્રાઓ પર ટિપ્પણી કરી ન હતી, જેનો ઉલ્લેખ સમાચારમાં કરવામાં આવ્યો છે.