ETV Bharat / bharat

IPL 2022: જાડેજાએ ચેન્નાઈ સુપર કિંગ્સની કેપ્ટનશીપ કેમ છોડી, ધોનીએ કર્યો ખુલાસો - एमएस धोनी

જાડેજાના નિર્ણયથી ટીમમાં એક પ્રકારનો હડકંપ મચી જવા પામ્યો હતો. તેને અચાનક ટીમની કમાન છોડવાનો નિર્ણય લિધો હતો, આ બાબતની જાણકારી CSKના હેડ કોચે આપી હતી. ફરી કપ્તાનીનો તાજ અનુભવીના માથે ગયો હતો. MS ધોનીને ફરી આ સન્માન સનરાઈઝર્સ હૈદરાબાદ સામેની મેચમાં મળ્યું હતું. ધોનીએ જાડેજાની કેપ્ટન્સી છોડવા પાછળનું કારણ પણ જણાવ્યું હતું.

IPL 2022
IPL 2022
author img

By

Published : May 2, 2022, 4:31 PM IST

પુણેઃ ચેન્નાઈ સુપર કિંગ્સના દિગ્ગજ મહેન્દ્ર સિંહ ધોનીએ કહ્યું કે, કેપ્ટનશિપની જવાબદારીઓને કારણે રવિન્દ્ર જાડેજાની તૈયારીઓ અને પ્રદર્શન પર અસર થઈ રહી છે. ધોનીએ ગયા મહિને સુકાની પદ છોડવાનો નિર્ણય લીધો હતો, ત્યારબાદ ચેન્નાઈએ જાડેજાને કેપ્ટન બનાવ્યો હતો. પરંતુ આ ઓલરાઉન્ડર કેપ્ટનશિપનું દબાણ સહન કરી શક્યો નહીં અને અંતે તેણે હાથ ઊંચા કરી દીધા.

આ પણ વાંચો - IPL 2022 : ચેન્નાઈ સુપર કિંગ્સની ભવ્ય જીત, સનરાઈઝર્સ હૈદરાબાદને 13 રને હરાવ્યું

ધોનીએ સંભાળી કમાન - ચેન્નાઈએ ફરીથી તેના સૌથી ભરોસાપાત્ર ધોનીને કેપ્ટનશિપ સોંપવી પડી હતી. જાડેજાના નેતૃત્વમાં ચેન્નાઈ આઠ માંથી છ મેચ હારી હતી. આ દરમિયાન દેશના સૌથી ભરોસાપાત્ર ઓલરાઉન્ડરની બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગ પર પણ વિપરીત અસર પડી હતી. ધોનીએ સત્તા સંભાળ્યા બાદ, ચેન્નાઈએ પ્રથમ મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદને 13 રને હરાવીને પ્લેઓફમાં પહોંચવાની તેમની આશા અકબંધ રાખી હતી.

આ પણ વાંચો - IPL 2022: રોહિતને જન્મદિવસની ભેટ મળી, MIએ IPL-15ની પ્રથમ મેચ જીતી

જાડેજાની કેપ્ટન્સી છોડવા પાછળનું કારણ - ધોનીએ મેચ બાદ પત્રકાર પરિષાદમાં જણાવ્યું હતું કે, જાડેજાને ગત સિઝનથી ખબર હતી કે તેને આ વર્ષે કેપ્ટનશિપ કરવાની છે. મેં તેને પ્રથમ બે રમતમાં મદદ કરી, પરંતુ પછી તેને પોતાના નિર્ણયો લેવા અને જવાબદારી લેવા કહ્યું. તેણે કહ્યું કે, એકવાર તમે કેપ્ટન બની જાઓ તો તેની સાથે ઘણી જવાબદારીઓ જોડાયેલી હોય છે. પરંતુ વધતી જતી જવાબદારીથી તેને અસર થઈ હતી. મને લાગે છે કે સુકાનીપદના ભારથી તેની તૈયારી અને પ્રદર્શન પર અસર પડી હતી.

દબાવમાં આવી ગયો જડ્ડુ - ધોનીએ કહ્યું કે જાડેજાનું ટીમની કમાન સંભાળવી એ ધીમે ધીમે બદલાવ હતો કારણ કે તે ઈચ્છતો હતો. તેણે કહ્યું, તે જાણતો હતો અને તૈયારી કરવા માટે પૂરતો સમય હતો. મહત્વની વાત એ છે કે તમે ઈચ્છો છો કે તે ટીમનું નેતૃત્વ કરે અને હું પણ તે બદલાવ ઈચ્છતો હતો. તમે નથી ઇચ્છતા કે સત્રના અંતે તેને એવું લાગે કે અન્ય કોઈએ કપ્તાન કર્યું છે અને તે માત્ર ટોસ પૂરતો મર્યાદિત છે. દરેક પરિસ્થિતિમાં સૂચનો આપવાથી કેપ્ટનને ખરેખર કોઈ ફાયદો થતો નથી. તમારે મેદાન પર મહત્વપૂર્ણ નિર્ણયો લેવા પડશે અને તમારે તેની જવાબદારી લેવી પડશે. એકવાર તમે કેપ્ટન બન્યા પછી તમારે ઘણી બાબતોનું ધ્યાન રાખવું પડશે અને તેમાં તમારી પોતાની રમતનો પણ સમાવેશ થાય છે. ધોનીને વિશ્વાસ છે કે જાડેજા કેપ્ટનશિપની જવાબદારીમાંથી મુક્ત થયા બાદ ફોર્મમાં પરત ફરશે.

ચેન્નાઇની વાપસી જરૂરી - ધોનીએ જણાવ્યું કે, "જો તમે સુકાનીપદમાંથી મુક્ત થયા પછી તમારું શ્રેષ્ઠ પ્રદર્શન કરો છો, તો અમે પણ એવું જ ઈચ્છીએ છીએ." અમે એક શાનદાર ફિલ્ડર ગુમાવી રહ્યા હતા. ડીપ મિડવિકેટ પર અમને એક સારા ફિલ્ડરની ખોટ હતી. અમે 17-18 કેચ છોડ્યા છે અને તે ચિંતાનો વિષય છે. ધોનીએ કહ્યું, મેચો ખૂબ જ કપરી છે અને આશા છે કે અમે મજબૂત વાપસી કરીશું. બોલરો સાથે વાતચીત કરવી જરૂરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.