ETV Bharat / bharat

MPના CM શિવરાજસિંહ ચૌહાણે રક્ષાબંધનના દિવસે બાળકીઓને આપી ગિફ્ટ, હવે કોલેજમાં એડમિશન મેળવતા જ મળશે 20,000 રૂપિયા

સમગ્ર દેશમાં રવિવારે રક્ષાબંધનની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે મધ્યપ્રદેશના ભોપાલમાં બાળકીઓએ મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણને (CM Shivraj Singh Chauhan)  રાખડી બાંધી હતી. તો મુખ્યપ્રધાને પણ રાજ્યની બાળકીઓને આ પ્રસંગે એક ભેટ આપી છે. મુખ્યપ્રધાને કહ્યું હતું કે, બાળકીઓને કોલેજમાં એડમિશનની સાથે જ લાડલી લક્ષ્મી યોજના અંતર્ગત 20,000 રૂપિયા મળશે.

MPના CM શિવરાજસિંહ ચૌહાણે રક્ષાબંધનના દિવસે બાળકીઓને આપી ગિફ્ટ, હવે કોલેજમાં એડમિશન મેળવતા જ મળશે 20,000 રૂપિયા
author img

By

Published : Aug 23, 2021, 10:47 AM IST

  • મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણે રક્ષાબંધનના દિવસે કરી મહત્ત્વની જાહેરાત
  • મધ્યપ્રદેશમાં કોલેજમાં એડમિશન લેનારી બાળકીઓને મળશે 20,000 રૂપિયાની રોકડ રકમ
  • કોલેજમાં એડમિશન લેનારી બાળકીઓને લાડલી લક્ષ્મી યોજના અંતર્ગત મળશે આ લાભ

ભોપાલઃ રવિવારે સમગ્ર દેશમાં રક્ષાબંધનની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે મધ્યપ્રદેશના ભોપાલમાં બાળકીઓએ મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણને (CM Shivraj Singh Chauhan) રાખડી બાંધી હતી. તો મુખ્યપ્રધાને પણ રાજ્યની બાળકીઓને આ પ્રસંગે એક ભેટ આપી છે. મુખ્યપ્રધાને કહ્યું હતું કે, બાળકીઓને કોલેજમાં એડમિશનની સાથે જ લાડલી લક્ષ્મી યોજના અંતર્ગત 20,000 રૂપિયા મળશે.

  • हमने तय किया है कि कॉलेज में बेटियाँ प्रवेश करेंगी, तो लाडली लक्ष्मी योजना के अंतर्गत एकमुश्त रु. 20,000 की राशि प्रदान करेंगे।

    मैं मेरी बेटियों को आश्वस्त करता हूँ कि उनकी उच्च शिक्षा का भी पूरा प्रबंध किया जाएगा। उसके लिए आवश्यक आर्थिक व्यवस्थाएँ भी की जाएंगी। pic.twitter.com/HE8QLJkOEI

    — Shivraj Singh Chouhan (@ChouhanShivraj) August 22, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આ પણ વાંચો- મધ્યપ્રદેશના CM શિવરાજસિંહ ચૌહાણના 61માં જન્મદિવસે PM મોદી અને અમિત શાહે પાઠવી શુભેચ્છા

બાળકીઓ પાસે રાખડી બંધાવવાની સાથે મુખ્યપ્રધાને કરી જાહેરાત

મધ્યપ્રદેશમાં શાસકીય (MP Government News) કાર્યક્રમ પહેલા બાળકીઓની પૂજા થાય છે. રક્ષાબંધનના પ્રસંગ પર મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણે બાળકીઓ સાથે રાખડી બંધાવી હતી. આ પ્રસંગે જ મુખ્યપ્રધાને રાજ્યની બાળકીઓ અને બહેનો માટે મોટી જાહેરાત કરી છે. શિવરાજસિંહ ચૌહાણે કહ્યું હતું કે, ભારતમાં પરિવાર વ્યવસ્થા વિશ્વ માટે આશ્ચર્ય છે અને અમારા માટે ગર્વનો વિષય છે, પરંતુ પરિવારને પણ સંભાળવાનું કામ આપણી બહેનો કરે છે.

  • महिला स्वसहायता समूहों को सरकार की गारंटी और कम ब्याज पर ऋण देने की व्यवस्था की जा रही है।

    बहनों के नाम संपत्ति का रजिस्ट्रेशन करना हो तो शुल्क केवल 1% होगा, ऐसी व्यवस्था हमने की है। मुझे खुशी है कि रजिस्ट्री शुल्क 1% करने के कारण बहनों के पक्ष में 10% रजिस्ट्री ज़्यादा हुई है। pic.twitter.com/WD39iYDWlH

આ પણ વાંચો- મમતા દીદી માનસિક સંતુલન ગુમાવી બેઠી છે: શિવરાજ સિંહ ચૌહાણ

બાળકીઓનું સન્માન અને સુરક્ષા અમારા માટે સર્વોપરિઃ મુખ્યપ્રધાન

મુખ્યપ્રધાને રક્ષાબંધન નિમિત્તે કહ્યું હતું કે, બાળકીઓ માટે એક નહીં અનેક યોજના બનાવી છે. આજે પણ કોઈ પણ શાસકીય કાર્યક્રમના પ્રારંભમાં બાળકીઓની પૂજા કરીએ છીએ. આ એ વાતનું પ્રતિક છે કે, બાળકીઓનું સન્માન અને સુરક્ષા અમારા માટે સર્વોપરિ છે. અમે નક્કી કર્યું છે કે, બાળકીઓ કોલેજમાં એડમિશન લેશે તો તેમને 20,000 રૂપિયાની રોકડ રકમ આપવામાં આવશે. આ સાથે જ લાડલી લક્ષ્મી બાળકીઓને ખાતરી આપું છું કે, તેમની ઉચ્ચ શિક્ષાની પણ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવશે. તે માટે આવશ્યક આર્થિક વ્યવસ્થાઓ પણ કરવામાં આવશે.

  • नाम बदलकर धोखा देने वालों के खिलाफ कड़ी कार्रवाई करने के लिए हमने धार्मिक स्वतंत्रता कानून लागू किया।

    गुमशुदा बेटियों को सही सलामत घर लाने के लिए मुस्कान अभियान चलाया।

    मेरा मानना है कि सही अर्थों में अगर देश का सशक्तिकरण करना है, तो बहनों का सशक्तिकरण आवश्यक है। pic.twitter.com/QGGYvO0thl

અમે જિદ કરીને 30 ટકા રિઝર્વેશન બાળકીઓને આપ્યું

મુખ્યપ્રધાને વધુમાં કહ્યું હતું કે, અમે રાજકીય સશક્તિકરણ માટે મધ્યપ્રદેશમાં નિર્ણય કર્યો છે કે, સ્થાનિક એકમોની ચૂંટણીમાં 50 ટકા બેઠક બહેનો અને બાળકીઓ માટે આરક્ષિત રહેશે. તેનું જ પરિણામ છે કે, મોટી સંખ્યામાં અમારી બહેનો અને બાળકીઓ પંચ, સરપંચ, જિલ્લા પંચાયત, જનપદ પંચાયત અધ્યક્ષ, સભ્ય, મેયર, નગરપાલિકા, નગર પંચાયત અધ્યક્ષ અને કાઉન્સિલર બની છે. શિવરાજસિંહ ચૌહાણે કહ્યું હતું કે, સરકારી નોકરી, પોલીસની ભરતીમાં પણ તેમનો વિરોધ થયો હતો, પરંતુ અમે જિદ કરીને 30 ટકા રિઝર્વેશન બાળકીઓને આપ્યું.

રાજ્યમાં વ્યાપક પ્રમાણમાં કોરોના રસીકરણ અભિયાન શરૂ થશે

આ સાથે જ મુખ્યપ્રધાને બહેનો અને બાળકીઓને કોરોનાની રસી લઈ લેવા માટે અપીલ કરી હતી. 25 અને 26 ઓગસ્ટે અમે વ્યાપક પ્રમાણમાં રસીકરણ અભિયાનનો પ્રારંભ કરી રહ્યા છીએ. તેમણે કહ્યું હતું કે, 25એ પહેલો અને બીજો ડોઝ બંને લાગશે. જ્યારે 26એ માત્ર બીજો જ ડોઝ લગાવવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.