ETV Bharat / bharat

Organic Farming : રીવાના મોટા સરકારી અધિકારીએ અભિનેતા મનોજકુમારની શૈલીમાં ખેડૂતોના મન મોહ્યાં

મધ્યપ્રદેશના રીવા જિલ્લાના એડીએમ શૈલેન્દ્રસિંહ આજકાલ ઘણી ચર્ચામાં છે. જૈવિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે અભિનેતા મનોજકુમારની શૈલીમાં એડીએમ શૈલેન્દ્રસિંહ ખેતી કરી રહ્યા છે. એટલું જ નહીં તેઓ ગામડાઓમાં જઈને ખેડૂતોને સજીવ ખેતી કરફ વાળવા પ્રોત્સાહિત કરી રહ્યાં છે.

Organic Farming : રીવાના મોટા સરકારી અધિકારીએ અભિનેતા મનોજકુમારની શૈલીમાં ખેડૂતોના મન મોહ્યાં
Organic Farming : રીવાના મોટા સરકારી અધિકારીએ અભિનેતા મનોજકુમારની શૈલીમાં ખેડૂતોના મન મોહ્યાં
author img

By

Published : Feb 14, 2023, 8:37 PM IST

રીવા મધ્યપ્રદેશ : હાલના દિવસોમાં જિલ્લામાં અધિક કલેક્ટર તરીકે ફરજ બજાવતાં શૈલેન્દ્રસિંહ દ્વારા સજીવ ખેતી વધારવા માટે સતત પ્રયાસો થતાં હોવાનું જાણવા મળી રહ્યું છે.સજીવ ખેતી માટે ખેડૂતોને જાગૃત કરવા માટે અધિક કલેક્ટર શૈલેન્દ્રસિંહ પોતે ખેતરોમાં કામ કરી રહેલા પણ જોવા મળે છે. રીવાના એડિશનલ કલેક્ટર શૈલેન્દ્રસિંહનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. અભિનેતા મનોજકુમારની શૈલીમાં એડીએમ શૈલેન્દ્રસિંહ દેશની માટીમાંથી સોનું કાઢવા માટે હળ ચલાવતાં જોવા મળે છે. મધ્યપ્રદેશમાં પ્રથમ વખત કોઇ મોટા વહીવટી અધિકારી હળ વડે ખેતી કરતા જોવા મળ્યાં હોવાનો કિસ્સો સામે આવ્યો છે.

આ પણ વાંચો Organic Farming In Kutch: અન્ન ઔષધ હતું તે હવે ઝેર બન્યું, પ્રાકૃતિક ખેતી તરફ વળવાનો સમય આવી ગયો છે

સોશિયલ મીડિયામાં છવાઇ ગયાં એડીએમ : હકીકતમાં વાત એમ છે કે મધ્યપ્રદેશ સરકાર દ્વારા ઓર્ગેનિક ખેતીને પ્રોત્સાહન આપવાના સતત પ્રયાસો માટે દરરોજ નવા કાર્યો કરવામાં આવી રહ્યા છે. રીવાના અધિક કલેક્ટર શૈલેન્દ્રસિંહે સરકારના કાર્યોને જનજન સુધી વિસ્તારવા માટે કમર કસી છે. જેના માટે અધિક કલેક્ટર શૈલેન્દ્રસિંહ જિલ્લાભરમાં ગામડાંઓમાં જઈને લોકોને પહેલા ઓર્ગેનિક ખેતી કરવા જણાવી રહ્યા છે અને પછી પોતે ખેતરોમાં લોકો સાથે કામ કરી રહ્યા છે. એડિશનલ કલેક્ટર શૈલેન્દ્રસિંહનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વિડીયોમાં તેઓ અભિનેતા મનોજકુમારની જેમ ધોતી પહેરીને હાથમાં હળ લઈને ખેતરોમાં કામ કરી રહેલા દેખાય છે. એડીએમની આવા મહેનતના કામની ચારેબાજુ પ્રશંસા થઈ રહી છે.

આ પણ વાંચો બનાસકાંઠા: પાલનપુરનો યુવાન છ વીઘા જમીનમાં સજીવ ખેતી કરીને 10 લાખ રુપિયાની આવક મેળવે છે

જૈવિક ખેતી તરફ ખેડૂતોને વાળવાનો હેતુ : રીવા અધિક કલેક્ટર શૈલેન્દ્રસિંહે મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયામાં વધુ સારી રીતે ફેલાય થાય અને સરકારી યોજનાઓનો પ્રચાર પ્રસાર થાય તે માટે સમયાંતરે સરકારી સ્તરે સૂચનાઓ આપવામાં આવે છે. આ હેઠળ જૈવિક ખેતી અને કુદરતી ખેતીને પ્રોત્સાહન આપવું અને તેનો ઉપયોગ કરવો એ આપણી ઇકો સિસ્ટમ અને પર્યાવરણ તેમજ આપણા સ્વાસ્થ્યના દ્રષ્ટિકોણથી આપણા માટે વધુ સારું છે. આ બાબતોને પ્રમોટ કરવા માટે અમારા દ્વારા કેટલાક વીડિયો બનાવવામાં આવ્યા છે. જેમાં અભિનેતા મનોજ કુમારની ફિલ્મના ગીત મેરે દેશ કી ધરતી સાથે સંબંધિત એક વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવ્યો છે. ખેતરો અને પાકની સુધારણા માટે પ્રશાસનનો આ એક પ્રયાસ છે. તેને પ્રોત્સાહન આપવા માટે આવા કાર્યો કરવામાં આવી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.