ETV Bharat / bharat

Madhya Pradesh News : દલિતોને મંદિરમાં પ્રવેશવા દેવામાં આવશે નહીં, હા હજુ પણ થાય છે આવું... - અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ

ધાર જિલ્લાના લોહરી ગામમાં એક મંદિર પાસે વિવાદિત બોર્ડ લગાવવાનો મામલો સામે આવ્યો છે. પ્રહલાદ વિશ્વકર્માએ તેમની જમીન પર મંદિર બનાવ્યું અને તેની પાસે એક બોર્ડ લગાવ્યું જેમાં લખ્યું હતું. જેમાં લખ્યું હતું કે, પૂજા સ્થળ જાહેર મિલકત નથી પરંતુ ખાનગી છે. દલિતોને મંદિરમાં પ્રવેશવા દેવામાં આવશે નહીં એવું બોર્ડ પ્રદર્શિત કરવામાં આવ્યું હતું.

Madhya Pradesh News
Madhya Pradesh News
author img

By

Published : Jul 21, 2023, 3:37 PM IST

મધ્યપ્રદેશ : ધાર જિલ્લાના લોહરી ગામમાં એક મંદિર પાસે કથિત રૂપે બોર્ડ લગાવવા બદલ એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસમાંથી મળતી સત્તાવાર માહિતી મુજબ જેમાં લખ્યું હતું કે, દલિતોને તેની માલિકીની જમીન પર બાંધવામાં આવેલા મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે નહી.

ભીમ આર્મીનો વિરોધ : આ અંગે પોલીસમાંથી મળતી માહિતી મુજબ, પ્રહલાદ વિશ્વકર્મા નામના શખ્સે પોતાની જમીન પર બનાવેલ મંદિર બહાર એક બોર્ડ લગાવ્યું હતું. જેમાં લખ્યું હતું કે, દલિતોને મંદિરમાં પ્રવેશવા દેવામાં આવશે નહીં. ASP એ કહ્યું કે, દલિત સમુદાયના સભ્યો અને ભીમ આર્મીના સભ્યોએ મંદિરની સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ બાબતે માહિતી મળતાં જ કુક્ષી પોલીસ એક્શનમાં આવી ગઈ હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને આંદોલન કરતા લોકો સાથે શાંતિ માટે વાતચીત કરી હતી.

આ ઘટના 19 જુલાઈ બુધવારના રોજ ધારથી લગભગ 120 કિમી દૂર લોહરી ગામમાં બની હતી. આરોપી પ્રહલાદ વિશ્વકર્માએ તેની જમીન પર મંદિર બનાવ્યું છે. તેની નજીક એક બોર્ડ લગાવ્યું છે કે પૂજા સ્થળ જાહેર મિલકત નથી પરંતુ ખાનગી છે. -- દેવેન્દ્ર પાટીદાર (અધિક પોલીસ અધિક્ષક)

આરોપીએ માફી માંગી : પોલીસ અધિકારીએ માહિતી આપી હતી કે, પ્રહલાદ વિશ્વકર્મા પર અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જેના આધારે તેની ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં તેણે જાહેરમાં તેની આ કરતુત માટે માફી માંગી હતી. ઉપરાંત મંદીર પર લગાવેલ બોર્ડ ઉતારી લીધું હતું.

અત્યાચારી બનાવ : આ અગાઉ 10 જુલાઈના રોજ જમ્મુ અને કાશ્મીરના ડોડા જિલ્લામાં એક દલિત વ્યક્તિ જ્યારે પ્રાર્થના કરવા માટે મંદિરમાં પ્રવેશ્યો ત્યારે તેના પર હુમલો કરવામાં આવ્યો હતો. સળગતી લાકડીઓ વડે લોકોના જૂથ દ્વારા કથિત રીતે હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટના ત્યારે બની જ્યારે 23 વર્ષીય બિટ્ટુ રામ બગત ચતરગાલા ગામમાં ચંડી માતા મંદિરની મુલાકાતે ગયો હતો.

  1. દલિત વિદ્યાર્થીને શિક્ષકે 18 કલાક રાખ્યો ટોયલેટમાં બંધ અને થયું કે...
  2. નેર ગામમાં દલિતો પર હુમલો: ભુજની જનરલ હોસ્પિટલમાં જીગ્નેશ મેવાણીએ દલિત પરિવારની લીધી મુલાકાત

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.