જબલપુર: ગોસલપુરમાં 10 કરોડ રુપિયાની લૂંટનો મામલો સામે આવ્યો છે. મહેન્દ્ર ગોયન્કા નામક ખાણના માલિકનો આરોપ છે કે તેમની ખાણમાંથી હથિયારધારી લોકોએ 50 ટ્રક માલ ચોરી લીધો છે. ખાણ માલિકે આ મામલે ગોસલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. પોલીસને આ મામલો પાર્ટનરશિપમાં ગરબડનો લાગી રહ્યો છે, પોલીસ પાર્ટનરશિપમાં બંદૂકની જરુર કેમ પડી તે પણ શોધી રહી છે. જો કે આ મામલે પોલીસે હજૂ સુધી કોઈ એફઆઈઆર નોંધી નથી.
જબલપુરના ગોસલપુર પોલીસ સ્ટેશનમાં મહેન્દ્ર ગોયન્કા નામક ખાણ માલિકે પોલીસેને લેખિતમાં ફરિયાદ કરી છે. જેમાં તેમના યાર્ડમાંથી 10 કરોડ રુપિયાનું આયર્ન ઓર લૂંટી લેવાનું જણાવાયું છે. બે દિવસ પહેલા ગોસલપુરમાં ગોયન્કાના ડમ્પિંગ યાર્ડમાંથી 50 ટ્રક ભરીને આયર્ન ઓર ચોરી લેવામાં આવ્યું હતું. આ લૂંટમાં હથિયારધારીઓ પોતાની સાથે મોટા મોટા જેસીબી મશિન લઈને આવ્યા હતા. તેમણે જેસીબીથી આયર્ન ઓર ટ્રકોમાં લોડ કર્યુ અને લઈ ગયા.
મહેન્દ્ર ગોયન્કાની લેખિત ફરિયાદમાં જણાવાયું છે કે હથિયારધારીઓએ યાર્ડના માણસોને બંધક બનાવી લીધી હતા. જ્યાં સુધી આ ટ્રક્સ લોડ ના થયા ત્યાં સુધી સ્ટાફને કેદમાં રાખવામાં આવ્યો હતો. જબલપુરના એડિશનલ એસ પી(ગ્રામ્ય) સૂર્યકાંત શર્મા જણાવે છે કે આ મામલો પાર્ટનરશિપમાં થયેલા વિવાદનો લાગી રહ્યો છે. જો કે લેખિતમાં ફરિયાદ થતા પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે.
જબલપુરના ગોસલપુર વિસ્તારમાં આયર્ન ઓરની મોટી મોટી ખીણો આવેલી છે. આ ખાણોમાંથી કિમતી આયર્ન ઓર નીકાળવામાં આવે છે. જેને વિદેશ મોકલવામાં આવે છે. આ ખાણોમાં આવા વ્યવસાયિક વિવાદો અવારનવાર થતા રહે છે. આ વખતે મામલો કરોડોની લૂંટનો છે. આ લૂંટમાં હથિયારધારીઓ દ્વારા ગુંડાગર્દી થઈ હોવાથી પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
જબલપુર પોલીસની સાથે આ મામલાની તપાસમાં ખનીજ વિભાગ જોડાય તે આવશ્યક છે. જો 10 કરોડનું આયર્ન ઓર લૂંટીને જબલપુરથી કટની લઈ જવાયું હોય તો ખનીજ ચેક પોસ્ટ વિભાગને ખબર કેમ ન પડી, તેમજ એક પછી એક 50 ટ્રક પસાર થાય તો કોઈએ તેનું ચેકિંગ શા માટે ન કર્યુ? આ સવાલોને લીધે ખનીજ વિભાગ તરફ પણ શંકાની સોય તકાઈ રહી છે.