ઈન્દૌર: શ્વાનને લઈને વકરેલા વિવાદમાં એક વૃદ્ધાને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. મધ્યપ્રદેશના ઈન્દોરના આઝાદ નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં 70 વર્ષીય એક વૃદ્ધાનું મોત થયાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે સમગ્ર મામલાની તપાસ શરૂ કરી અને લાશને પોસ્ટમોર્ટમે અર્થે ઈન્દોરની MY હોસ્પિટલમાં મોકલી આપી હતી.
શું છે સમગ્ર મામલો: આ સમગ્ર મામલો ઈન્દોરના આઝાદ નગર વિસ્તારનો છે. આઝાદ નગર પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ નીરજ મીણા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આ વિસ્તારમાં રહેતા શિલાબાઈ નામના વૃદ્ધાએ ચાર-પાંચ શ્વાન પાળ્યા છે. જ્યારે કેટરિંગનું કામ કરતો રાકેશ નામનો આરોપી વૃદ્ધાના ઘરની સામેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે શ્વાન ભસવા લાગ્યા, આ બાબતે રાકેશે વૃદ્ધા શીલાબાઈને શ્વાનને બાંધીને રાખવાનું કહ્યું હતું. જેના કારણે બંને વચ્ચે બોલાચાલી થઈ ગઈ હતી.
વૃદ્ધાને લાત મારતા મોત: આ બોલાચાલી આગળ વધતા રાકેશે વૃદ્ધા મહિલા શીલાબાઈ સાથે ઉગ્ર ઝઘડો શરૂ કર્યો હતો વાત મારામારી સુધી પહોંચી ગઈ હતી. દરમિયાન રાકેશે વૃદ્ધા શીલાબાઈને માર માર્યો, એમાં પણ રાકેશે જ્યારે શીલાબાઈને લાત મારી જેના કારણે તેના મોઢામાંથી લોહી નીકળવા લાગ્યું. અને થોડા સમય પછી તેણીનું મૃત્યુ થઈ ગયું.હાલમાં તોપોલીસે આ સમગ્ર મામલાની જીણવટપૂર્વકની તપાસ હાથ ધરી છે. મહત્વપૂર્ણ છે કે, શ્વાનને લઈને થતાં ઝઘડાઓની ઘટના આ પહેલાં પણ ઘણી વખત ઈંન્દૌર માંથી સામે આવી ચુકી છે.