શ્યોપુર: 70 વર્ષ પછી, ચિત્તા ફરી એકવાર ભારતમાં પરત ફર્યા છે. નામિબિયાથી 8 ચિત્તા ભારત લાવવામાં આવ્યા છે અને તેનો સંપૂર્ણ શ્રેય દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાય છે. PM મોદીએ પોતે તેમને શ્યોપુર જિલ્લાના કુનો નેશનલ પાર્કમાં છોડી દીધા હતા. જે બાદ PM મોદીએ 'ચિતા મિત્રો' સાથે વાત કરી હતી. PMએ કહ્યું કે, તમે લોકોએ દરેક પ્રાણીનું ધ્યાન (Prime Minister gave tips to the cheetah friends) રાખવું પડશે.
450 થી વધુ ચિત્તા મિત્રોની નિમણૂક: તમને જણાવી દઈએ કે, 1948માં ભારતની ધરતી પરથી ચિત્તા લુપ્ત થઈ ગયા હતા. જે બાદ 1952માં સરકારે ચિત્તાને લુપ્ત થતી પ્રજાતિ તરીકે જાહેર કરી હતી. મોદી સરકારે તેમના જન્મદિવસ નિમિત્તે દેશવાસીઓને રિટર્ન ગિફ્ટ તરીકે ચિતા આપ્યા છે. ચિત્તા વિશે જાગૃતિ ફેલાવવા માટે, શિવરાજ સરકારે 450 થી વધુ ચિત્તા મિત્રોની નિમણૂક (Appointment of more than 450 Cheetah Friends) કરી છે. 'ચિતા મિત્ર' લોકોને ચિત્તાની જીવનશૈલી અને રીતભાત વિશે જાગૃત કરશે. ચિત્તા મિત્રો લોકોને કહેશે કે, ચિત્તાથી ડરવાની જરૂર નથી અને ચિત્તા મનુષ્યો પર હુમલો કરતા નથી.
વડા પ્રધાને ચિત્તા મિત્રોને પૂછ્યા પ્રશ્નો: ચિત્તા મિત્રો કહે છે કે, અમને દેશના વડા પ્રધાન સાથે વાત કરવાનો (PM Modi talks to cheetah mitra) મોકો મળ્યો. અમારા માટે આ એક શાનદાર દિવસ રહ્યો છે અને તે ગર્વની વાત છે કે, ચિત્તા દેશમાં પાછા આવી ગયા છે. વડા પ્રધાને ચિત્તા મિત્રોને સીધો પ્રશ્ન પૂછ્યો કે તમે ચિત્તા વિશે શું જાણો છો, તો તેમણે કહ્યું કે 'ચિતા ક્યારેય માણસો પર હુમલો નથી કરતા અને તે સહેજ અવાજ સાંભળીને ભાગી જાય છે.