ભોપાલ: ગ્વાલિયર. કમલનાથ સરકારમાં મંત્રી રહેલા વૈરાગ્ય નંદ ગિરી મહારાજ ઉર્ફે મિર્ચી બાબાની દુષ્કર્મના આરોપમાં (Mirchi Baba Rape Case) ધરપકડ કરવામાં આવી છે. જણાવવામાં આવી રહ્યું છે કે, આજે સવારે ભોપાલ પોલીસની ટીમ ગ્વાલિયર પહોંચી હતી, જ્યાં ગ્વાલિયર ક્રાઈમ બ્રાન્ચની ટીમ સાથે બાબાને એક હોટલમાંથી પકડવામાં આવ્યો છે. મિર્ચી બાબાની ધરપકડ કરીને ભોપાલ પોલીસની ટીમ રવાના થઈ ગઈ છે.
મિર્ચી બાબા હોટલમાંથી ધરપકડ : મિર્ચી બાબા વિરુદ્ધ ભોપાલના મહિલા પોલીસ સ્ટેશનમાં બળાત્કારનો કેસ નોંધવામાં આવ્યો છે. પીડિત મહિલાએ આરોપ લગાવ્યો હતો કે મિર્ચીએ બાળકને જન્મ આપવાના બહાને ગોળીઓ ખવડાવીને બળાત્કાર ગુજાર્યો હતો. આ અંગે ભોપાલ પોલીસની ટીમ આરોપી મિર્ચી બાબાને પકડવા માટે ગઈકાલે રાત્રે ગ્વાલિયર પહોંચી હતી. જ્યાં સવારે બાબાને એક હોટલમાંથી ધરપકડ કરીને તેની સાથે ભોપાલ લઈ જવામાં આવ્યો છે.