જૂનાગઢ: આજે સમગ્ર વિશ્વમાં માતૃ દિવસની ઉજવણી થઇ (Mothers Day 2022 ) રહી છે. જંગલનાં હિંસક પ્રાણીઓની માતૃત્વ ભાવના અને નવજાત બચ્ચાની સારસંભાળને લઇને વિશેષ અહેવાલ આપની સમક્ષ લાવી રહ્યા (predatory animals live with maternal feelings) છે. ગીરના જંગલોમા હિંસક પ્રાણીઓ જોવા (Wildlife Motherhood) મળે છે, જે પૈકી સૌથી પ્રથમ સિંહ પરિવાર સામે(junagadh wildlife motherhood) આવે છે. સમગ્ર સિંહ પરિવારમાં સિંહણ શિકારથી લઈને રક્ષણ અને ખોરાક મેળવવાની તમામ તરકીબો ની સાથે વિપરીત પરિસ્થિતિમાં સિંહણ આગેવાની લઈને સમગ્ર પરિવારને અને ખાસ કરીને નવજાત અને નાના બચ્ચાનેની રાહબર બનતી હોય છે. સિંહણમાં આ પ્રકારની પરિવાર ભાવના કે માતૃત્વને લઈને જે ગુણો જોવા મળે છે તેને લઈને સિંહણ આજે પણ સિંહ પરિવારમા મોખરાનું સ્થાન ધરાવે છે.
આ પણ વાંચો: માત્ર 5 વર્ષની ઉંમરે કેવી રીતે બની આ દિકરી માતા, આજે પણ તે રહસ્ય જ રહ્યું
સિંહણ બચ્ચાંને પુખ્ત થતાં સુધી આપે છે તમામ તાલીમ: સિંહણના બચ્ચાનો જન્મ થવાની સાથે જ જંગલના નિયમો અને તેની તાલીમ આપવાની શરૂઆત કરે છે, જ્યારે બચ્ચા શિકાર કરી શકે તેવી પરિસ્થિતિમાં ન હોય એવા સમયે સિંહણ બચ્ચાની સામે શિકાર કરીને તેને ખોરાક પૂરો પાડે છે મહત્વની વાત એ છે કે, સિંહણ નવજાત બચ્ચાને શિકાર કરવાના ગુણો ખૂબ જ ચીવટતાથી આપતી હોય છે. તમામ વિપરીત કે અનુકૂળ પરિસ્થિતિમાં સિંહણ સિંહ પરિવારનો રક્ષા કરવાથી લઈને ખોરાક અને વિપરીત પરિસ્થિતિ માંથી કઈ રીતે બહાર નીકળી શકાય તેની રાહબર બનીને માતૃત્વનો ઉમદા ભાવ પણ પરિવારમાં પ્રદર્શિત કરે છે. બચ્ચા પુખ્ત થવાની સાથે જ સિંહણ તેને જંગલના નિયમોને આધીન શિકાર કરવામાં પારંગત પણ બનાવે છે. આ સિંહણના માતૃત્વ ભાવનું ઉત્તમ દ્રષ્ટાંત આજે પણ જોવા મળે છે.
આ પણ વાંચો: વર્લ્ડ મધર્સ ડે : નવી સિવિલની હ્યુમન મિલ્ક બેન્કમાં દુધનું દાન કરી 4704 માતાઓ સાચા અર્થમાં મા યશોદા બની
મનુષ્ય કરતાં પણ વધારે માતૃત્વ: વન વિભાગના અધિકારીઓ જણાવી રહ્યા છે કે માતૃત્વ અને પરિવાર ભાવના મનુષ્ય કરતાં પ્રાણી જગતમાં સૌથી વધારે જોવા મળે છે જંગલનો કોઈ પણ પ્રાણી માતૃત્વ ભાવને લઇને ક્યારેય કચાસ રાખતો નથી ખોરાક થી લઈને રક્ષણ વિપરીત પરિસ્થિતિમાં જીવનને બચાવવું અને શિકારી પ્રાણીઓ દ્વારા કરવામાં આવતા હુમલાઓથી કઈ રીતે બચી શકાય આ તમામ પ્રકારની તાલીમ અને માર્ગદર્શન જંગલના હિસક અને અન્ય પ્રાણીઓ પોતાના બચ્ચાને પૂરો પાડીને માતૃત્વનું ઉદાહરણ રજૂ કરે છે મનુષ્યમાં આ પ્રકારની માતૃત્વની ભાવના સતત જોવા મળતી નથી જ્યારે જંગલ ના તમામ પ્રાણી પશુ-પક્ષીઓમાં માતૃત્વની ભાવના સતત અને એક સરખી રીતે જોવા મળતી હોય છે જેને કારણે જંગલ નું જીવન આજે પણ માતૃત્વ ભાવનાથી છલોછલ જોવા મળે છે