કોઈમ્બતુર: ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રા (Anand Mahindra on Mothers day) સોશિયલ મીડિયા પર હંમેશા એક્ટિવ રહે છે અને તે દરરોજ અલગ-અલગ પ્રકારની પોસ્ટ દ્વારા પોતાના ફેન્સને માહિતગાર રાખે છે. તેમજ આનંદ મહિન્દ્રા કેટલા ઉદાર વ્યક્તિ છે તે તેના ટ્વિટર હેન્ડલ (Anand Mahindra Twitter) જોઈને જ ખબર પડે છે. મધર્સ ડે (Mothers Day 2022) પર, આનંદ મહિન્દ્રાએ તમિલનાડુના કોઈમ્બતુરમાં રહેતી ઈડલી અમ્માને ઘર ગિફ્ટ કર્યું ( Anand Mahindra gifts Idly Amma) હતું. ખાસ વાત એ છે કે આનંદ મહિન્દ્રા અને તેમના સંબંધોની શરૂઆત પણ એક ટ્વિટથી થઈ હતી.
-
Immense gratitude to our team for completing the construction of the house in time to gift it to Idli Amma on #MothersDay She’s the embodiment of a Mother’s virtues: nurturing, caring & selfless. A privilege to be able to support her & her work. Happy Mother’s Day to you all! pic.twitter.com/LgfR2UIfnm
— anand mahindra (@anandmahindra) May 8, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">Immense gratitude to our team for completing the construction of the house in time to gift it to Idli Amma on #MothersDay She’s the embodiment of a Mother’s virtues: nurturing, caring & selfless. A privilege to be able to support her & her work. Happy Mother’s Day to you all! pic.twitter.com/LgfR2UIfnm
— anand mahindra (@anandmahindra) May 8, 2022Immense gratitude to our team for completing the construction of the house in time to gift it to Idli Amma on #MothersDay She’s the embodiment of a Mother’s virtues: nurturing, caring & selfless. A privilege to be able to support her & her work. Happy Mother’s Day to you all! pic.twitter.com/LgfR2UIfnm
— anand mahindra (@anandmahindra) May 8, 2022
આ પણ વાંચો -Varanasi Gyanvapi Masjid Case: અંજુમન ઈનાઝાનિયા મસ્જિદ કમિટીની અરજી પર જ્ઞાનવાપી કેસમાં સુનાવણી
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રાએ પોતે ટ્વિટર પર ઈડલી અમ્માને પોતાનું નવું ઘર મળવાની માહિતી આપી છે. આનંદ મહિન્દ્રાએ તેમને જે વચન આપ્યું હતું તે હવે મધર્સ ડે પર પૂરું થયું છે. એક વીડિયો શેર કરતાં આનંદ મહિન્દ્રાએ લખ્યું, 'મધર્સ ડે પર ઈડલી અમ્માને ગિફ્ટ કરવા માટે સમયસર ઘરનું બાંધકામ પૂરું કરવા બદલ અમારી ટીમનો ખૂબ ખૂબ આભાર. તે માતાના ઉછેર, સંભાળ અને નિઃસ્વાર્થ અસ્તિત્વનું મૂર્ત સ્વરૂપ છે. તેમને અને તેમના કામને ટેકો આપવાનો લહાવો મળ્યો. આ સાથે તેણે મધર્સ ડેની શુભેચ્છા પાઠવી છે.
આ પણ વાંચો -MH Viral Video : આંતરજ્ઞાતિય લગ્ન વિવાદમાં યુવતીને તેનો જ પરિવાર ઉપાડી ગયો