હૈદરાબાદ: અમરનાથ યાત્રા (Amarnath Yatra 2022)ની તૈયારીઓ પૂરજોશમાં છે. MHAએના અધિકારીઓએ જણાવ્યું કે, 30 જૂનથી શરૂ થનારી વાર્ષિક અમરનાથ યાત્રાના (amarnath pilgrimage 2022) શાંતિપૂર્ણ સંચાલન માટે સુરક્ષા દળોની ઓછામાં ઓછી 300 વધારાની કંપનીઓ (Security For Amarnath Pilgrimage)ને 5 સ્તર પર તૈનાત કરવામાં આવશે. ટોચના સુરક્ષા અધિકારીઓએ વિવિધ સ્તરોમાં દળોની તૈનાતી સુનિશ્ચિત કરી છે જ્યારે નવા સુરક્ષા માપદંડ હેઠળ યાત્રાળુઓને માઈક્રોચિપ્સ સાથે કાંડા બેન્ડ આપવામાં આવશે.
સેનાની 300થી વધારે કંપનીઓ ગોઠવવામાં આવશે- MHA અધિકારીઓએ જણાવ્યું હતું કે, યાત્રા માટે ઓછામાં ઓછી 300 વધારાની કંપનીઓ તૈનાત કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે, "મહત્તમ કંપનીઓ CRPFની હશે. અમે અપેક્ષા રાખીએ છીએ કે લગભગ 150 CRPF કંપનીઓ યાત્રા ડ્યૂટી માટે પહોંચશે. 5 કંપનીઓ (army deployed for amarnath yatra) દરરોજ કાશ્મીર પહોંચે છે. બાકીની BSF, ITBP, સશ્ત્ર સીમા બળ (SSB) અને CISFની હશે."
આ પણ વાંચો: Amarnath Yatra Registration : બાબા બર્ફાની કા બૂલાવા આ ગયા, અમરનાથ યાત્રા 2022નું રજીસ્ટ્રેશન આજથી શરૂ
રેકોર્ડ સંખ્યામાં શ્રદ્ધાળુઓની અપેક્ષા- CRPF કંપનીમાં 100થી 135 કર્મચારીઓ હોય છે અને કમાન્ડિંગ ઓફિસર દ્વારા કમાન્ડ કરવામાં આવે છે. આ વર્ષે જમ્મુ અને કાશ્મીર સરકાર રેકોર્ડ સંખ્યામાં શ્રદ્ધાળુઓ (amarnath pilgrimage devotees)ની અપેક્ષા રાખી રહી છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે, યાત્રાળુઓને લઈ જતા વાહનોના સરળ પ્રવાહને સુનિશ્ચિત કરવા માટે મુખ્ય ધ્યાન શ્રીનગર-જમ્મુ (srinagar jammu highway) અને શ્રીનગર-ગાંદરબલ હાઇવે (srinagar ganderbal highway) પર રહેશે.
ભક્તોને માઇક્રોચિપ સાથે કાંડાનો પટ્ટો આપવામાં આવશે- તેમણે ઉમેર્યું હતું કે, "તીર્થયાત્રીઓના વાહનોમાં RIFD ચિપ્સ સ્થાપિત કરવામાં આવશે જે સંબંધિત કંટ્રોલ રૂમ સાથે જોડાયેલા રડાર હેઠળ હશે. અલગ-અલગ સ્થળોએ રજિસ્ટ્રેશન કાઉન્ટર (registration counter for amarnath yatra) પર દરેક ભક્તોને સેટેલાઇટ ટાવર સાથે જોડાયેલી માઇક્રોચિપ સાથે કાંડાનો પટ્ટો આપવામાં આવશે. બંને સેટેલાઇટ GPRS, માઈક્રોચિપ્સ અને RFID ચિપ્સથી સજ્જ હશે. સંબંધિત કંટ્રોલ રૂમમાં શ્રદ્ધાળુઓની અવરજવર તેમજ તેમને લઈ જનારા વાહનો પર સતત નજર રાખવામાં આવશે.
આ પણ વાંચો: 15 એપ્રિલથી અમરનાથ યાત્રા માટે શરૂ થશે ઓનલાઈન નોંધણી
200 CCTV વાહનો ગોઠવવામાં આવ્યા- પાંચ-સ્તરીય સુરક્ષા યોજનાને સમજાવતા તેમણે કહ્યું કે રાજમાર્ગો, જિલ્લાઓના સંવેદનશીલ વિસ્તારો, ક્વીક રીએક્શન ટીમો (પોલીસ અને CRPF), મોબાઇલ વાહન ચેકપોસ્ટ્સ (MVCPs) અને તકનીકી દેખરેખ પર વ્યૂહરચના જાળવવામાં આવશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, બેઝ કેમ્પ અને સંવેદનશીલ સ્થળો પર 200 CCTV વાહનો સ્થાપિત કરવામાં આવ્યા છે, જેને સુરક્ષા એજન્સીઓ દ્વારા ઓળખવામાં આવ્યા છે, જેમાં હાઇવે પરના કેટલાક સ્થળોનો સમાવેશ થાય છે.