અમૃતસરઃ પાકિસ્તાને ફરી એકવાર ભારતમાં ડ્રગ સ્મગલ કરવાની કોશિશ કરી છે. આ વખતે પાકિસ્તાને અમૃતસર સરહદ પાર ડ્રોનની મદદથી ડ્રગ્સ મોકલ્યું હતું. પંજાબ પોલીસ અને બીએસએફ દ્વારા સંયુક્ત ઓપરેશન કરવામાં આવ્યું અને પાકિસ્તાનના બદઈરાદાને નિષ્ફળ બનાવાયો. ભારતના જવાનોએ આ ડ્રોનને હવામાં જ તોડી નાંખ્યું છે અને કુલ 17.50 કરોડનું ડ્રગ્સ કબજે લેવાયું છે.
-
𝐑𝐞𝐜𝐨𝐯𝐞𝐫𝐲 𝐨𝐟 𝐇𝐞𝐫𝐨𝐢𝐧
— BSF PUNJAB FRONTIER (@BSF_Punjab) August 30, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
On specific intelligence input, @BSF_Punjab troops recovered 05 plastic bottles filled with suspected heroin (Appx 2.630 Kgs) dropped by a Pakistani drone near Village - Ranian, District- Amritsar, Punjab.#BSFAgainstDrugs#IndiaAgainstDrugs pic.twitter.com/bvEetQtb2V
">𝐑𝐞𝐜𝐨𝐯𝐞𝐫𝐲 𝐨𝐟 𝐇𝐞𝐫𝐨𝐢𝐧
— BSF PUNJAB FRONTIER (@BSF_Punjab) August 30, 2023
On specific intelligence input, @BSF_Punjab troops recovered 05 plastic bottles filled with suspected heroin (Appx 2.630 Kgs) dropped by a Pakistani drone near Village - Ranian, District- Amritsar, Punjab.#BSFAgainstDrugs#IndiaAgainstDrugs pic.twitter.com/bvEetQtb2V𝐑𝐞𝐜𝐨𝐯𝐞𝐫𝐲 𝐨𝐟 𝐇𝐞𝐫𝐨𝐢𝐧
— BSF PUNJAB FRONTIER (@BSF_Punjab) August 30, 2023
On specific intelligence input, @BSF_Punjab troops recovered 05 plastic bottles filled with suspected heroin (Appx 2.630 Kgs) dropped by a Pakistani drone near Village - Ranian, District- Amritsar, Punjab.#BSFAgainstDrugs#IndiaAgainstDrugs pic.twitter.com/bvEetQtb2V
બીએસએફને ડ્રોનની માહિતી મળી હતીઃ બીએસએફને અમૃતસર જિલ્લાના રાનીયા ગામની સરહદે ડ્રોન દ્વારા ડ્રગ્સ સ્મગલિંગની માહિતી મળી હતી. તેથી પંજાબ પોલીસની મદદ લઈ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ ઓપરેશનમાં બીએસએફને 5 નાની બોટલ હાથ લાગી હતી જેમાં 2.630 કિલોગ્રામ હેરોઈનનો જથ્થો હતો.
બીએસએફે ટ્વિટ કર્યુઃ બીએસએફ દ્વારા હેરોઈનના આ જથ્થાને સીઝ કરીને ફોરેન્સિક તપાસ માટે મોકલી આપવામાં આવ્યો છે. આ માદક દ્રવ્યની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત રૂ. 17.50 કરોડ રૂપિયા જેટલી થાય છે. પંજાબ બીએસએફ દ્વારા તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર આ સમગ્ર ઓપરેશનની સફળતા સંદર્ભે પોસ્ટ કરી હતી. બીએસએફ જણાવે છે કે 5 નાની પ્લાસ્ટિક બોટલમાં પાકિસ્તાને આ માદક દ્રવ્યોનો જથ્થો ભારતની સરહદ પાર પહોંચાડ્યો છે.
ગુરુદાસપુરમાંથી મળી આવ્યું હેરોઈનઃ બે દિવસમાં જ બીએસએફને મળેલી આ બીજી મોટી સફળતા છે. ગુરૂદાસપુરની સરહદે આવેલા કમલાપુરા ગામમાં શોધખોળ કરતા જમીનમાંથી દટાયેલા માદક દ્રવ્યનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. જમીનમાં એક બેટરીની અંદર આ જથ્થો છુપાવાયો હતો. જેમાં 6 પેકેટમાં હેરોઈન અને ઓપિયમના 70 ગ્રામના પેકેટ સંતાડેલા હતા.