- મોરારી બાપુએ ચિત્રકૂટમાં પાંચ વૃક્ષો વાવ્યા
- UPના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથને જન્મ દિવસના પ્રણામ
- રામવનના સર્જનની પ્રશંસા કરી
મધ્યપ્રદેશ : ચિત્રકૂટ/ રામ કથાકાર મોરારી બાપુએ 5 જૂન એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીમાં સામેલ થતાં ચિત્રકૂટમાં હાલ ચાલી રહેલી રામકથા દરમિયાન 5 વૃક્ષોનું વાવેતર કરીને પર્યાવરણની સુરક્ષાનો સંકલ્પ કર્યો હતો. મધ્ય પ્રદેશના પવિત્ર ચિત્રકૂટ ધામમાં બાપુએ આંબાના પાંચ રોપાનું વાવેતર કરીને પર્યાવરણની મહત્વતા વિશે સામાન્ય જનતા વચ્ચે જાગૃતિ વધે તેવી વાત કરી હતી તથા દરેક વ્યક્તિને વૃક્ષારોપણ માટે પ્રેરણા આપી હતી.
દરેકને વૃક્ષો વાવવા આહ્વાન કરું છું - મોરારીબાપુ
આ પ્રસંગે બાપુએ જણાવ્યું હતું કે, "વિશ્વ પર્યાવરણ દિવસ એટલે વૃક્ષોના મહિમાનો દિવસ છે. આપણે દેશ અને પૃથ્વીની હરિયાળીમાં વધારો થાય તેવી આશા છે. હું દરેક વ્યક્તિને વૃક્ષારોપણ કરવા આહ્વાન કરું છું અને બીજું કંઇ નહીં તો તુલસીના છોડને પાણી આપવા અરજ કરું છું."
35થી 40 એકરમાં રામવનનું સ્વાગત છે
વિશ્વ પર્યાવરણ દિવસની સાથે સાથે ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથને જન્મદિવસની શુભેચ્છા પાઠવતાં બાપુએ જણાવ્યું હતું કે, "યોગી આદિત્યનાથે 35થી 40 એકરથી વધુ વિસ્તારમાં રામવનનું સર્જન કરવાની ભગીરથ કાર્ય શરૂ કર્યું છે, તેનું હું સ્વાગત કરું છું. રામવનમાં રામકાળમાં જે વૃક્ષો-છોડ હતાં, તેનું જ વાવેતર કરવાના નિર્ણયને હું નમન કરું છું."
આ પણ વાંચો -
- વર્ષોથી દૂષિત થઇ રહી છે નવસારીની લોકમાતા નદી પૂર્ણા, તંત્રના આંખ આડા કાન
- કેવડિયા બનશે ઇલેક્ટ્રિક સિટી વ્હિકલ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી
- વલસાડમાં ABVPએ અનોખી રીતે પર્યાવરણ દિવસની ઉજવણી કરી
- વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે 150 બટાલિયન BSF કેમ્પસમાં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરાયું
- Surat Metro Rail Project: 2500થી વધુ વૃક્ષોને તેના રૂટમાં ન આવે તે માટે હટાવવામાં આવશે