ETV Bharat / bharat

Monsoon Session 2022: આજે સર્વપક્ષીય બેઠક, સત્તા-વિપક્ષ આ બાબાતો પર હશે આમને-સામને - Election of President and Vice President

સંસદના ચોમાસુ સત્ર પહેલા ( Parliament monsoon session 2022) સરકાર આજે સવારે 11 વાગ્યે સર્વપક્ષીય બેઠક (All party meeting ) યોજશે. જેમાં ગૃહની ઉત્પાદકતા વધારવા માટે વ્યૂહરચના ઘડવા પર ભાર મૂકવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, આ સત્રમાં રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી (Presidential election 2022) થવા જઈ રહી છે.

Monsoon Session 2022
Monsoon Session 2022
author img

By

Published : Jul 17, 2022, 10:22 AM IST

નવી દિલ્હી: સંસદના ચોમાસુ સત્ર ( Parliament monsoon session 2022) પહેલા સરકાર આજે સવારે 11 વાગ્યે સર્વપક્ષીય બેઠક (All party meeting ) યોજશે. જેમાં ગૃહની ઉત્પાદકતા વધારવા માટે વ્યૂહરચના ઘડવા પર ભાર મૂકવામાં આવશે. સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીએ એક બેઠક બોલાવી છે, જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સિવાય તમામ રાજકીય પક્ષોના નેતાઓ હાજરી આપે તેવી શક્યતા છે. બેઠકનો એજન્ડા સંસદના સત્ર દરમિયાન વિપક્ષ જે મુદ્દાઓ (Opposition issues in Parliament session ) પર ચર્ચા કરવા માંગે છે, તેની ચર્ચા કરવાનો રહેશે.

રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી : આ વખતે ચોમાસુ સત્ર વિશેષ મહત્વ ધરાવે છે, કારણ કે આ સત્રમાં રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી થવા જઈ રહી છે. રાષ્ટ્રપતિની ચૂંટણી (Presidential election 2022) 18 જુલાઈએ જ્યારે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી (Election of Vice President) 6 ઓગસ્ટે યોજાશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ 24 જુલાઈએ જ્યારે ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુનો કાર્યકાળ 10 ઓગસ્ટે પૂરો થાય છે. આ ઉપરાંત, ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે ઉમેદવાર નક્કી કરવા માટે વિપક્ષ પણ તેની બેઠક યોજશે. ભાજપે શનિવારે પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખરને NDAના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે.

આ પણ વાંચો : Vice President Election 2022 : ખેડૂત પરિવારમાં જન્મેલા ધનખર મમતા સાથેના સંઘર્ષને લઈને રહ્યા હેડલાઈન્સમાં

વિપક્ષ દ્વારા સરકારને ઘેરવાની તૈયારી : સત્ર દરમિયાન, વિપક્ષ સશસ્ત્ર દળો માટે નવી અગ્નિપથ ભરતી યોજના, બેરોજગારી, મોંઘવારી સંબંધિત મુદ્દાઓ ઉઠાવી શકે છે, જ્યારે કેન્દ્ર સરકાર સંસદના ચોમાસુ સત્ર દરમિયાન ઘણા કાયદાઓ માટે દબાણ કરવાનો પ્રયાસ કરશે. પેન્ડિંગ લિસ્ટમાં રહેલા કેટલાક બિલોમાં ભારતીય એન્ટાર્કટિકા બિલ, 2022નો સમાવેશ થાય છે. આ બિલ લોકસભામાં પેન્ડિંગ છે. આંતર-રાજ્ય નદી જળ વિવાદ (સુધારો) બિલ, 2019 લોકસભા દ્વારા પસાર કરવામાં આવ્યું હતું. આગામી સત્રમાં તેને રાજ્યસભામાં રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે.

લોકસભામાં અનેક બિલ્સ બાકી : સામૂહિક વિનાશના શસ્ત્રો અને તેમની વિતરણ વ્યવસ્થા (ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ) સુધારો બિલ, 2022 લોકસભા દ્વારા પસાર કરવામાં આવ્યું હતું અને રાજ્યસભા દ્વારા પસાર થવાનું બાકી છે. વાઇલ્ડલાઇફ (પ્રોટેક્શન) એમેન્ડમેન્ટ બિલ, 2021 લોકસભામાં પેન્ડિંગ છે, એન્ટી-પાયરસી બિલ, 2019 અને નેશનલ એન્ટિ-ડોપિંગ બિલ, 2021 પણ લોકસભામાં પેન્ડિંગ છે. બંધારણ (અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ) ઓર્ડર (બીજો સુધારો) બિલ, 2022 (યુપી રાજ્યના સંદર્ભમાં - કેબિનેટ દ્વારા મંજૂર કરાયેલા જિલ્લાના નામમાં ફેરફાર અંગેનો સુધારો) માર્ચ 2022માં લોકસભામાં રજૂ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : દેશને રબર સ્ટેમ્પ સમાન રાષ્ટ્રપતિ નથી જોઈતા, એ સત્તાધારી પક્ષને ના પાડે શકેઃ સિંહા

બિલ્સમાં કરવામાં આવશે સુધારા : ચોમાસા સત્ર દરમિયાન સંસદમાં રજૂ કરવામાં આવનાર નવા બિલોમાં સેન્ટ્રલ યુનિવર્સિટીઝ એમેન્ડમેન્ટ બિલ, 2022નો સમાવેશ થાય છે. ફેમિલી કોર્ટ્સ (સુધારા) બિલ, 2022 પણ એક નવું બિલ છે. સરકારના કાર્યસૂચિ પરના અન્ય બિલોમાં બંધારણ (અનુસૂચિત જનજાતિ) ઓર્ડર્સ (સુધારા) બિલ, 2019, (આસામ રાજ્યના સંબંધમાં), આર્બિટ્રેશન બિલ, 2021 (શ્રી સુશીલ કુમાર મોદીની અધ્યક્ષતાવાળી સ્થાયી સમિતિ સાથે); સિનેમેટોગ્રાફ (સુધારા) બિલ, 2019 અને બિન-નિવાસી ભારતીય લગ્નની નોંધણી બિલ, 2019. અન્ય બિલો બંધારણ (એકસો અને પચીસમો સુધારો) બિલ, 2019, જંતુનાશક વ્યવસ્થાપન બિલ, 2020 છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.