ETV Bharat / bharat

Monsoon Session 2023: અવિશ્વાસ પ્રસ્તાવ પર નિશિકાંત દુબેએ પૂછ્યું- રાહુલ ગાંધી કેમ ન બોલ્યા?

પીએમ મોદી ભાજપ સંસદીય દળની બેઠક માટે પહોંચી ગયા છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને પાર્ટીના સાંસદ જેપી નડ્ડા અને અન્ય નેતાઓ પણ બેઠક માટે પહોંચ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે આ બેઠકમાં ગૃહમાં વિપક્ષના હુમલાનો સામનો કરવા અને આગળની કાર્યવાહી સુચારૂ રીતે ચલાવવા માટે રણનીતિ તૈયાર કરવામાં આવશે.

monsoon-session-2023-live-updates-no-confidence-motion-loksabha-rajyasabha-bjp-cong-aap

author img

By

Published : Aug 8, 2023, 9:25 AM IST

Updated : Aug 8, 2023, 6:18 PM IST

17.30, August 08

લોકસભામાં મનીષ તિવારીએ કહ્યું.......સમગ્ર પૂર્વોત્તર ક્ષેત્રે પર આની અસર થશે.

લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન કૉંગ્રેસ સાંસદ મનીષ તિવારીએ કહ્યું, જ્યારે કોઈ પૂર્વોત્તર રાજ્યમાં અશાંતિની સ્થિતિ પેદા થાય છે તો તેની અસર સમગ્ર પૂર્વોત્તર વિસ્તાર અને દેશ પર પડે છે.

16.33, August 08

ભારત વિરૂદ્ધ કામ કરી રહ્યો છે વિપક્ષઃ રિજ્જુ

લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર થઈ રહેલી ચર્ચા દરમિયાન કેન્દ્રિય મંત્રી અને ભાજપ નેતા કિરણ રિજ્જુએ કહ્યું કે ગઠબંધનને ઈન્ડિયા નામ આપી દેવાથી કશું જ થવાનું નથી, જ્યારે કે આપ હકીકતમાં ભારતની વિરૂદ્ધ કામ કરી રહ્યા છો. તેમણે કહ્યું કે 2014 પહેલા, પૂર્વોત્તરના ઘણા લોકોને દિલ્હી અને દેસના અન્ય મોટા શહેરોમાં જાતિગત ભેદભાવ અને અત્યાચારનો સામનો કરવો પડી રહ્યો હતો. 2014 પછી સ્થિતિ સુધરી અને આઝાદી પછી પહેલીવાર ગૌહાટીમાં ડીજીપી કોન્ફરન્સ થઈ.જેમાં વડાપ્રધાનનો નિર્દેશ હતો કે પોલીસે પૂર્વોત્તરના લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવી જોઈએ.

16.31, August 08

ભારતીય પ્રબંધન સંસ્થાન વિધેયક, 2023 પસાર કરાયું

રાજ્યસભામાં ભારતીય પ્રબંધન સંસ્થાન અધિનિયમ,2017માં સંશોધન માટે ભારતીય પ્રબંધન સંસ્થાન (સંશોધન) વિધેયક પસાર કરાયું, આ અગાઉ 4 ઓગસ્ટે લોકસભા દ્વારા આ વિધેયક પસાર કરાયું હતું.

16.08 August 08

અવિશ્વાસ પ્રસ્તાવને બીજેડીનું અસમર્થન

અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન બીજેડી સાંસદ પિનાકી મિશ્રાએ કહ્યું,હું આજે કેન્દ્ર સરકાર વિરૂદ્ધ લવાયેલા અવિશ્વાસ પ્રસ્તાવનું સમર્થન કરતો નથી, ભલે અમે રાજકીય રીતે ભાજપની વિરોધમાં હોઈએ પરંતુ કેન્દ્ર સરકારે ઓડિશામાં કરેલા વિકાસકાર્યો માટે આભારી છું. તેમણે કહ્યું હું કોંગ્રેસ પાર્ટી જે અવિશ્વાસનો પ્રસ્તાવ લાવી છે તેનો પાર્ટી અને પાર્ટીના વરિષ્ઠ નેતા તરફથી અસમર્થન કરૂ છું. તેમજ મારૂ માનવું છે કે કૉંગ્રેસ પાર્ટી જીતના જડબામાંથી હાર છીનવવામાં અત્યંત માહેર છે.કૉંગ્રેસ પોતાનો ચહેરો બગાડવા માટે પોતાના નાક કાન પણ કાપી શકે છે.તેઓ જાણે છે કે જ્યારે વડાપ્રધાન આ ગૃહમાં વકતવ્ય આપે છે ત્યારે કૉંગ્રેસ પાર્ટી માટે બહુ મુશ્કેલીઓ ઊભી થાય છે. આ સામાન્ય જ્ઞાન, તર્ક અને રાજકારણીય સમજને રદ કરે છે. આ દેશના લોકો નક્કી કરશે કે શું વડાપ્રધાને ન બોલવાનું નક્કી કર્યુ તે સાચુ છે કે ખોટું. તમારે સમગ્ર મામલ જનતા પાસે લઈ જવો જોઈએ.

15.08 August 08

લોકસભામાં ડિમ્પલ યાદવે ભાજપ પર કર્યા વાકપ્રહાર

લોકસભામાં સપા સાંસદ ડિમ્પલ યાદવે અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચામાં ભાગ લીધો અને તેમણે કહ્યું કે, 1942માં ભારત છોડો આંદોલનની શરૂઆત થઈ હતી. આજે 8 ઓગસ્ટ છે ભાજપીઓે કહું છું કે દેશનું વિભાજન કરવાનું બંધ કરો. મણિપુરની ઘટના બહુ સંવેદનશીલ છે. સરકાર આ મામલે બહુ અસંવેદનશીલ રહી છે. આ એક અભિમાની સરકાર છે. આ માનવઅધિકારોનું સરાસર ઉલ્લંઘન છે. હિંસા માટે મહિલાઓને સાધન તરીકે ઉપયોગ કરવો તે લોકશાહીમાં સ્વીકાર્ય નથી. આ એક રાજ્ય પ્રયોજિત જાતિય હિંસા હતી.

14.15 August 08

ટીએમસી સાંસદ સૌગત રોયે કહ્યું, આ સરકાર નિર્દયી લોકોની સરકાર છે.

અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન ટીએમસી સાંસદ સૌગત રોયે કહ્યું, આ સરકાર નિર્દયી લોકોની સરકાર છે. તેઓ કોઈના પણ કહેવાથી પશ્ચિમ બંગાળમાં પ્રતિનિધિમંડળ મોકલે છે, પણ એક પ્રતિનિધિમંડળ મણિપૂર નથી ગયુ જ્યાં અમારા ભાઈ-બહેન મરી રહ્યા છે. તમને દયા નથી આવતી અને તેથી જ તમે અન્ય પક્ષોની જેમ મણિપુરની મુલાકાત લઈ રહ્યા નથી.

13.21 August 08

ન્યૂઝ ક્લિક પર કૉંગ્રેસને શું પરેશાની છેઃ નિશિકાંત દૂબે

ભાજપ સાંસદ નિશિકાંત દૂબેએ કૉંગ્રેસ પર વાકપ્રહાર કર્યો કે, કૉંગ્રેસ પાર્ટી ન્યૂઝ ક્લિક વિરૂદ્ધ કાર્યવાહીથી અકળાય છે કેમ. કૉંગ્રેસનો ન્યૂઝ ક્લિક સાથે શું સંબંધ છે. મોદી અટકની રાહુલ ગાંધીની ટીપ્પણીના કેસ પર દુબે એ કહ્યું કે તેમનું સભ્યપદ રદ થયું હતું. સુપ્રીમ કોર્ટનો અંતિમ ફેંસલો બાકી છે. તેઓ કહે છે કે તેઓ માફી નહીં માંગે. બીજી વાત તેઓ કહે છે કે તેઓ સાવરકર નથી. હું કહું છું કે તેઓ ક્યારેય સાવરકર નહીં થઈ શકે.

13.14 August 08

નામ ઈન્ડિયા પરંતુ એકબીજા વચ્ચે લડાઈઃ નિશિકાંત દૂબે

બીજેપી સાંસદ નિશિકાંત દૂબેએ વિપક્ષી ગઠબંધન પર વાકપ્રહાર કરતા જણાવ્યું કે તેમનું નામ ઈન્ડિયા (I.N.D.I.A.)છે પણ તેમા સમાવિષ્ટ પક્ષો એકબીજા સાથે લડી રહ્યા છે. લાલુ યાદવને જેડીયુએ જેલ મોકલ્યા. ટીએમસીનો વિરોધ તો કૉંગ્રેસથી હોવો જોઈએ.

13.05 August 08

રાહુલ ગાંધી ક્યારેય સાવરકાર ન થઈ શકેઃ નિશિકાંત દુબે

અવિશ્વાસ પ્રસ્તાવનો વિરોધ કરતા નિશિકાંત દુબેએ રાહુલ ગાંધી પર વાકપ્રહાર કર્યો અને કહ્યું કે, કૉંગ્રેસે રાષ્ટ્રવાદની વાત ન કરવી જોઈએ, રાહુલ ગાંધી કદી સાવરકર ન થઈ શકે. તેમણે ઉમેર્યુ કે આ અવિશ્વાસ પ્રસ્તાવ નથી પરંતુ વિપક્ષી એકતાની જ પરીક્ષા છે.

12.55 August 08

લોકસભામાં વિપક્ષી સાંસદોએ મચાવ્યો હોબાળો

લોકસભામાં વિપક્ષી સાંસદોએ ફરી એકવાર હોબાળો મચાવ્યો છે. અવિશ્વાસ પ્રસ્તાવ પર ગૌરવ ગોગોઈએ વક્તવ્ય રજૂ કર્યા બાદ બીજેપી

સાંસદ નિશિકાંત દુબેએ બોલવાનું શરૂ કર્યુ કે તરત જ વિપક્ષી સાંસદોએ સૂત્રોચ્ચાર કર્યો.લોકસભા ટીવી સંદર્ભે પણ વિપક્ષોએ ફરિયાદ કરી હતી. જેના પર લોકસભા અધ્યક્ષે જવાબ આપ્યો કે લોકસભા ટીવીનો કંટ્રોલ અધ્યક્ષ પાસે હોતો નથી.

12.34 August 08

ભાજપ સાંસદ નિશિકાંત દુબેએ અવિશ્વાસ પ્રસ્તાવનો કર્યો વિરોધ

નિશિકાંત દુબેએ અવિશ્વાસ પ્રસ્તાવનો કર્યો છે વિરોધ. તેમણે કહ્યું કે રાહુલ ગાંધી બોલશે તેવી કોઈને આશા ન હતી. હવે વિપક્ષનો કોઈ વ્યક્તિ બોલી નહીં શકે

12.29 August 08

મણિપુરમાં સ્થિતિ સામાન્ય નથીઃ ગોગોઈ

કૉંગ્રેસ સાંસદ ગૌરવ ગોગોઈએ કહ્યું, વડાપ્રધાને મણિપુરમાં તેમની ડબલ એન્જિન સરકાર ફેલ થઈ છે. આ કારણે જ મણિપુરમાં 150 લોકોના મૃત્યુ થયા છે, લગભગ 5000 ઘરને આગ લગાડાઈ, 60,000થી વધુ લોકો રાહત શિબિરમાં રહે છે અને 65,000 એફઆરઆઈ નોંધવામાં આવી છે. રાજ્યના મુખ્યપ્રધાન જેમણે શાંતિ અને સદભાવનું વાતવારણ બનાવવું જોઈએ તેમણે છેલ્લા 2-3 દિવસમાં ભડકાઉ પગલા લીધા જેના લીધે સમાજમાં તણાવની સ્થિતિ પેદા થઈ છે.

12.14 August 08

મણિપુરમાં આગ, ભારતમાં આગઃ કૉંગ્રેસ

તરૂણ ગોગોઈએ વધુમાં જણાવ્યું કે મણિપુરમાં આગજનીની ઘટનાઓનો મતલબ છે ભારતમાં આગ. જો વીડિયો વાઈરલ ન થતો તો કોઈને આ ઘટનાની જાણ સુદ્ધા ન થાત. કૉગ્રેસ સાંસદ ગૌરવ ગોગોઈએ જણાવ્યું કે વડાપ્રધાને સંસદમાં ન બોલવાનું વ્રત રાખ્યું છે. તેથી અમે તેમનું મૌનવ્રત તોડવા માટે અવિશ્વાસ પ્રસ્તાવ લાવ્યા છીએ. અમારા ત્રણ સવાલ છે. 1 તેઓ આજ સુધી મણિપુર કેમ ન ગયા? 2 તેમણે મણિપુર પર બોલવામાં 80 દિવસ જેટલો સમય કેમ લગાડ્યો? અત્યાર સુધી મણિપુરના મુખ્યપ્રધાનનું રાજીનામુ કેમ નથી લેવાયું ?

12.06, August 08

અવિશ્વાસ પ્રસ્તાવ પર તરૂણ ગોગોઈએ ચર્ચા શરૂ કરી

અવિશ્વાસ પ્રસ્તાવ પર તરૂણ ગોોગઈએ ચર્ચા શરૂ કરી. આ દરમિયાન રાહુલ ગાંધીના ભાષણને લઈને પ્રશ્નો ઉઠાવ્યા. લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા ચાલુ છે.
11.59, August 08

લોકસભાની કાર્યવાહી શરૂ

લોકસભાની કાર્યવાહી ફરીથી શરૂ થઈ છે. થોડીવારમાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા થશે.

11.27, August 08

ટીએમસીના એમપી ડેરેક ઓ બ્રાયન રાજ્યસભામાંથી સસ્પેન્ડ

રાજ્યસભા સભાપતિ દ્વારા ટીએમસી સાંસદ ડેરેક ઓ બ્રાયનને સમગ્ર સત્ર માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. બ્રાયનની ગેરવર્તણુકને લીધે સંસદ સત્રમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સદન નેતા પીયુષ ગોયલે ગૃહની કામગીરીમાં વારંવાર ખલેલ પહોંચાડવા, સભાપતિની આજ્ઞાનું ઉલ્લંઘન કરવા બદલ અને અશાંતિ માટે બ્રાયનને સસ્પેન્ડ કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો.

11:07 August 08

લોકસભા અને રાજ્યસભા બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત

11:01 AM August 08

પીએમ મોદીએ બીજેપી સંસદીય દળની બેઠકમાં કહ્યું- એકતા સાથે ઘમંડી ગઠબંધનનો જવાબ આપો

10:27 ઑગસ્ટ 08

અનુરાગ ઠાકુરે કહ્યું- રાહુલ ગાંધીએ દેશની માફી માંગવી જોઈએ

સંસદીય દળની બેઠકમાં પહોંચેલા કેન્દ્રીય મંત્રી અને બીજેપી સાંસદ અનુરાગ ઠાકુરે કહ્યું, 'હું એટલું જ કહેવા માંગુ છું કે 'ન્યૂઝક્લિક' સાથે કોંગ્રેસનો હાથ છે, 'ન્યૂઝક્લિક' પર ચીનનો હાથ છે. રાહુલ ગાંધીએ દેશની માફી માંગવી જોઈએ અને જણાવવું જોઈએ કે રાજીવ ગાંધી ફાઉન્ડેશને ચીનમાંથી પૈસા કેવી રીતે લીધા અને તેનો ક્યાં ઉપયોગ કર્યો. તેણે માફી માંગવી જોઈએ કે ચીન ન્યૂઝક્લિકને ફંડ આપે છે, તો તેણે શા માટે તેને સમર્થન આપ્યું. તેમણે દેશને જણાવવું જોઈએ કે ફંડિંગ આપનારા લોકો કોણ છે અને એવી કઈ મજબૂરી હતી કે કોંગ્રેસ 'ન્યૂઝક્લિક' સાથે ઉભી જોવા મળી હતી.

09:47 ઑગસ્ટ 08

'ન્યૂઝક્લિક' સાથે કોંગ્રેસનો હાથ: અનુરાગ ઠાકુર

કેન્દ્રીય મંત્રી અને બીજેપી સાંસદ અનુરાગ ઠાકુરે કહ્યું કે 'ન્યૂઝક્લિક' સાથે કોંગ્રેસનો હાથ છે, ચીને 'ન્યૂઝક્લિક'ને હાથ કર્યો છે. રાહુલ ગાંધીએ દેશની માફી માંગવી જોઈએ અને જણાવવું જોઈએ કે રાજીવ ગાંધી ફાઉન્ડેશને ચીનમાંથી પૈસા કેવી રીતે લીધા અને તેનો ક્યાં ઉપયોગ કર્યો. તેણે માફી માંગવી જોઈએ કે ચીન ન્યૂઝક્લિકને ફંડ આપે છે, તો તેણે શા માટે તેને સમર્થન આપ્યું. તેમણે દેશને જણાવવું જોઈએ કે ફંડિંગ આપનારા લોકો કોણ છે અને એવી કઈ મજબૂરી હતી કે કોંગ્રેસ 'ન્યૂઝક્લિક' સાથે ઉભી જોવા મળી હતી. ,

09:36 ઑગસ્ટ 08

પીએમ મોદી બીજેપી સંસદીય દળની બેઠકમાં પહોંચ્યા

પીએમ મોદી ભાજપ સંસદીય દળની બેઠક માટે પહોંચી ગયા છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને પાર્ટીના સાંસદ જેપી નડ્ડા અને અન્ય નેતાઓ પણ બેઠક માટે પહોંચ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે આ બેઠકમાં ગૃહમાં વિપક્ષના હુમલાનો સામનો કરવા અને આગળની કાર્યવાહી સુચારૂ રીતે ચલાવવા માટે રણનીતિ તૈયાર કરવામાં આવશે.

08:59 ઓગસ્ટ 08

I.N.D.I.A. સંસદમાં સવારે 10 વાગ્યે કે ફ્લોર લીડર્સની બેઠક યોજાશે

I.N.D.I.A. માટે વ્યૂહરચના ઘડવા વિપક્ષી પાર્ટીઓનું ગઠબંધન સંસદમાં LOP રાજ્યસભાના કાર્યાલયમાં આજે સવારે 10 વાગ્યે પક્ષોના ફ્લોર લીડર્સની બેઠક યોજાશે. લોકસભામાં આજે અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા થશે.

07:19 ઓગસ્ટ 08

લોકસભામાં અવિશ્‍વાસનો પ્રસ્તાવ રાહુલ ગાંધીની ચર્ચા શરૂ કરવાની સંભાવના

નવી દિલ્હી: કોંગ્રેસ મંગળવારે લોકસભામાં સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરશે અને તેના પર ચર્ચા રાહુલ ગાંધી દ્વારા શરૂ કરવામાં આવે તેવી શક્યતા છે, જેમની સદસ્યતા સોમવારે પુનઃસ્થાપિત કરવામાં આવી છે. જો કે આ પ્રસ્તાવ કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈ 8 ઓગસ્ટના એજન્ડા મુજબ રજૂ કરશે. પાર્ટીના સૂત્રોના જણાવ્યા અનુસાર, એકવાર પ્રસ્તાવ સ્વીકારી લેવામાં આવ્યા બાદ ચર્ચા શરૂ કરવા માટે મુખ્ય વક્તા કોણ હોઈ શકે તે નક્કી કરવાનું પક્ષની વિવેકબુદ્ધિ છે.

અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા: સંસદના સૂત્રોના જણાવ્યા અનુસાર અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા 8 ઓગસ્ટે રજૂ થયા બાદ શરૂ થવાની અપેક્ષા છે અને તે આગામી બે દિવસ એટલે કે 9 અને 10 ઓગસ્ટ સુધી ચાલુ રહેવાની શક્યતા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 10 ઓગસ્ટે પ્રસ્તાવ પર ચર્ચાનો જવાબ આપી શકે છે. જોકે 9 અને 10 ઓગસ્ટના કામનો એજન્ડા હજુ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યો નથી. કોંગ્રેસની અંદર એવી લાગણી છે કે મુખ્ય વક્તા તરીકે રાહુલ ગાંધી સાથે અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા શરૂ કરવાથી ઇચ્છિત અસર થશે અને સરકાર પર દબાણ આવશે.

રાહુલ ગાંધીની સજા પર રોક: સર્વોચ્ચ અદાલતે 4 ઓગસ્ટના રોજ માનહાનિના કેસમાં ગાંધીની સજા પર રોક લગાવ્યા પછી, કોંગ્રેસ ઈચ્છતી હતી કે તેમની લોકસભાની સદસ્યતા વહેલી તકે પુનઃસ્થાપિત કરવામાં આવે જેથી તેઓ 8 ઓગસ્ટના રોજ અવિશ્વાસ પ્રસ્તાવ પરની ચર્ચામાં ભાગ લઈ શકે. સૂત્રોએ જણાવ્યું હતું કે 7 ઓગસ્ટે તેમની સદસ્યતા પુનઃસ્થાપિત કર્યા પછી, કોંગ્રેસ હવે ગાંધીજી અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા શરૂ કરવા ઉત્સુક છે. મંગળવાર (8 ઓગસ્ટ) માટેના વ્યવસાયની સૂચિ મુજબ, ગોગોઈ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરશે.

  1. No-confidence motion: રાહુલ ગાંધી આજે લોકસભામાં ચર્ચા શરૂ કરી શકે છે, PM 10 ઓગસ્ટે જવાબ આપે તેવી શક્યતા
  2. Rahul Gandhi LS Membership: રાહુલ ગાંધી લોકસભા સભ્યપદ મુદ્દે મળી છે હંગામી રાહત, ફરીથી રદ થઈ શકે છે સભ્યપદઃ તેજસ્વી સૂર્યા

Last Updated : Aug 8, 2023, 6:18 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.