- લોક ડાયરાનાં કલાકાર ઉર્વશી રાદડિયા પર (Folk Dayra Artist Urvashi Radadia) પૈસાનો વરસાદ (Rain of money)
- અમદાવાદમાં તુલસી વિવાહના (Tulsi Vivah) એક કાર્યક્રમમાં યોજાયેલા ડાયરામાં થયો પૈસાનો વરસાદ (Rain of money)
- અમદાવાદમાં એક ઈવેન્ટમાં જ્યારે તેઓ પર્ફોર્મ કરી રહ્યાં હતાં. તે દરમિયાન તેમની ઉપર ચારે તરફથી ડોલ ભરીને પૈસાનો વરસાદ (Rain of money) થયો
અમદાવાદઃ લોક ડાયરાના કાર્યક્રમમાં કલાકાર પર પૈસાનો વરસાદ થવો એ ખૂબ જ સામાન્ય ઘટના કહેવાય. જોકે, સામાન્ય વ્યક્તિ માટે એક સાથે આટલા બધા પૈસાનો વરસાદ થતો જોવું એ આશ્ચર્યજનક હોય છે. ત્યારે ગુજરાતી ગાયિકા અને લોક ડાયરાનાં કલાકાર ઉર્વશી રાદડિયાએ (Folk Dayra Artist Urvashi Radadia) અમદાવાદમાં એક કાર્યક્રમમાં પર્ફોર્મન્સ કર્યું હતું. તે સમયે ચારે તરફથી મંચ પર પૈસાનો વરસાદ (Rain of money) થયો હતો. આ સાથે જ તેમનું આખું મંચ પૈસાથી ખચોખચ ભરાઈ ગયું હતું. ઉર્વશી રાદડિયાએ પોતે સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ વીડિયો (Social Media Video) શેર કર્યો હતો.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
આ પણ વાંચો- કચ્છમાં રાજ્યના નામી કલાકારોએ બોલાવીએ ડાયરાની રમઝટ, કોરોના ગાઈડલાઈન મુકી નેવે
તુલસી વિવાહના કાર્યક્રમ દરમિયાન થયો પૈસાનો વરસાદ
ગાયિકા ઉર્વશી રાદડિયાએ આ વીડિયો શેર કરતા કેપ્શનમાં લખ્યું હતું કે, શ્રી સમસ્ત હિરાવાડી ગૃપ (Shri Samast Hirawadi Group) દ્વારા તુલસી વિવાહનું (Tulsi Vivah) આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લોક ડાયરો પણ યોજાયો હતો. આપ સૌના અમૂલ્ય પ્રેમ માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર!.
આ પણ વાંચો- સાબરકાંઠાના વડીયાવીરમાં ગીતા રબારી પર રૂપિયાનો વરસાદ, જુઓ વીડિયો
ઉર્વશી રાદડિયા કાઠિયાવાડની કોયલના નામે પણ પ્રખ્યાત છે
આપને જણાવી દઈએ કે, ઉર્વશી રાદડિયા પ્રખ્યાત ગુજરાતી લોકગાયિકા છે. તેઓ કાઠિયાવાડનાં કોયલના નામે (Koyal Urvashi Radadia of Kathiawar) પણ જાણીતા છે. તેમણે માત્ર 6 વર્ષની ઉંમરમાં સંગીતમાં કારકિર્દી શરૂ કરી હતી. આ સાથે જ તેમણે હિન્દી, પંજાબી, મરાઠી અને રાજસ્થાની ભાષામાં પણ ગીત ગાયાં છે.